Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરા રેલવે ટ્રેક પર નવજાત શિશુનો મૃતદેહ મળ્યો:પોલીસે તપાસ હાથ ધરી, મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો

    3 days ago

    ગોધરા રેલવે સ્ટેશનના ટ્રેક નંબર 6 અને 7 નજીકથી એક નવજાત શિશુનો મૃતદેહ મળી આવ્યો છે. આ ઘટનાની જાણ થતાં જ રેલવે પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે નવજાત શિશુના મૃતદેહનો કબજો મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગોધરા સિવિલ હોસ્પિટલના પી.એમ. રૂમ ખાતે ખસેડવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, કોઈ અજાણી વ્યક્તિએ પોતાનું કૃત્ય છુપાવવા માટે આ નવજાત શિશુને ત્યજી દીધું હશે. રેલવે પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ તેજ કરી છે. આસપાસના સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે શિશુને અહીં કોણ મૂકી ગયું અને તેના વાલીવારસ કોણ છે તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં 28 વર્ષીય યુવકનું ગરમીથી મોત:સિઝનનો સૌથી ગરમ દિવસ સહન ના કરી શક્યો ને ભાઈ સામે જ ઢળી પડ્યો; અમદાવાદમાં ભારે તાવના 75 કેસ નોંધાયા
    Next Article
    બોટાદના સેમસંગ સર્વિસ સેન્ટરમાં ચોરી:શટર તોડી 93 હજારના 6 મોબાઈલ ગાયબ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment