Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    NEET પરીક્ષાના પેપર લીક મામલે વિરોધ:ગુજરાત યુનિવર્સિટી બહારના રોડ પર NSUIએ શિક્ષણમંત્રીનું પૂતળું બાળ્યું, વિરોધકર્તાઓની પોલીસે અટકાયત કરી

    16 hours ago

    NEETની પરીક્ષાનું પેપર લીક થતા જ દેશભરમાં વિધાર્થીઓ અને વાલીમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં NSUI દ્વારા પણ NEET પરીક્ષાના પેપર લીક મામલે વિરોધ કરવામાં આવ્યો હતો. ગુજરાત યુનિવર્સિટી બહાર NSUIના કાર્યકરો વિરોધ કરી રહ્યા હતા જેમની પોલીસે અટકાયત કરવામાં રહી ત્યાં સામે NSUIના અન્ય કાર્યકરોએ શિક્ષણમંત્રીનું પૂતળું દહન કરી દીધું હતું. ગુજરાત યુનિ. બહારના રોડ પર પૂતળા દહન NSUI દ્વારા આજે ગુજરાત યુનિવર્સિટી બહાર વિરોધ કરવામાં આવ્યો હતો. કાર્યકરો દ્વારા સુત્રોચાર પણ કર્યાં હતા. કેટલાક કાર્યકરોએ તો રસ્તો બંધ કરીને વિરોધ કરવાનું શરૂ કર્યું હતું. જો કે સ્થાનિક પીઆઈ અને સ્ટાફ દ્વારા વિરોધકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી. આ અટકાયત દરમિયાન સામેના રોડ પર જ NSUIના કાર્યકરો દ્વારા શિક્ષણમંત્રીના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. રાજ્યમાં આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી સ્થાનિક પીઆઇ સિવાય બહારથી આવેલા એક પીઆઇ પણ હાજર હતા પરંતુ આ પીઆઇની સામે જ કાર્યકરોએ પૂતળું દહન કર્યું છતાં પીઆઈએ અટકાયત ન કરતા સ્થાનિક પીઆઇએ અટકાયત કરવા જવું પડ્યું હતું. NSUI નેતા ચિરાગ દરજીએ જણાવ્યું હતું કે NTA દ્વારા જવાબદાર સામે પગલાં લેવામાં આવે તેવી અમારી માંગ છે. જો NTA કાર્યવાહી ન કરે તો આગામી દિવસમાં સમગ્ર રાજ્યમાં આંદોલન કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    ‘વર્ક ફ્રોમ હોમ’ મોડલ પર વિચારણા:બાવળિયાએ કહ્યું- ખાનગી કંપનીઓ અને એસોસિયેશનો સાથે પણ બેઠક યોજીશું; પેટ્રોલ-ડીઝલ બચાવવા સરકાર સક્રિય
    Next Article
    Suvendu Adhikari Keeps Bhabanipur Seat, Vacates Nandigram After Winning Both

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment