Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ત્રિપલ માર્ડર કેસમાં શૈલેષ ખાંભલા સામે ચાર્જફ્રેમ:સ્પેશિયલ પી.પી. તરીકે ઉત્પલ દવેની નિમણૂક, પત્ની અને સંતાનોની હત્યા કરી લાશને દાટી દીધી હતી

    1 day ago

    ભાવનગર સહિત ગુજરાતભરમાં ચકચાર જગાવનાર ત્રિપલ મર્ડર કેસમાં ફોરેસ્ટ અધિકારી સામે ચાર્જ ફ્રેમ કરાયા છે. ફોરેસ્ટ વિભાગમાં ACF તરીકે ફરજ બજાવતા શૈલેષ ખાંભલા તેની જ પત્ની, પુત્ર અને પુત્રીની હત્યા નિપજાવી પોતાના જ ક્વાર્ટરમાં ખાદો ખોદી દાટી દીધા હતા. ત્રિપલ મર્ડર કેસમાં શૈલેષ ખાંભલા વિરુદ્ધ 1500થી વધુ સજ્જડ પુરવાઓ એકત્ર કર્યા બાદ 12 ફેબ્રુઆરીએ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ આજે ચાર્જફ્રેમ કરી ટ્રાયલની શરૂઆત કરવામાં આવી છે. ચકચારી કેસમાં સ્પેશિયલ પી.પી. તરીકે ઉત્પલ દવેની નિમણૂક સમગ્ર ગુજરાતમાં ચકચાર મચાવનાર ACFના પરિવારના ત્રિપલ હત્યા કેસમાં પોલીસ દ્વારા ચાર્જશીટ રજૂ કરાયા બાદ, બીજી મુદતે આજરોજ ભાવનગર ડિસ્ટ્રિકટ કોર્ટમાં ACF શૈલેષ ખાંભલા હત્યા કેસની ચાર્જ ફ્રેમ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ત્યારે કાર્યવાહી માટે શૈલેષ ખાંભલાને કડક સુરક્ષા વચ્ચે કોર્ટમાં હાજર કરાયો હતો, તેમજ રાજય સરકાર દ્વારા સ્પેશિયલ પી.પી તરીકે એડવોકેટ ઉત્પલ દવેની નિમણુક કરવામાં આવી છે. ત્યારે આજરોજ શૈલેશ ખાંભલાની બીજી મુદતે ડિસ્ટ્રીકટ કોર્ટ ખાતે રબારી સમાજના આગેવાનો ઉપસ્થિતિ રહ્યા હતા.આ હાઈપ્રોફાઈલ હત્યાકાંડમાં કાયદાકીય જંગ અને ન્યાયિક લડાઈનો વિધિવત પ્રારંભ થયો છે. અમારી માગ છે કે આરોપીને ફાંસીથી ઓછી સજા થવી જોઈએ નહીં- ગોવિંદ આલ આ બનાવ અંગે રબારી સમાજના પ્રમુખ ગોવિંદભાઇ આલે જણાવ્યું હતું કે, ​આજરોજ શૈલેષ ખાંભલાની ડિસ્ટ્રીકટ કોર્ટમાં મુદત હતી. અમે બધા આગેવાનો હાજર રહ્યા હતા. ત્રણેય મૃતદેહોનું પીએમ કરનાર તબીબને 26મીએ હાજર રહેવા આદેશ કરાયો છે. આ તકે અમે સરકારનો અમે આભાર માનીએ છીએ. કારણ કે અમારી જે માંગણી હતી કે સ્પેશિયલ પી.પી તરીકે ઉત્પલભાઈ દવેની જે નિમણૂક કરી છે. અમને વિશ્વાસ આપવામાં આવ્યો છે કે, આ કેસ રેગ્યુલર ચાલશે અને ઝડપી પૂર્ણ કરવામાં આવશે. અમારી રબારી સમાજની અને બધા સમાજની એવી માંગ છે કે આને ફાંસીની સજા થવી જોઈએ. આનાથી ઓછી સજા ન થવી જોઈએ.
    Click here to Read More
    Previous Article
    Tamil Nadu CM Vijay Thalapathy LIVE : Thalapathy Vijay सरकार का बड़ा ऐलान | | Liquor Shop
    Next Article
    ગુજરાત યુનિવર્સિટીનો કાર પુલિંગનો નિર્ણય, PMની અપીલની અસર:સૌ પહેલા સરકારી યુનિવર્સિટી આગળ આવી, સાંજ સુધીમાં પરિપત્ર જાહેર કરશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment