Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    PMની ભાવુક અપીલથી જ્વેલરી ઉદ્યોગમાં ફફડાટ:'એક વર્ષ સોનું ન ખરીદવા'ના નિવેદન પર વેપારીઓની મિશ્ર પ્રતિક્રિયા, કહ્યું- "દેશહિતમાં સાથે છીએ પણ અમારા પેટનું તો વિચારો"

    6 hours ago

    ​છેલ્લા કેટલાક મહિનાઓથી આંતરરાષ્ટ્રીય બજારમાં અમેરિકી ડોલરની સામે ભારતીય રૂપિયો સતત નબળો પડી રહ્યો છે, જેના સીધી અસર ભારતના વિદેશી હૂંડિયામણના ભંડાર પર પડી રહી છે. દેશ સમક્ષ ઉભી થયેલી આ આર્થિક કટોકટીનો સામનો કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને એક વર્ષ સુધી સોનું ન ખરીદવા અને પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ બને તેટલો ઘટાડવા માટે ભાવુક અપીલ કરી છે. આ અપીલને પગલે સમગ્ર રાજ્યના જ્વેલરી ઉદ્યોગમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે, કારણ કે સોનાના આસમાને પહોંચેલા ભાવ અને મંદીના કારણે પહેલેથી જ ડચકા ખાઈ રહેલા આ ઉદ્યોગ માટે પીએમની અપીલ મુશ્કેલી બેવડાવી શકે તેમ છે. આ ગંભીર મુદ્દે જૂનાગઢ ગોલ્ડન સિલ્વર મર્ચન્ટ એસોસિએશનના હોદ્દેદારો અને સ્થાનિક વેપારીઓએ પોતાની મિશ્ર પ્રતિક્રિયાઓ આપી છે. જો ધંધો સાવ ઠપ થઈ જાય તો આ કારીગરોનું ગુજરાન ચલાવવું અઘરું બનશે ​જૂનાગઢના વેપારી અગ્રણી કમલેશ અવલાણીએ આ અંગે પ્રતિભાવ આપતા જણાવ્યું કે, વડાપ્રધાનનું આ નિવેદન દેશના હિતમાં છે અને જો એક વર્ષ સોનાની ખરીદી બંધ કરવામાં આવે તો ભારત દ્વારા ચૂકવવામાં આવતી ઈમ્પોર્ટ ડ્યુટીમાં મોટો ઘટાડો થઈ શકે છે. જોકે, તેમણે આ નિવેદન સાથે એક મહત્વની માંગણી પણ મૂકી છે કે જેમ સરકાર ખેડૂતો કે અન્ય ક્ષેત્રો માટે વીમો અને ટેકાના ભાવ જાહેર કરે છે, તેમ સોનાના વ્યવસાય સાથે સંકળાયેલા નાના કારીગરો માટે પણ કોઈ આર્થિક સહાય કે લાભકારી યોજના જાહેર કરવી જોઈએ. મંદીના માહોલમાં જો ધંધો સાવ ઠપ થઈ જાય તો આ કારીગરોનું ગુજરાન ચલાવવું અઘરું બનશે. જનતાને વિનંતી કરતા તેમણે એમ પણ ઉમેર્યું કે જેમના ઘરે લગ્નપ્રસંગ હોય તેમણે પણ માત્ર અનિવાર્ય હોય તેટલી જ ખરીદી કરવી જોઈએ. રાજકીય સંમેલનોમાં વપરાતા હજારો લિટર ડીઝલનો બગાડ અટકાવવો જોઈએ ​બીજી તરફ જૂનાગઢના સોની વેપારી નિકુંજ ચોકસીએ વેપારીઓની વેદના રજૂ કરતા જણાવ્યું કે કોરોના કાળ અને વર્તમાન યુદ્ધની સ્થિતિમાં વેપારીઓએ ઘણું સહન કર્યું છે. તેમણે સૂચન કર્યું છે કે ભલે લોકો નવું સોનું ન ખરીદે, પરંતુ જૂના સોનામાંથી નવા દાગીના બનાવવાની છૂટ રહેવી જોઈએ જેથી કારીગરોની રોજગારી જળવાઈ રહે. વધુમાં તેમણે પેટ્રોલ-ડીઝલના વપરાશ બાબતે સરકારને અરીસો બતાવતા કહ્યું કે સલાહ ત્યારે જ કારગત નીવડે જ્યારે સલાહ આપનાર પોતે તેનો અમલ કરે. જ્યારે હજારોની સંખ્યામાં બસો દોડાવીને રાજકીય સંમેલનો કરવામાં આવે છે ત્યારે તેમાં વપરાતા હજારો લિટર ડીઝલનો બગાડ અટકાવવો જોઈએ. મંત્રીઓ અને પદાધિકારીઓએ પોતે સરકારી વાહનો કે વિમાનના બદલે બસ અને ટ્રેનમાં મુસાફરી કરીને પ્રજા સામે આદર્શ સ્થાપિત કરવો જોઈએ. સરકારી તંત્ર પોતે ઈંધણની બચત કરશે તો પ્રજા પણ આપોઆપ આ રસ્તે ચાલશે ​વડાપ્રધાન દ્વારા સૂચવવામાં આવેલી વર્ક ફ્રોમ હોમની પદ્ધતિને સરકારી તંત્રમાં પણ પ્રાધાન્ય આપવાની હિમાયત કરવામાં આવી છે. વેપારીઓનું માનવું છે કે, ગાંધીનગર કે અન્ય સ્થળોએ યોજાતી લાંબી મિટિંગો માટે દૂર-દૂરથી અધિકારીઓ પર્સનલ ગાડીઓ લઈને જાય અને સરકાર તે માટે ડીઝલ પૂરું પાડે તેના બદલે ઓનલાઈન મિટિંગોનો આગ્રહ રાખવો જોઈએ. જો સરકારી તંત્ર પોતે ઈંધણની બચત કરશે તો પ્રજા પણ આપોઆપ આ રસ્તે ચાલશે. અંતમાં વેપારીઓએ સ્પષ્ટ કર્યું કે તેઓ દેશના હિતમાં સરકારની સાથે છે, પરંતુ સરકારે પણ સોની સમાજ અને કારીગરોની આર્થિક સુરક્ષા માટે ગંભીરતાથી વિચારવું જોઈએ. આમ પીએમની એક અપીલે હાલ સમગ્ર રાજ્યના સોની બજારમાં ચર્ચા અને ચિંતા છે.
    Click here to Read More
    Previous Article
    PBKS vs DC IPL 2026 LIVE Cricket Score: Tristan Stubbs falls for Delhi Capitals vs Punjab Kings at Dharamsala
    Next Article
    સુરત મનપા કમિશનરનો નાઈટ સર્જિકલ સ્ટ્રાઈક પ્લાન:કાગળ પરની સફાઈની પોલ ખોલવા નાગરાજન અડધી રાત્રે મેદાને, મશીનો-કામદારોની આંકડાકીય માયાજાળ વચ્ચે અધિકારીઓમાં ફફડાટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment