Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડાલી પોલીસે હિટ એન્ડ રન કેસ ઉકેલ્યો:પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ફરાર ઈકો ગાડીના ચાલકને ઝડપ્યો

    16 hours ago

    વડાલી પોલીસે વડાલી-ખેડબ્રહ્મા હાઈવે પર થયેલા હિટ એન્ડ રન કેસનો ભેદ ઉકેલી કાઢ્યો છે. આ અકસ્માતમાં એક 16 વર્ષીય કિશોરનું મોત થયું હતું. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ફરાર ઈકો ગાડીના ચાલકને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના 25 એપ્રિલ, 2026ના રોજ સાંજે આશરે 7 વાગ્યાના સુમારે વડાલીના વિવાઈ પાટિયા પાસે આવેલી હોટલ સમ્રાટ નજીક હાઈવે પર બની હતી. દીપકભાઈ રણછોડભાઈ ડાભી પોતાની સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ પર જીગરભાઈ બુંબડિયાને બેસાડીને જઈ રહ્યા હતા. તે દરમિયાન પાછળથી પૂરઝડપે અને બેફામ રીતે આવી રહેલી સફેદ રંગની ઈકો ગાડી (નંબર GJ-01-RH-7865) એ મોટરસાયકલને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે જીગરભાઈ રોડ પર પટકાયા હતા અને તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જી ઈકો ગાડીનો ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. ગંભીર રીતે ઘાયલ જીગરભાઈને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું કરુણ મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં શોક અને રોષની લાગણી વ્યાપી ગઈ હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સાબરકાંઠા જિલ્લા પોલીસ વડાએ આરોપીને સત્વરે ઝડપી પાડવા સૂચના આપી હતી. જેના અનુસંધાને વડાલી પોલીસ સ્ટેશનના પી.આઈ. ડી.આર. પઢેરીયાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે તપાસ હાથ ધરી હતી. પોલીસે હાઈવે પર લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસ્યા હતા અને સ્થાનિક બાતમીદારોને સક્રિય કરી ગાડીના નંબર અને મોડલ અંગે માહિતી એકત્રિત કરી હતી. સતત દિવસ-રાતની મહેનત અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે હિટ એન્ડ રન સર્જનાર ઈકો ગાડીને શોધી કાઢી હતી. આ કેસમાં પોલીસે ઈકો ગાડીના ચાલક રજાકભાઈ નુરભાઈ મનસુરી (રહે. વડાલી) ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની આ ઝડપી અને કાર્યક્ષમ કામગીરીને લોકો દ્વારા સરાહના મળી રહી છે.
    Click here to Read More
    Previous Article
    AMCમાં એકપણ EV નહીં, કોન્ટ્રાક્ટ પૂર્ણ થતાં ધૂળ ખાય છે:PMની અપીલ છતાં કોર્પોરેશન માત્ર પેટ્રોલ અને ડીઝલની જ ગાડીઓ દોડાવે છે
    Next Article
    નવસારી નજીક ટેકનિકલ ખામી સર્જાતા હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ:નિરમા ગ્રુપના સંચાલકના પૌત્ર સહિત 5 લોકો સવાર હતા, પાયલટની સમયસૂચકતાથી મોટી દુર્ઘટના ટળી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment