Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગ્રાહક સુરક્ષાની જીત અને વીમા કંપનીઓની બેદરકારી:વીમા કંપનીઓની મનસ્વી કપાત સામે ગ્રાહક કમિશનના સીમાચિહ્નરૂપ ચુકાદાઓ

    1 day ago

    ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખે જણાવ્યું હતું કે, વીમા કંપનીઓ ઘણીવાર ક્લેઈમ પ્રોસેસ કરવામાં 'સેવામાં ખામી' અને 'અનફેર ટ્રેડ પ્રેક્ટિસ' આચરે છે. ખાસ કરીને સિનિયર સિટીઝન દર્દીઓ આવી કંપનીઓનો ભોગ બનતા હોય છે. તાજેતરમાં અમદાવાદ ગ્રાહક કમિશન દ્વારા ઓરિએન્ટલ ઈન્સ્યોરન્સ કંપની વિરુદ્ધ ચાર અલગ-અલગ કેસોમાં ફરિયાદીઓની તરફેણમાં ગુણવત્તાલક્ષી ચુકાદાઓ આપી ન્યાય અપાવ્યો છે. કેસ 1: અધૂરી રકમ અને ગેરકાયદેસર કપાત અમદાવાદના સિનિયર સિટીઝન ભાગ્યેશભાઈ પંડિતે હૃદયરોગની સારવાર માટે રૂ. 5,25,516/- નો ખર્ચ કર્યો હતો. તેમની પાસે રૂ. 15 લાખનો વીમો હોવા છતાં, કંપનીએ રૂમ રેન્ટ અને કેપિંગના બહાને માત્ર રૂ. 2,62,003/- જ ચૂકવ્યા હતા. કમિશને આ કપાતને ગેરકાયદેસર ઠરાવી, બાકી રહેતી રૂ. 2,36,655/- ની રકમ 9% વ્યાજ અને રૂ. 8,000/- ના વધારાના ખર્ચ સાથે ચૂકવવાનો વીમા કંપનીને આદેશ આપ્યો છે. કેસ 2:સર્જરીના ક્લેઈમમાં મનસ્વી નિર્ણયો મહિલા દર્દી પન્નાબેન દ્વારા કરવામાં આવેલી સર્જરીના રૂ. 1,56,428/- ના ખર્ચ સામે વીમા કંપનીએ 'રીઝનેબલ ચાર્જીસ' ના નામે માત્ર રૂ. 1,06,560/- ચૂકવીને રૂ. 59,868/- ની કપાત કરી હતી. કમિશને આને અનૈતિક વ્યાપારી રીતરસમ ગણાવીને દર્દીને આર્થિક નુકસાનીમાંથી મુક્ત કરવા ચુકાદો આપ્યો હતો. કેસ 3: હોસ્પિટલના દર અંગે કમિશનનું અવલોકન મોતિયાના ઓપરેશનના રૂ. 90,800/- ના ખર્ચ સામે કંપનીએ માત્ર રૂ. 50,000/- મંજૂર કર્યા હતા. આ કેસમાં ગ્રાહક કમિશને મહત્વનું અવલોકન કર્યું કે, દરેક હોસ્પિટલના ડોક્ટરની કુશળતા અને સુવિધાઓ અલગ-અલગ હોય છે, તેથી વીમા કંપની 'Reasonable Ground' ના નામે ક્લેઈમ ઘટાડી ન શકે. સમ ઈન્સ્યોર્ડની મર્યાદામાં પૂરેપૂરું વળતર મેળવવો ગ્રાહકનો અધિકાર છે. કેસ 4: દસ્તાવેજોના બહાને ક્લેઈમ નકારવાની વૃત્તિ શ્વેતાબેનના કિસ્સામાં તમામ જરૂરી મેડિકલ પેપર્સ અને ડિસ્ચાર્જ સમરી સબમિટ કરવા છતાં, વીમા કંપની બિનજરૂરી દસ્તાવેજો માંગીને હેરાનગતી કરતી હતી અને ક્લેઈમ નકાર્યો હતો. વર્ષોની કાનૂની લડત બાદ, કમિશને કંપનીને રૂ. 58,000/- વ્યાજ અને ખર્ચ સાથે ચૂકવવાનો હુકમ કરી મહિલા દર્દીને ન્યાય અપાવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં ગુજરાતના બોલર્સે તરખાટ મચાવ્યો:હૈદરાબાદના ટીમ હારવાની નજીક પહોંચી, ટીમે 72 રનમાં 8 વિકેટ ગુમાવી; હોલ્ડરે ત્રીજી વિકેટ લીધી
    Next Article
    અમદાવાદમાં ગુજરાતના બોલર્સે તરખાટ મચાવ્યો:હૈદરાબાદના 60 રનમાં 7 વિકેટ ગુમાવી દીધી; રબાડાએ 3 વિકેટ ઝડપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment