Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એઇમ્સમાં નોકરીની પૂછપરછ કરવા જતી મહિલાનું સ્કૂટર સ્લીપ થતાં મોત:જામનગર રોડ પર ખાનગી ટ્રાવેલ્સે એક્સેસને ઠોકર મારતા બે બહેનોને સારવારમાં ખસેડાઇ એકનું સારવાર દરમિયાન મોત

    12 hours ago

    રાજકોટ શહેરના જામનગર રોડ પર ગઈકાલે રાત્રે ખાનગી ટ્રાવેલ્સ બસે એક્સેસ મોટરસાયકલને હડફેટે લેતા વાહન સવાર બન્ને બહેનોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જ્યાં આજ રોજ સારવાર દરમિયાન 15 વર્ષીય તન્વી વાઘેલાનું મોત નીપજ્યું હતું જયારે તેની નાની બહેન કાવ્યાને ગંભીર ઈજા પહોંચતા તેની સારવાર હાલ ચાલુ છે. પોલીસ તપાસમાં નિશાબેન દિનેશભાઈ વાઘેલા તેમની ત્રણ દીકરીઓ દર્શના (ઉ.વ.18), તન્વી (ઉ.વ.15) અને કાવ્યા (ઉ.વ.10) સાથે નાનામવા રોડ પર ભીમનગરમાં રહેતા હોવાનું અને પતિ હયાત ન હોવાનું સામે આવ્યું છે. ગઈકાલે રાત્રે દિકરીઓએ બહાર હોટલમાં જમવા જવાની ઈચ્છા વ્યક્ત કરતા માતાએ તેમના પરિચિત રિક્ષા ચાલકને જાણ કરી રિક્ષા ભાડે કરી હતી. માતા નિશાબેન, મોટી દીકરી દર્શના અને બીજા સભ્યો રિક્ષામાં બેઠા હતા જ્યારે તન્વી અને કાવ્યા એક્સેસ સ્કૂટરમાં જામનગર રોડ ઉપર આવેલી હોટલે જવા નીકળ્યા હતા જ્યાં જામનગર રોડ પર જલારામ હોટલ પાસે ખાનગી બસનો ચાલક સ્કૂટરને હડફેટે લઈ નાસી છૂટ્યો હતો અને બંને બહેનો રોડ પર ફંગોળાઈ ગઈ હતી જેથી બંનેને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં સારવાર દરમ્યાન આજે તન્વીનું મોત નીપજ્યું છે. મૃતક તન્વીએ આ વર્ષે ધોરણ 10ની પરીક્ષા આપી હતી જેમાં તે નાપાસ થઈ હતી જ્યારે સારવારમાં રહેલ કાવ્યા ધોરણ 7માં અભ્યાસ કરે છે. એઇમ્સમાં નોકરીની પૂછપરછ કરવા જતી મહિલાનું સ્કૂટર સ્લીપ થતાં મોત પરા પીપળીયા વિસ્તારમાં આવેલ 25 વારિયા ક્વાર્ટરમાં રહેતી મિતલબેન રામભાઈ કશ્યપ (ઉ.વ.39) નામની પરિણીતા ગત તા.9ના રોજ સવારના 10 વાગ્યા આસપાસ પરા પીપળીયાથી એઇમ્સ હોસ્પિટલ જવાના રસ્તે પોતાનું સ્કૂટર લઈને જઈ રહી હતી ત્યારે સ્કૂટર સ્લીપ થતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલી મિતલબેન કશ્યપને સારવાર માટે એઇમ્સ બાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન મિતલબેન કશ્યપનું મોત નીપજ્યું હતું. પ્રાથમિક પૂછપરછમાં મિતલબેન છેલ્લા દોઢ માસથી પરા પીપળીયા ખાતે પ્રેમી નિલેશભાઈ ચૌહાણ સાથે રહેતી હતી. મિતલબેન કશ્યપ પોતાનું સ્કૂટર લઈ એઇમ્સ હોસ્પિટલ ખાતે નોકરીની પૂછપરછ કરવા જતી હતી ત્યારે સાથે જઇ રહેલા હીરાભાઈ (ઉ.વ.50)ના બાઈકનું હેન્ડલ મિતલબેનના સ્કૂટરના હેન્ડલ સાથે અથડાતા સ્કૂટર અને બાઈક સ્લીપ થયા હતા જેમાં મિતલબેન, હીરાભાઈ, નિલેશ ચૌહાણના માસીના દીકરા અને એક દસ વર્ષના બાળકને ઇજા પહોંચી હતી જેમાં ગંભીર રીતે ઘવાયેલા મિતલબેન કશ્યપનું મોત નીપજ્યું છે. બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. કારીગરની કારીગરી, 11 દિવસમાં 500 ગ્રામ ચાંદી ઓળવી ગયો રાજકોટના ભક્તિનગર વિસ્તારમાં સોલિયો ડિઝાઈનના નામે ચાંદીના ઘરેણા બનાવવાના કારખાનામાં નોકરી કરતા કારીગરે 11 દિવસમાં 1.30 લાખની કિંમતના ચાંદીના ઢાળ ઓળવી ગયાની ફરિયાદ એ-ડિવિઝન પોલીસમાં નોંધાઈ છે. કારખાનાના મેનેજર અશોકકુમાર વાઘમશીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, કારખાનામાં 45 લોકોનો સ્ટાફ કામ કરે છે. અહીં ચાંદીના ઘરેણા બનાવવાનું કામ થાય છે અને તેમાં અલગ-અલગ વિભાગ છે. કારખાનામાં સુજલ સંજયભાઈ સોલંકીને ચાર મહિના પહેલાં નોકરીએ રાખ્યો હતો. સુજલ દોઢેક મહિનાથી મેલ્ટીંગ વિભાગમાં કામ કરતો હતો જ્યાં તેનું કામ ચાંદીના ટુકડા તેમજ છોલમાંથી ચાંદીના ઢાળ બનાવવાનું હતું. જ્યારથી તેને મેલ્ટીંગ વિભાગમાં રાખ્યો ત્યારથી ચાંદીમાં તેની પાસે ઘટ આવતી હતી આ ઘટ 500 ગ્રામ જેટલી થઈ ગઈ હોય તે અંગે સુજલને પૂછતાં તેણે ગોળ ગોળ જવાબ આપ્યો હતો અને તેને જ ચોરી કર્યાની હકીકત સામે આવતા તેના વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવતા એ ડિવિઝન પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી છે. પિતાના મોત બાદ દીકરીએ પાર્લરમાં કામે જવાનું શરૂ કર્યું, દાદીએ ના પાડતા ફિનાઈલ ગટગટાવ્યું ઉન્નતિ કલ્પેશભાઈ રાઠોડ (ઉં.વ.18) આજે સવારે 11.30 વાગ્યાં આસપાસ પોતાના ઘરે હતી ત્યારે ફિનાઈલ પી જતા પરિવારજનોને જાણ થતા તુરંત જ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં થોડા સમય પહેલા જ ઉન્નતિના પિતા કલ્પેશભાઈનું અવસાન થયું હતું જેથી પરિવારને મદદરૂપ થવા ઉન્નતિએ પાર્લરમાં કામે જવાનું શરૂ કર્યું હતું. જોકે, તેમના દાદીએ પાર્લરમાં દીકરીને કામે જવાની ના પાડી દીધી હતી જેથી દીકરીને લાગી આવ્યું હતું અને તેણે આ પગલું ભર્યું હતું. હાલ યુવતી સારવાર હેઠળ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ છે પોલીસે તેનું નિવેદન નોંધી તજવીજ હાથ ધરી છે. ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી દારૂ ભરેલ ઈક્કો કાર ઝડપાઈ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ ટિમ ગ્રીનલેન્ડ ચોકડી ખાતે પહોંચતા ઈકો કાર નંબર જીજે.03.એનકે.3163 બેડી ગામ તરફથી રાજકોટ તરફ આવે છે અને આ ઈકો કારમાં વિદેશી દારૂ ભરેલ છે તેવી ચોક્કસ બાતમી મળતા વોચમાં હતા દરમ્યાન ઈકો કાર નીકળતા તેને અટકાવી કાર ચાલકનુ નામ પુછતા હનીફ હુસેન મંઘરા (ઉ.વ.41) હોવાનું જણાવ્યું હતું આ પછી તપાસ કરતા પાછળની સીટમાં વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની પેટીઓ જોવા મળતાં રૂ.72480 કિંમતની દારૂની 624 બોટલ, કાર અને મોબાઈલ મળી કુલ રૂ.4.82 લાખનો મુદામાલ કબ્જે કરી કાર ચાલકની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં મોરબી રોડ પર દારૂનું કટીંગ થયું હતું જેમાંથી પકડાયેલ શખ્સ દારૂ ભરી આવતો હતો અને શહેરમાં તે વેંચાણ કરવાનો હોવાની પ્રાથમિક કબૂલાત આપી હતી. હાલ પોલીસે દારૂ સપ્લાય કરનાર બુટલેગરનું નામ ખોલવા તજવીજ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ગોધરામાં 45 ખાનગી વાહનોને રૂ. 1.70 લાખનો દંડ:ST વિભાગે બસ સ્ટેશન પાસે ગેરકાયદેસર મુસાફરોનું વહન કરનારા સામે કાર્યવાહી કરી
    Next Article
    બોટાદ-બરવાળા નગરપાલિકા પ્રમુખ-ઉપપ્રમુખ પદ માટે ચૂંટણીની તારીખો જાહેર:19 મેના રોજ બપોરે નગરપાલિકાના સભાખંડમાં મતદાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment