Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પશ્ચિમ એશિયાના સંકટ પર પવારે કહ્યું- મોદી સર્વપક્ષીય બેઠક બોલાવે:પીએમની સોનું ન ખરીદવાની અપીલ પર જ્વેલર્સે કહ્યું- રોજી-રોટીને અસર થશે

    2 days ago

    શરદ પવારે મંગળવારે પશ્ચિમ એશિયા સંકટ પર સરકારને સર્વપક્ષીય બેઠક બોલાવવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે રાષ્ટ્રીય હિત સાથે જોડાયેલા મામલાઓમાં તમામ પક્ષોના નેતાઓને નિર્ણય પ્રક્રિયામાં સામેલ કરવા દેશહિત માટે જરૂરી છે. પવારે X પર લખ્યું- પીએમ મોદીએ અચાનક જનતાને સોનું ન ખરીદવા, પેટ્રોલ અને ડીઝલ ઓછું વાપરવા અપીલ કરી છે. આનાથી અર્થતંત્ર પર લાંબા સમય સુધી અસર પડી શકે છે. અચાનક થયેલી આ જાહેરાતોથી સામાન્ય લોકો અને વેપારીઓ-રોકાણકારોમાં ચિંતા વધી છે. તેમણે કહ્યું કે વર્તમાન પરિસ્થિતિને જોતા કેન્દ્ર સરકારે જલ્દી તમામ પક્ષો સાથે વાત કરવી જોઈએ. વડાપ્રધાને અર્થશાસ્ત્રીઓ અને નિષ્ણાતો સાથે બેઠક કરીને સ્થિતિની સમીક્ષા કરવી જોઈએ. ખરેખરમાં, પીએમ મોદીએ સતત બે દિવસ લોકોને ઇંધણ અને સંસાધનોનો ઓછો ઉપયોગ કરવા અપીલ કરી છે. જોકે, આ દરમિયાન પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ મંગળવારે કહ્યું કે દેશમાં તેલ અને ગેસની કોઈ અછત નથી. ભારત પાસે 69 દિવસનો ક્રૂડ ઓઇલ અને 45 દિવસનો LPG સ્ટોક ઉપલબ્ધ છે. જ્વેલર્સ બોલ્યા- રોજી-રોટી પર અસર પડશે મહારાષ્ટ્ર સુવર્ણકાર સરાફા મહામંડળના અધ્યક્ષ પુરુષોત્તમ કવાલેએ કહ્યું કે દેશભરના જ્વેલર્સમાં ચિંતા વધી છે. આટલો મોટો નિર્ણય લેતા પહેલા ઓલ ઈન્ડિયા જેમ્સ એન્ડ જ્વેલરી કાઉન્સિલ અને મહારાષ્ટ્ર બોર્ડ સાથે ચર્ચા થવી જોઈતી હતી. સરકારે પહેલા અમારો અભિપ્રાય લેવો જોઈતો હતો. કવાલેએ કહ્યું- જો ધંધા બંધ થશે તો જવાબદારી કોણ લેશે? શું સરકાર આ લોકોને રોજગાર આપશે? આવી કોઈ ગેરંટી નથી. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) ના ગુજરાત અધ્યક્ષ નૈનેશ પચ્છીગરે કહ્યું કે અમે દેશની સાથે છીએ અને 'નેશન ફર્સ્ટ' માં વિશ્વાસ રાખીએ છીએ. પરંતુ જ્વેલરીના વ્યવસાય સાથે નાના અને મધ્યમ સ્તરના લાખો લોકોની રોજીરોટી જોડાયેલી છે. સરકારે નિર્ણય લેતી વખતે તેમની રોજગારી અને તેનાથી થનાર અસરનું પણ ધ્યાન રાખવું જોઈએ. પીએમએ 7 અપીલ કરી હતી, કહ્યું- ભારતમાં તેલના કૂવા નથી, પેટ્રોલ ઓછું વાપરો રાહુલે કહ્યું હતું- દેશ ચલાવવો મોદીના હાથની વાત નથી રાહુલ ગાંધીએ સોમવારે પીએમ નરેન્દ્ર મોદીની અપીલો પર પલટવાર કર્યો હતો. તેમણે તેને નિષ્ફળતા ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે હવે દેશ ચલાવવો વડાપ્રધાનના હાથની વાત નથી. X પર એક પોસ્ટમાં રાહુલે લખ્યું હતું- 'ગઈકાલે મોદીજીએ જનતા પાસેથી ત્યાગ માંગ્યો. સોનું ન ખરીદો, વિદેશ ન જાવ, પેટ્રોલ ઓછું વાપરો, ખાતર અને ખાદ્ય તેલનો ઉપયોગ ઘટાડો, મેટ્રોથી જાઓ, ઘરેથી કામ કરો. આ ઉપદેશ નથી. આ નિષ્ફળતા છે.' 12 વર્ષમાં દેશને આ મુકામ પર લાવી દીધો છે કે જનતાને કહેવું પડી રહ્યું છે. શું ખરીદવું, શું નહીં. ક્યાં જવું, ક્યાં નહીં.' આ 4 ક્ષેત્રોમાં જ આ વર્ષે 22 લાખ કરોડ રૂપિયા ખર્ચ થઈ રહ્યા છે 1. સોનામાં વાર્ષિક 6 લાખ કરોડનો ખર્ચ: ભારતમાં દર વર્ષે સોનાની આયાત પર લાખો કરોડ રૂપિયા ખર્ચ થઈ રહ્યા છે. 2024-26માં આ આંકડો 4.89 લાખ કરોડ રૂપિયા હતો, જે 2025-26માં 6.40 લાખ કરોડ રૂપિયા રહ્યો. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો હાલનો અહેવાલ જણાવે છે કે 2026ના પ્રથમ ક્વાર્ટરમાં ભારતમાં રોકાણ માટે સોનાની માંગ ઘરેણાં કરતાં પણ વધુ છે. 2. વિદેશ યાત્રા- 3 લાખ કરોડ ઉડાવી રહ્યા છે: 2023-24માં વિદેશ યાત્રાઓમાં ભારતીયોનો કુલ ખર્ચ 2.72 લાખ કરોડ રૂપિયા હતો, જે 2025-26માં 3.65 લાખ કરોડ રૂપિયા થઈ ગયો. એટલે કે ભારતીયોએ વિદેશોમાં ખર્ચ વધારી દીધો છે. 3. ફર્ટિલાઇઝર- 1.50 લાખ કરોડ આયાત: આ વર્ષે ભારતે વિદેશોમાંથી 1.50 લાખ કરોડ રૂપિયાનું ફર્ટિલાઇઝર ખરીદ્યું છે. આ ગયા નાણાકીય વર્ષની સરખામણીમાં 76% વધારે છે. આપણે સૌથી વધુ ફર્ટિલાઇઝર કતારથી આયાત કરીએ છીએ, જે ઈરાનના હુમલાઓની ઝપેટમાં છે. તેથી ફર્ટિલાઇઝરના ભાવ વધ્યા છે. 4. ક્રૂડ ઓઇલ- આ વર્ષે 10 લાખ કરોડ રૂ.નું તેલ આયાત કરવું પડ્યું: ભારત જરૂરિયાતનું 70% તેલ આયાત કરે છે. આના પર 2024-25માં 11.66 લાખ કરોડ ખર્ચ થયા. ક્રૂડના ભાવ ઘટવાથી 2025-26માં ખર્ચ 10.35 લાખ કરોડ રૂપિયા હતો. છેલ્લા બે મહિનાના યુદ્ધમાં ક્રૂડ 50% મોંઘું થયું છે. આવી સ્થિતિમાં ખર્ચ 17 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે. ------------ આ સમાચાર પણ વાંચો… PM સતત બીજા દિવસે બોલ્યા- પેટ્રોલ-ડીઝલનો ઓછો ઉપયોગ કરો:સોનાની ખરીદી ટાળો, તેલ ઓછું ખાઓ; શાળાઓ ઓનલાઈન હોય, કંપનીઓ વર્ક ફ્રોમ હોમ આપે પીએમ નરેન્દ્ર મોદીએ સતત બીજા દિવસે લોકોને ઇંધણ અને સંસાધનોનો ઓછો ઉપયોગ કરવા અપીલ કરી. તેમણે કહ્યું કે જ્યાં શક્ય હોય ત્યાં પેટ્રોલ ડીઝલનો ઉપયોગ ઓછો કરો અને મેટ્રો, ઇલેક્ટ્રિક બસ અને પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરો.
    Click here to Read More
    Previous Article
    NEET Exam 2026 Cancelled LIVE : NEET UG 2026 परीक्षा रद,पेपर लीक मामले में CBI जांच शुरू| Paper Leak
    Next Article
    સિધ્ધપુરના નાગવાસણ ગામે 45,000ના દાગીનાની ચોરી:ભાડાના મકાનને નિશાન બનાવી સોનાની વિંટી, ચાંદીના શેરા તસ્કરો ઉઠાવી ગયા

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment