Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બિરેન વૈષ્ણવ બન્યા ગુજરાતના નવા લોકાયુક્ત:રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે અપાવ્યા શપથ, ગુજરાત હાઈકોર્ટેમાં સિનિયર જજ તરીકે આપી ચૂક્યા છે સેવા

    21 hours ago

    ગાંધીનગરના લોકભવન ખાતે બુધવારે ગુજરાતના નવા લોકાયુક્ત તરીકે નિવૃત્ત ન્યાયમૂર્તિ બિરેન વૈષ્ણવે શપથ લીધા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ તેમને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. રાજ્યના વહીવટી અને કાનૂની ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ મનાતી આ શપથવિધિ ગરિમામય માહોલમાં યોજાઈ હતી. સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, મંત્રીમંડળના સભ્યો તેમજ રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ નવનિયુક્ત લોકાયુક્ત બિરેન વૈષ્ણવને શુભેચ્છા પાઠવી હતી. બિરેન વૈષ્ણવ ગુજરાત હાઈકોર્ટના નિવૃત જજ ગુજરાત હાઈકોર્ટના સિનિયર જજ તરીકે સેવા આપી ચૂકેલા બિરેન વૈષ્ણવ કાનૂની ક્ષેત્રે લાંબા અનુભવ ધરાવે છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશન અનુસાર તેમની નિમણૂક ગુજરાત લોકાયુક્ત અધિનિયમ-1986 હેઠળ પાંચ વર્ષ માટે કરવામાં આવી છે. લોકાયુક્તની ભૂમિકા રાજ્યમાં તંત્ર સામેની ફરિયાદો, ભ્રષ્ટાચાર સંબંધિત મુદ્દાઓ અને વહીવટી ગેરરીતિઓની તપાસમાં લોકાયુક્ત સંસ્થા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. નવા લોકાયુક્તની નિમણૂક બાદ પડતર ફરિયાદોની તપાસ અને કાર્યવાહી પ્રક્રિયામાં વધુ ઝડપ આવવાની અપેક્ષા વ્યક્ત થઈ રહી છે.
    Click here to Read More
    Previous Article
    Prateek Yadav Death: प्रतीक के घर पहुंची पुलिस | Aparna Yadav | Prateek Yadav News
    Next Article
    અમરેલીએ ગરમી પકડી, પારો 44.5°C પહોંચ્યો:આજે બે જિલ્લામાં ઓરેન્જ તો નવ જિલ્લામાં યલો એલર્ટ; ત્રણ જિલ્લામાં ગરમી 44 ડિગ્રીને પાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment