Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચૂઈ ગેંગે જેલમાંથી છૂટ્યા બાદ ફરી ગેંગ બનાવી ધમકી આપી:આરોપી કૃણાલ કહારે ગેંગ સાથે ધમકીભર્યો વીડિયો વાયરલ કર્યો, પહેલા કહ્યું: જંગલ કે શોર કર દો, વો સારે મારે જાયેંગે, પછી કાન પકડીને માફી માંગી

    1 day ago

    વડોદરા શહેરમાં ગુનેગારો ફરી એકવાર સોશિયલ મીડિયા મારફતે ખૌફ ફેલાવતા નજરે પડ્યા છે. ગુજસીટોક હેઠળનો ચૂઇ ગેંગના આરોપી કૃણાલ કહારે પોતાની ગેંગ સાથે ધમકીભર્યા વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. જેલમુક્ત થયા બાદ કુણાલ કહારે સોશિયલ મીડિયામાં ભાઈગીરી દર્શાવતા વીડિયો પોસ્ટ કર્યા હતા. જેમાં કહે છે કે, જંગલ કે શોર કર દો જાકે, વો સારે મારે જાયેંગે, જો આપને આપ કો શિકારી બતા રહે હૈ, હમારા વનવાસ ખતમ હો ચુકા હૈ લાલા, હમ રણ ભૂમિ ને વાપસ આ ગયે હૈ. વીડિયોમાં ગેંગ સાથે દેખાઈ ધાક જમાવવાનો પ્રયાસ કરાયો હતો. વીડિયો વાયરલ થતા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને કુણાલ કહારને ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ પોલીસ સમક્ષ કાન પકડી ઉઠક-બેઠક કરાવી તેની પાસે માફી મંગાવવામાં આવી હતી. આરોપી કુણાલ કહારે કાન પકડીને માફી માંગતા જણાવ્યું હતું કે, સાહેબ, જે વીડિયો અત્યારે ચર્ચામાં છે તે ઘણો જૂનો છે. મેં ભૂતકાળમાં તે વીડિયો બનાવ્યો હતો, પરંતુ હવે મને મારી ભૂલનો અહેસાસ થયો છે. હું ખાતરી આપું છું કે આજ પછી હું ક્યારેય પણ આવી કોઈ ભૂલ નહીં કરું કે આવો કોઈ વિવાદાસ્પદ વીડિયો નહીં બનાવું. મેં જે કંઈ પણ કર્યું છે તેના માટે હું દિલથી માફી માંગું છું. હું કાન પકડીને સ્વીકારું છું કે મારાથી ભૂલ થઈ છે. હું ફરી એકવાર ખાતરી આપું છું કે બીજી વખત આવી કોઈ ભૂલનું પુનરાવર્તન નહીં થાય. ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં ખૂન, હત્યાની કોશિશ, ખંડણી, મારામારી, દારૂની હેરાફેરી જેવા 128 ગુના આચરનાર સૂરજ ઉર્ફે ચૂઇ રમણભાઇ કહારે પોતાના મોટાભાઇ કૃણાલ કહાર સાથે મળી ચૂઇ ગેંગ બનાવી હતી. આ ચૂઇ ગેંગે છેલ્લા 10 વર્ષમાં 128 ગુના આચર્યા હતા. જે પૈકી પોલીસે 64 ગુનાને ધ્યાનમાં લઇ તપાસ હાથ ધરતા આ ગેંગના કુલ સાત સાગરિતો સંગઠીત થઇ ગુનાખોરી આચરતા હતા. પોલીસ તંત્ર દ્વારા તેમની ધરપકડ અને પાસા જેવા અટકાયતી પગલાં ભરવા છતાં આ ટોળકીએ ગુના આચરવાનું છોડ્યું ના હતું તેમજ જેલમુક્ત થતાં જ ફરી ગુના આચરતા હોવાથી તેમની ગુનાહિત પ્રવૃત્તિ ઉપર અંકુશ મેળવવા ગુના શોધક શાખાએ ચૂઇ ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરવા પોલીસ કમિશ્નર પાસે મંજૂરી માંગી હતી. વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ચૂઇ ગેંગ સામે પાણીગેટ પોલીસ મથકે ગુનો દાખલ કરાવ્યો હતો. જેની તપાસ મદદનીશ પોલીસ કમિશ્નર ડી.જે. ચાવડાએ સંભાળી લઇ અગાઉ પાંચ આરોપીની ધરપકડ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    મહીસાગરમાં 47 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપાયો:પોષ ડોડાનો જથ્થો જપ્ત, આરોપી ફરાર, પોલીસ તપાસ ચાલુ
    Next Article
    5 દિવસ પહેલા હત્યા મામલે મોટો ખુલાસો:એક તરફી પ્રેમમાં યુવકે સાથે કામ કરતા યુવતીના પિતાને કાતરના ઘા મારી હત્યા કરી હતી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment