Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાત યુનિવર્સિટીનો કાર પુલિંગનો નિર્ણય, PMની અપીલની અસર:સૌ પહેલા સરકારી યુનિવર્સિટી આગળ આવી, સાંજ સુધીમાં પરિપત્ર જાહેર કરશે

    1 day ago

    પીએમ મોદીના વર્ક ફ્રોમ હોમ અને પેટ્રોલ ડીઝલના વપરાશ મુદ્દેના નિવેદન બાદ ગુજરાત યુનિવર્સિટી દ્વારા કાર પુલિંગનો નિર્ણય કરવામાં આવ્યો છે.આ નિર્ણયથી ઇંધણની બચત થશે. ગુજરાત યુનિવર્સિટીમાં હાલ વર્ક ફ્રોમ હોમની કોઈ વ્યવસ્તા નથી. પરંતુ કાર પુલિંગનો નિર્ણય છે જે અંગે સત્તાવાર પરિપત્ર પણ કરવામાં આવશે. આ અંગે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ નીરજા ગુપ્તાએ જણાવ્યું હતું કે વડાપ્રધાનની ઇંધણ બચાવવાની અપીલ છે તેને ધ્યાનમાં રાખીને ગુજરાત યુનિવર્સિટીના કર્મચારીઓ અને અધિકારીઓ માટે કાર પુલિંગનો નિર્ણય કરવામાં આવ્યો છે એટલે કે જે પણ કર્મચારી અધિકારી કાર લઈને આવતા હોય તે તેમની સાથે નજીકમાં કે આસપાસ રહેતા કર્મચારી અને અધિકારીને સાથે લઈને આવે જેનાથી વાહનનો વપરાશ ઘટે તો ઇંધણની પણ બચત થઈ શકશે.ટૂંક સમયમાં આ અંગેનો પરિપત્ર પણ જાહેર કરવામાં આવશે. ગુજરાત યુનિવર્સિટીમાં હાલ વર્ક ફ્રોમ હોમનો કોઈ નિર્ણય નથી કારણકે હાલમાં ટિચિંગ સ્ટાફનું વેકેશન ચાલી રહ્યું છે.યુનિવર્સિટીની ફાઇનલ પરીક્ષા ચાલી રહી છે જેના કારણે નોન ટીચીંગ સ્ટાફને વર્ક ફ્રોમ હોમ ન આપી શકાય.પરીક્ષા બાદ સ્થિતિને ધ્યાનમાં રાખીને વર્ક ફ્રોમ હોમનો નિર્ણય કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    ત્રિપલ માર્ડર કેસમાં શૈલેષ ખાંભલા સામે ચાર્જફ્રેમ:સ્પેશિયલ પી.પી. તરીકે ઉત્પલ દવેની નિમણૂક, પત્ની અને સંતાનોની હત્યા કરી લાશને દાટી દીધી હતી
    Next Article
    NEET પેપર લીકના તાર રાજસ્થાનથી ગુજરાત સાથે જોડાયાનો આક્ષેપ:રાજકોટ કલેકટર કચેરીએ પ્રદેશ NSUI નું પેપર ફોડનારા સામે કડક કાર્યવાહી, NTA ના જવાબદાર અધિકારીઓના રાજીનામાની માંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment