Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદના સેમસંગ સર્વિસ સેન્ટરમાં ચોરી:શટર તોડી 93 હજારના 6 મોબાઈલ ગાયબ

    3 days ago

    બોટાદ શહેરના મહિલા મંડળ રોડ પર આવેલા ધ્રુરાજ કોમ્પ્લેક્સમાં આવેલી “મોબીટેક સર્વિસિસ” નામની સેમસંગ સર્વિસ સેન્ટરમાં ચોરી થઈ છે. અજાણ્યા ચોરે વહેલી સવારે દુકાનનું શટર તોડી અંદર પ્રવેશ કર્યો હતો. રિપેરિંગ માટે આવેલા કુલ 6 મોબાઇલ ફોનની ચોરી કરીને ચોર ફરાર થઈ ગયો હતો. ચોરાયેલા મોબાઈલની કુલ કિંમત આશરે 93 હજાર રૂપિયા હોવાનું નોંધાયું છે. વળાવડ ગામના સુરેશભાઈ ધનજીભાઈ જાદવ, જેઓ આ સેમસંગ સર્વિસ સેન્ટરમાં સર્વિસ એન્જિનિયર તરીકે કાર્યરત છે, તેમણે રાત્રે ઓફિસ બંધ કરી હતી. સવારે, સર્વિસ સેન્ટરમાં કામ કરતી નીતાબેન પરમારે તેમને ફોન કરીને જણાવ્યું કે દુકાનનું શટર અડધું ખુલ્લું છે અને તાળું તૂટેલું છે. સુરેશભાઈ ઘટનાસ્થળે પહોંચ્યા બાદ તપાસ કરતાં રિપેરિંગ માટે આવેલા સેમસંગના વિવિધ મોડલના 6 મોબાઇલ ગાયબ હોવાનું સામે આવ્યું હતું. ચોરાયેલા મોબાઈલમાં Samsung F54, A34, S24 FE, S24 Ultra, Note 20 અને M31s મોડલનો સમાવેશ થાય છે. ફરિયાદીના જણાવ્યા મુજબ, ગ્રાહકો પાસેથી મોબાઈલના બિલ મેળવ્યા બાદ પોલીસમાં સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 305(A) અને 331(4) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ગોધરા રેલવે ટ્રેક પર નવજાત શિશુનો મૃતદેહ મળ્યો:પોલીસે તપાસ હાથ ધરી, મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો
    Next Article
    AI Is Now Fighting AI In Cyberspace. And Humans May Be the Weakest Link

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment