Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કપુરાઈ ચોકડી પાસે દારૂ ભરેલી કાર ઝડપાઈ:₹5.30 લાખના મુદ્દામાલ સાથે બેની ધરપકડ, બે વોન્ટેડ જાહેર

    10 hours ago

    વડોદરા શહેર પીસીબી (પ્રિવેન્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચ) પોલીસે બાતમીના આધારે નેશનલ હાઈવે-48 પર આવેલા કપુરાઈ ચોકડી બ્રિજ પાસે રેડ પાડીને વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ઘટનાસ્થળેથી ₹2,17,450ની કિંમતનો 782 બોટલ વિદેશી દારૂ , ₹3,00,000ની કિંમતની એક ફોર વ્હીલર, બે મોબાઈલ ફોન, રોકડ મળી કુલ ₹5,30,050નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. બે આરોપી ઝડપાયા, બો વોન્ટેડ જાહેર પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, આ દારૂનો જથ્થો મધ્યપ્રદેશના અલીરાજપુર ખાતેથી અજાણ્યા શખસ પાસેથી કારમાં ભરાવવામાં આવ્યો હતો અને તે વડોદરાના ફતેગંજ ખાતે રહેતા નરેશ ઉર્ફે લંગડા નામના શખ્સને પહોંચાડવાનો હતો. પીસીબીએ બે આરોપીને ઝડપી દારૂ સપ્લાય કરનાર અને મંગાવનારને વોન્ટેડ જાહેર કર્યા છે. તમામ આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ કાયદેસરની તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ગુજરાતમાં અહીં થઈ રહ્યો છે ખતરનાક સાપનો ઉછેર:મુખ્ય 4 ઝેરી સાપમાંથી 68.57 ગ્રામ ઝેર કઢાયુ, એન્ટી-વેનમની તૈયારી; ધરમપુરમાં 2.25 હેક્ટરમાં બનશે વિશાળ સંશોધન કેન્દ્ર
    Next Article
    સોમનાથ યુનિવર્સિટીમાં 'ખેલો ઇન્ડિયા સંવાદ' કાર્યક્રમ યોજાયો:PM મોદીએ યુવાનોને રમતગમતમાં ભાગ લેવા પ્રેરણા આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment