Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલીએ ગરમી પકડી, પારો 44.5°C પહોંચ્યો:આજે બે જિલ્લામાં ઓરેન્જ તો નવ જિલ્લામાં યલો એલર્ટ; ત્રણ જિલ્લામાં ગરમી 44 ડિગ્રીને પાર

    23 hours ago

    ગુજરાત અગનભઠ્ઠી બન્યુ હોય તેમ બપોરના સમયે બહાર નીકળવું પણ મુશ્કેલી બન્યું છે. આ સિઝનમાં ગરમીનો પારો 45.5°C સુધી પહોંચી ગયો છે. 12 મેને મંગળવારે અમરેલી અમદાવાદ અને સુરેન્દ્રનગરને પાછળ છોડીને રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું. અમરેલીનું મહત્તમ તાપમાન 44.5°C નોંધાયું હતું, જે સામાન્ય કરતા 3.7°C વધારે છે. જ્યારે અમદાવાદમાં મહત્તમ તાપમાન 44.4°C નોંધાયું હતું, જે સામાન્ય કરતા +2.8°C વધારે છે. તો વડોદરામાં પણ મહત્તમ તાપમાન સામાન્ય કરતા 3.5°C વધારે નોંધાયું હતું. છેલ્લા 24 કલાકના રાજ્યના હવામાનની વાત કરીએ સૌરાષ્ટ્ર-કચ્છ તેમજ દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં હવામાન સૂકું રહ્યું છે. દક્ષિણ ગુજરાતના સુરતમાં છૂટાછવાયા સ્થળોએ 'સિવિયર હીટવેવ' (અતિ પ્રબળ ગરમી) નોંધાઈ છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છના સુરેન્દ્રનગર, કેશોદ, કંડલા એરપોર્ટ અને દીવમાં પણ હીટવેવની સ્થિતિ રહી હતી. રાજ્યના કેટલાક ભાગોમાં તાપમાન સામાન્ય કરતા ઘણું ઊંચું રહ્યું છે. નવ જિલ્લામાં ગરમી 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ, આજે અમદાવાદમાં 44°C, ગાંધીનગરમાં 44° C, સુરતમાં 42°C, રાજકોટમાં 44°C, વડોદરામાં 44°C, અમરેલીમાં 45°C, ભૂજમાં 43°C અને ડીસામાં 43°C મહત્તમ તાપમાન નોંધાઈ શકે છે. આગામી 7 દિવસ માટે હવામાનની આગાહી હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 19 મે, 2026 (સવારના 08:30 વાગ્યા સુધી) સમગ્ર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં હવામાન સૂકું રહેવાની શક્યતા છે. આગામી 3 દિવસ સુધી મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થશે નહીં, પરંતુ ત્યારબાદ તાપમાનમાં 2-4°Cનો ઘટાડો થવાની સંભાવના છે. આગામી 3 દિવસ દરમિયાન તાપમાન 41-45°Cની વચ્ચે રહી શકે છે. આગામી બે દિવસ હીટવેવ, એલર્ટ જારી આગામી દિવસોમાં બે દિવસ હીટવેવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી બે દિવસ (13-14 મે) કચ્છ અને સુરેન્દ્રનગર જિલ્લામાં 'ઓરેન્જ એલર્ટ' જાહેર કરાયું છે. આ સિવાય સૌરાષ્ટ્રના દ્વારકા, રાજકોટ, બોટાદ, અમરેલી અને ગુજરાત પ્રદેશના બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર, વડોદરા, સુરત અને અમદાવાદ જેવા વિસ્તારોમાં 'યલો એલર્ટ' આપવામાં આવ્યું છે. પવનની સ્થિતિની વાત કરીએ તો, દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં 15થી 20 નોટ્સની ગતિએ પવન ફૂંકાશે, જેની ઝડપ 25 નોટ્સ સુધી પહોંચી શકે છે. અમદાવાદમાં આકાશ સ્વચ્છ રહેશે અને તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાનું અનુમાન છે.
    Click here to Read More
    Previous Article
    બિરેન વૈષ્ણવ બન્યા ગુજરાતના નવા લોકાયુક્ત:રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે અપાવ્યા શપથ, ગુજરાત હાઈકોર્ટેમાં સિનિયર જજ તરીકે આપી ચૂક્યા છે સેવા
    Next Article
    બદલીની મિનિટોમાં જ સર્જાયો અજીબ જોગાનુજોગ:ગાંધીનગર મનપામાં કમિશનરની બદલી ટાણે જ કચેરીના પોપડા ઉખડ્યા, નવા કમિશનર જે.એસ.પ્રજાપતિ સામે પોલમપોલ ડામવાનો પડકાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment