Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ‘વર્ક ફ્રોમ હોમ’ મોડલ પર વિચારણા:બાવળિયાએ કહ્યું- ખાનગી કંપનીઓ અને એસોસિયેશનો સાથે પણ બેઠક યોજીશું; પેટ્રોલ-ડીઝલ બચાવવા સરકાર સક્રિય

    16 hours ago

    રાજ્ય સરકાર દ્વારા ખર્ચમાં ઘટાડો અને ઈંધણ બચત માટે મહત્વપૂર્ણ આયોજન પર વિચારણા શરૂ કરવામાં આવી છે. મુખ્યમંત્રી તથા નાયબ મુખ્યમંત્રીના આઉટડોર સરકારી કાર્યક્રમો હવે વધુ પ્રમાણમાં વર્ચ્યુઅલ રીતે યોજાય તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. ખાસ કરીને હેલિકોપ્ટરના ઉપયોગમાં ઘટાડો કરીને પેટ્રોલ-ડીઝલ અને એવિએશન ફ્યુઅલની બચત કરવાનો સરકારનો પ્રયાસ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. સરકારી કાર્યક્રમોને ડિજિટલ માધ્યમથી આયોજિત કરવા અંગે ઉચ્ચ સ્તરે ચર્ચા ચાલી રહી છે, જેથી સમય અને ખર્ચ બંનેમાં ઘટાડો થઈ શકે. ‘વર્ક ફ્રોમ હોમ’ કલ્ચરને પ્રોત્સાહન આપવા પ્રયાસ રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલના વધતા વપરાશ વચ્ચે હવે સરકાર વિવિધ સ્તરે બચત માટે નવા વિકલ્પો પર વિચારણા કરી રહી છે. આ મુદ્દે શ્રમ અને રોજગાર મંત્રીએ મહત્વપૂર્ણ નિવેદન આપતાં જણાવ્યું હતું કે, કોર્પોરેટ સેક્ટરમાં શક્ય હોય ત્યાં સુધી ‘વર્ક ફ્રોમ હોમ’ કલ્ચરને પ્રોત્સાહન આપવા માટે પ્રયાસ કરવામાં આવશે. ખાનગી કંપનીઓ અને એસોસિયેશનો સાથે બેઠક યોજીને ચર્ચા કરાશે મંત્રીએ જણાવ્યું કે, અનેક ખાનગી કંપનીઓ અને એસોસિયેશનો સાથે બેઠક યોજીને આ અંગે ચર્ચા કરવામાં આવશે અને ત્યારબાદ યોગ્ય નિર્ણય લેવામાં આવશે. ખાસ કરીને મોટા શહેરોમાં રોજિંદા ઓફિસ જવા-આવવાના કારણે પેટ્રોલ અને ડીઝલનો વ્યાપક ઉપયોગ થાય છે, જેને ઘટાડવા માટે ઓનલાઈન કાર્ય પદ્ધતિ અસરકારક બની શકે છે. સરકારી-ખાનગી ક્ષેત્રે શક્ય હોય ત્યાં ડિજિટલ માધ્યમથી કામકાજ વધારવા ભાર મુકાશે તેમણે વધુમાં કહ્યું કે, સરકાર દ્વારા ઈંધણ બચત માટે સતત પ્રયાસો ચાલી રહ્યા છે અને વિવિધ વિભાગોને પણ જરૂરી સૂચનાઓ આપવામાં આવી રહી છે. સરકારી અને ખાનગી ક્ષેત્રે શક્ય હોય ત્યાં ડિજિટલ માધ્યમથી કામકાજ વધારવા પર ભાર મુકવામાં આવશે. તમામ નિર્ણયોમાં પ્રોટોકોલ અને વહીવટી નિયમોનું સંપૂર્ણ પાલન કરાશે શ્રમ અને રોજગાર મંત્રીએ સ્પષ્ટ કર્યું કે, તમામ નિર્ણયોમાં પ્રોટોકોલ અને વહીવટી નિયમોનું સંપૂર્ણ પાલન કરવામાં આવશે. સાથે જ ઉદ્યોગો અને કર્મચારીઓ બંનેને અનુકૂળ રહે તે રીતે આયોજન કરવામાં આવશે. સરકારના આ સંકેતોને કારણે આગામી સમયમાં કોર્પોરેટ ક્ષેત્રમાં ફરી એકવાર ‘વર્ક ફ્રોમ હોમ’ મોડલને પ્રોત્સાહન મળવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. આ સમાચાર અપડેટ કરી રહ્યા છીએ
    Click here to Read More
    Previous Article
    અખિલેશના નાના ભાઈ પ્રતીકનું નિધન:ડોક્ટરોએ કહ્યું- હોસ્પિટલ પહોંચતા પહેલા ધબકારા બંધ થઈ ગયા હતા, પત્ની અપર્ણા ગુવાહાટીથી પહોંચી
    Next Article
    NEET પરીક્ષાના પેપર લીક મામલે વિરોધ:ગુજરાત યુનિવર્સિટી બહારના રોડ પર NSUIએ શિક્ષણમંત્રીનું પૂતળું બાળ્યું, વિરોધકર્તાઓની પોલીસે અટકાયત કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment