Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદની ઝડતી સ્કવોર્ડનો સુરેન્દ્રનગર સબ જેલમાં દરોડો:વિવિધ બેરેકમાંથી ચાલાકીપૂર્વક છુપાવેલા ત્રણ મોબાઈલ મળ્યા

    2 days ago

    સુરેન્દ્રનગર સબજેલમાં 12 મે 2026ના રોજ અમદાવાદની ઝડતી સ્કવોર્ડ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડા દરમિયાન જેલની વિવિધ બેરેકમાંથી ચાલાકીપૂર્વક છુપાવેલા ત્રણ મોબાઈલ ફોન મળી આવ્યા હતા. ઝડતી સ્કવોર્ડ દ્વારા સવારે 9:15 થી 11:00 કલાક દરમિયાન તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન, બેરેક નંબર 3માં સંડાસની પારી ઉપરથી એક લાલ/સિલ્વર કલરનો કીપેડ મોબાઈલ મળી આવ્યો હતો. આ ઉપરાંત, બેરેક નંબર 2-અ માં ટીવી સ્ટેન્ડની નીચે જમીનમાં ખાડો કરીને છુપાવેલો ગોલ્ડન કલરનો મોબાઈલ એક ચાલુ સીમકાર્ડ સાથે ઝડપાયો હતો. બેરેક નંબર 2-બ માં દિવાલમાં પીવીસી પાઈપ પાસે ખાડો કરી છુપાવેલો ગુલાબી કલરનો કીપેડ મોબાઈલ મળી આવ્યો હતો. આ મામલે ઝડતી સ્કવોર્ડના જેલર દેવશીભાઈ રણમલભાઈ કરંગીયાએ ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદથી ધોલેરા 30 મિનિટમાં પહોંચાશે:ઉદ્યોગો, રોકાણકારો અને વેપાર માટે ગેમચેન્જર સાબિત થશે; 20,665 કરોડના સેમી હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટને કેન્દ્રની મંજૂરી
    Next Article
    ‘સુડા સાંસ્કૃતિક રેસીડેન્સી’ના રહીશોનો ગેસ કનેક્શન મુદ્દે રોષ:3 મહિનાનું કામ 6 મહિને પણ અધૂરું, કોન્ટ્રાક્ટરે કામ અધવચ્ચે છોડ્યું;પરિવારોએ ફોર્મ ભર્યાં છતાં ગેસ કનેક્શન નહીં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment