Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત મનપા કમિશનરનો નાઈટ સર્જિકલ સ્ટ્રાઈક પ્લાન:કાગળ પરની સફાઈની પોલ ખોલવા નાગરાજન અડધી રાત્રે મેદાને, મશીનો-કામદારોની આંકડાકીય માયાજાળ વચ્ચે અધિકારીઓમાં ફફડાટ

    6 hours ago

    વર્ષ 2025-26ના સ્વચ્છતા સર્વેક્ષણમાં દેશમાં અવ્વલ નંબર જાળવી રાખવા માટે સુરત મહાનગરપાલિકા એડીચોટીનું જોર લગાવી રહી છે. જોકે, શહેરના મુખ્ય માર્ગો પર રાત્રિ સફાઈની કામગીરીમાં વ્યાપક લોલંલોલ ચાલતી હોવાની ફરિયાદો ઉઠતા કમિશનર એમ. નાગરાજને હવે પોતે રાત્રિ નિરીક્ષણનો મોરચો સંભાળવાની તૈયારી કરી લીધી છે. અત્યાર સુધી સવારે 7 વાગ્યાથી ફિલ્ડમાં ઉતરીને ઝોનલ અધિકારીઓની ઉંઘ ઉડાડનાર કમિશનર હવે અડધી રાત્રે ઓચિંતું ચેકિંગ કરશે તેવી જાહેરાતથી આળસુ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. 30 સ્ક્રેપિંગ અને બ્રશિંગ મશીનો ફાળવવામાં આવ્યા મળતી વિગતો મુજબ, સુરતના મુખ્ય માર્ગોને ધૂળમુક્ત રાખવા માટે તંત્ર દ્વારા 30 જેટલા અત્યાધુનિક સ્ક્રેપિંગ અને બ્રશિંગ મશીનો ફાળવવામાં આવ્યા છે. સરકારી ચોપડે નોંધાયેલા આંકડા મુજબ, આ મશીનો દરરોજ રાત્રે 40 કિલોમીટર જેટલા રસ્તાની સફાઈ કરે છે. આ ઉપરાંત, શહેરના વિવિધ ઝોનમાં અંદાજે 1450થી વધુ ડેઈલી વેજીસ કામદારોને રાત્રિ સફાઈના હેતુથી રોકવામાં આવ્યા છે. આટલી મોટી મશીનરી અને માનવબળ હોવા છતાં, વાસ્તવિકતા કંઈક અલગ જ છે. વરાછા, કતારગામ અને ઉધનામાં રાત્રિ સફાઈ માત્ર કાગળ પર શહેરના અનેક વિસ્તારોમાં સવાર પડતાની સાથે જ રસ્તાઓ પર ધૂળના ગંજ અને કચરાના ઢગલા જોવા મળે છે. ખાસ કરીને વરાછા, કતારગામ અને ઉધના જેવા વિસ્તારોમાં રાત્રિ સફાઈ માત્ર કાગળ પર જ થતી હોવાની ફરિયાદો ઉઠી છે. ઉચ્ચ અધિકારીઓના મોનિટરિંગ છતાં કામગીરીમાં સંતોષકારક પરિણામ ન મળતા અંતે કમિશનરે પોતે એક્શન મોડમાં આવવું પડ્યું છે. સ્વચ્છતા સર્વેક્ષણ 2025-26 પ્રતિષ્ઠાનો સવાલ કેન્દ્રીય સ્વચ્છતા સર્વેક્ષણની ટીમ હાલ ગુજરાતના વિવિધ શહેરોમાં ઓચિંતું નિરીક્ષણ કરી રહી છે. સુરતમાં ગમે તે ક્ષણે કેન્દ્રીય ટીમનું આગમન થઈ શકે છે. જો આ સમયે રાત્રિ સફાઈ કે મુખ્ય માર્ગો પર ગંદકી જોવા મળે, તો સુરતના નેશનલ રેન્કિંગ પર તેની સીધી અને નકારાત્મક અસર પડી શકે તેમ છે. સુરત વર્ષોથી દેશના સૌથી સ્વચ્છ શહેરોની યાદીમાં ટોચનું સ્થાન ધરાવે છે, અને આ પ્રતિષ્ઠાને જાળવી રાખવી એ મ્યુનિસિપલ કમિશનર માટે સૌથી મોટો પડકાર છે. આરોગ્ય અને ઇજનેરી વિભાગની ટીમોને એલર્ટ મોડ પર આ ગંભીરતાને ધ્યાને લઈને આરોગ્ય વિભાગ અને ઇજનેરી વિભાગની તમામ ટીમોને એલર્ટ મોડ પર મૂકવામાં આવી છે. અત્યાર સુધી રાત્રિ સફાઈની દેખરેખ જે-તે ઝોનના ચીફ અને કાર્યપાલક ઇજનેરો દ્વારા કરવામાં આવતી હતી. પરંતુ, ક્યાંકને ક્યાંક અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો વચ્ચેની મિલીભગતને કારણે કામમાં વેઠ ઉતારવામાં આવતી હોવાની આશંકા છે. કમિશનરના સીધા હસ્તક્ષેપથી હવે કામગીરીમાં પારદર્શિતા આવશે તેવી આશા સેવાઈ રહી છે. લોગબુકમાં ખોટી એન્ટ્રીઓ પાડીને બિલો પાસ કરાવ્યા સૂત્રોના જણાવ્યા અનુસાર, ઘણા કિસ્સામાં સફાઈ મશીનો નિયત કિલોમીટર ચાલતા જ નથી, છતાં લોગબુકમાં ખોટી એન્ટ્રીઓ પાડીને બિલો પાસ કરાવી લેવામાં આવે છે. તેવી જ રીતે, 1450 કામદારોમાંથી કેટલા ખરેખર ગ્રાઉન્ડ પર હાજર હોય છે અને કેટલા માત્ર હાજરી પૂરતી મર્યાદિત છે, તે પણ તપાસનો વિષય છે. કમિશનર નાગરાજનના આગમનથી હવે લોકેશન ટ્રેકિંગ અને સ્થળ પરની હાજરીની કડક તપાસ થશે, જેનાથી ભ્રષ્ટ તત્વોમાં ફફડાટ છે. મશીનોના મેન્ટેનન્સ અને લોકેશન ટ્રેકિંગ પર ધ્યાન કમિશનરે સ્પષ્ટ શબ્દોમાં આદેશ આપ્યો છે કે, શહેરની સફાઈમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં. તેમણે ઇજનેરી વિભાગને મશીનોના મેન્ટેનન્સ અને લોકેશન ટ્રેકિંગ પર ધ્યાન આપવા જણાવ્યું છે, જ્યારે આરોગ્ય વિભાગને કામદારોની કાર્યક્ષમતા વધારવા સૂચના આપી છે. જો આગામી દિવસોમાં રાત્રિ રાઉન્ડ દરમિયાન કોઈ પણ બેદરકારી જણાશે, તો સ્થળ પર જ દંડનીય કાર્યવાહી અથવા સસ્પેન્શન સુધીના પગલાં લેવામાં આવી શકે છે.
    Click here to Read More
    Previous Article
    PMની ભાવુક અપીલથી જ્વેલરી ઉદ્યોગમાં ફફડાટ:'એક વર્ષ સોનું ન ખરીદવા'ના નિવેદન પર વેપારીઓની મિશ્ર પ્રતિક્રિયા, કહ્યું- "દેશહિતમાં સાથે છીએ પણ અમારા પેટનું તો વિચારો"
    Next Article
    PBKS vs DC LIVE Score, IPL 2026: Axar Patel, David Miller Dealing In Boundaries As DC Fight Back In Chase

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment