Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં શ્યામ પ્રોવિઝનમાંથી એક્સપાયરી ખાદ્ય જથ્થો મળ્યો:ફૂડ વિભાગે સ્થળ પર જ નાશ કર્યો

    15 hours ago

    વલસાડ જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા તા. 12 મે, 2026ના રોજ વલસાડના ધોબીતળાવ સ્થિત શ્યામ પ્રોવિઝન સ્ટોરમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. ફૂડ સેફટી ઓફિસર બી.કે.પટેલ દ્વારા કરાયેલી આ તપાસમાં દુકાનમાંથી મોટી માત્રામાં એક્સપાયરી ડેટવાળી ખાદ્ય સામગ્રી મળી આવી હતી. તપાસ દરમિયાન, એક્સપાયરી ડેટવાળી ખાદ્ય સામગ્રીનો મોટો જથ્થો મળી આવ્યો હતો. તેમાં કેડબરી સેલિબ્રેશન એસોર્ટેડ પેક, બાદશાહ પનીર મસાલા, સુદીપ ચાઇના ટાઉન વ્હાઇટ વિનેગર, સુદીપ ગ્રીન ચીલી સોસ, કિસાન ફ્રેશ ટમેટા કેચઅપ, ટીટીએન એક્કા કોડો મિલેટ, શ્રીજી વૃંદાવન ઓરેગાનો મસાલા, બાદશાહ મટન મસાલા, શોહી ફિશ એન્ડ તીંગા મસાલા, પાર્લે મેજિક્સ ગ્રીન એપલ ફ્લેવર્ડ સેન્ડવિચ બિસ્કિટ, પાર્લે મેજિક્સ એલાયચી ફ્લેવર્ડ સેન્ડવિચ બિસ્કિટ, સ્પ્રાઇટ લેમન લાઇમ ફ્લેવર્ડ કાર્બોનેટેડ વોટર અને બાદશાહ શાકભાજી મસાલાનો સમાવેશ થાય છે. ઉપરોક્ત તમામ એક્સપાયરી ડેટવાળી ખાદ્ય સામગ્રીનો જથ્થો વલસાડ જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી કરીને સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. ગ્રાહકોના સ્વાસ્થ્ય અને સલામતી સુનિશ્ચિત કરવાના ભાગરૂપે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    લખતર સોલાર પ્લાન્ટ ચોરીનો ભેદ ઉકેલાયો:ગુજસીટોકના આરોપી સહિત બે ઝડપાયા, ₹5.30 લાખનો મુદ્દામાલ જપ્ત
    Next Article
    મોરબીમાં યુવાનની હત્યા:સમાધાન માટે બોલાવીને હત્યા કરનાર આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment