Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરામાં 45 ખાનગી વાહનોને રૂ. 1.70 લાખનો દંડ:ST વિભાગે બસ સ્ટેશન પાસે ગેરકાયદેસર મુસાફરોનું વહન કરનારા સામે કાર્યવાહી કરી

    13 hours ago

    ગોધરા એસ.ટી. બસ સ્ટેશન પાસે ગેરકાયદેસર મુસાફરોનું વહન કરતા ખાનગી વાહનો સામે એસ.ટી. વિભાગે કડક કાર્યવાહી કરી છે. એસ.ટી. વિજિલન્સ, આર.ટી.ઓ. અને ટ્રાફિક પોલીસે સંયુક્ત ડ્રાઈવ હાથ ધરી 45 ખાનગી વાહનો સામે કાર્યવાહી કરીને કુલ રૂ. 1.70 લાખનો દંડ વસૂલ કર્યો છે. આ કાર્યવાહી ગોધરા એસ.ટી. બસ સ્ટેશન સંકુલની આસપાસ ગેરકાયદેસર રીતે મુસાફરોની હેરફેર કરીને એસ.ટી. વિભાગને આર્થિક નુકસાન પહોંચાડતા ખાનગી વાહનચાલકો વિરુદ્ધ કરવામાં આવી હતી. આ સંયુક્ત ટીમે ગેરકાયદેસર મુસાફરોનું વહન કરતા 45 જેટલા વાહનચાલકો સામે દંડનીય કાર્યવાહી કરી. એસ.ટી. નિગમની આવકને નુકસાન પહોંચાડતા અને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા છકડા, રિક્ષા અને ઈકો વાન જેવા કુલ 45 ખાનગી વાહનો સામે દંડ કરાયો. આર.ટી.ઓ. દ્વારા 15 વાહનચાલકોને કુલ રૂ. 1.38 લાખની પેનલ્ટી ફટકારવામાં આવી. જ્યારે ટ્રાફિક પોલીસે 31 વાહન માલિકો પાસેથી સ્થળ પર જ રૂ. 500 લેખે કુલ રૂ. 15,500નો દંડ વસૂલ કર્યો. આ ઉપરાંત, જરૂરી દસ્તાવેજો રજૂ ન કરનાર 9 જેટલા વાહનોને ડિટેન કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મુસાફરોની સુરક્ષા અને નિગમની આવક પર થતા આર્થિક નુકસાનને ધ્યાનમાં રાખીને આ સંયુક્ત ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. તંત્ર દ્વારા સંકેત આપવામાં આવ્યા છે કે આગામી સમયમાં પણ આ પ્રકારની ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    એક તરફ કાળઝાળ ગરમી, બીજી તરફ લાખો લીટર પાણીનો વેડફાટ:અડાજણમાં હાઈડ્રોલિક વિભાગની બેદરકારી, પાઈપલાઈનમાં ભંગાણથી રોડ પર પાણીની રેલમછેલ
    Next Article
    એઇમ્સમાં નોકરીની પૂછપરછ કરવા જતી મહિલાનું સ્કૂટર સ્લીપ થતાં મોત:જામનગર રોડ પર ખાનગી ટ્રાવેલ્સે એક્સેસને ઠોકર મારતા બે બહેનોને સારવારમાં ખસેડાઇ એકનું સારવાર દરમિયાન મોત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment