Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડિજિટલ દુનિયાના ગુનેગારો સાવધાન!:મલ્હાર ઠાકરની ફિલ્મ ‘ધરપકડ’નું પાવરફુલ ટાઈટલ ટ્રેક ‘છળકપટની ધરપકડ’ રિલીઝ

    21 hours ago

    ગુજરાતની પ્રથમ ‘ડિજિટલ અરેસ્ટ’ સ્કેમ પર આધારિત ફિલ્મ ‘ધરપકડ’ સમાચારોમાં ચમકી છે. ફિલ્મના ટ્રેલર બાદ હવે તેનું ધમાકેદાર રેપ સોન્ગ ‘છળકપટની ધરપકડ’ રિલીઝ કરી દેવામાં આવ્યું છે. આ ગીત રિલીઝ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યું છે. રેપ સ્ટાઈલમાં સાયબર ક્રાઈમનો પર્દાફાશ આ ટાઈટલ ટ્રેક ખાસ ‘રેપ’ ફોર્મેટમાં તૈયાર કરવામાં આવ્યું છે. ગીતના શબ્દો એટલા ધારદાર છે કે તે સાયબર ગુનાખોરીની કાળી દુનિયા અને તેમાં ફસાયેલા નિર્દોષ લોકોની લાચારીને આબેહૂબ રજૂ કરે છે. ડિજિટલ યુગમાં કઈ રીતે લોકોની અંગત માહિતી ચોરી કરી તેમને ‘ડિજિટલ અરેસ્ટ’ના નામે બ્લેકમેલ કરવામાં આવે છે, તે આ ગીતનો મુખ્ય સાર છે. ગીતની ટીમ વિશે વાત કરીએ તો મ્યુઝિક આર્યન સૌરવ, સિંગર જપજી અને કો-સિંગર જપજી, ધ ઇન્ડિયન કોરલ એન્સેમ્બલ અને પ્રતિકા છે. મનોરંજન સાથે જાગૃતિનો સંદેશ ડિરેક્ટર અનિશ શાહની આ ફિલ્મ માત્ર એક ક્રાઈમ થ્રિલર નથી, પરંતુ સ્માર્ટફોન વાપરતા દરેક યુઝર માટે એક ચેતવણી સમાન છે. ફિલ્મમાં મલ્હાર ઠાકર અને શ્રુહદ ગોસ્વામી મુખ્ય ભૂમિકામાં છે. આ ગીત ફિલ્મના રહસ્યમય અને રોમાંચક વાતાવરણમાં વધારો કરે છે. ક્યારે રિલીઝ થશે ફિલ્મ? ઇન્દિરા મોશન પિક્ચર્સ અને નવેબર ફિલ્મ્સ દ્વારા નિર્મિત આ ફિલ્મમાં પ્રશાંત બારોટ જેવા અનુભવી કલાકારો પણ મહત્વના રોલમાં જોવા મળશે. ‘ધરપકડ’ આગામી 15 મે, 2026ના રોજ ગુજરાતભરના સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. જુઓ સંપૂર્ણ ગીત:-
    Click here to Read More
    Previous Article
    દિલજીત દોસાંઝના મેનેજરના ફાર્મ હાઉસ પર ફાયરિંગ:ઘટનાસ્થળેથી બે ખાલી કારતૂસ મળી આવ્યા; લોરેન્સ ગેંગે ગોળીબારની જવાબદારી સ્વીકારી
    Next Article
    સોના પરની ઈમ્પોર્ટ ડ્યુટીમાં વધારો થતા દાગીનાની ખરીદીમાં ઘટાડો:50 ગ્રામ નેકલેસ લેનારા હવે માત્ર બે તોલામાં પતાવે છે પ્રસંગ, કારીગરોની રોજીરોટી બચાવવા રિસાયકલ ગોલ્ડ પર આધાર

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment