Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત પાલિકા હવે ડિજિટલ એટેન્ડન્સથી સજ્જ:નવા કોર્પોરેટરોને સત્તાવાર દરજ્જો મળ્યો, પ્રથમ બેઠક માટે કમિશનર પાઠવશે આમંત્રણ

    6 hours ago

    સુરત મહાનગરપાલિકાની તાજેતરમાં સંપન્ન થયેલી સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામો બાદ હવે વહીવટી પ્રક્રિયા તેજ બની છે. આજે સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીમા નવા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓએ સત્તાવાર રીતે પાલિકાના વહીવટમાં પગ મૂક્યો છે. 120 બેઠકો ધરાવતી સુરત મહાનગરપાલિકામાં વિજેતા બનેલા ઉમેદવારો પૈકી 106 ઉમેદવારોએ સોમવારે સેક્રેટરી વિભાગમાં હાજર રહીને વિજેતા હોવાના પ્રમાણપત્રો રજૂ કર્યા હતા અને કોર્પોરેટર તરીકેનો સત્તાવાર દરજ્જો મેળવવાની પ્રક્રિયામાં ભાગ લીધો હતો. કોર્પોરેટરો માટે વિશેષ બાયોમેટ્રિક નોંધણી કાઉન્ટર્સ ઊભા કરાયા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં સુરત હંમેશા અગ્રેસર રહ્યું છે, ત્યારે પાલિકાના ઇતિહાસમાં પ્રથમ વખત નવા કોર્પોરેટરોની હાજરી માટે ડિજિટલ માળખું વધુ સુદ્રઢ બનાવવામાં આવ્યું છે. વિજેતા જાહેર થયા બાદ પ્રથમ વખત પાલિકા કચેરી પહોંચેલા કોર્પોરેટરો માટે વિશેષ બાયોમેટ્રિક નોંધણી કાઉન્ટર્સ ઊભા કરવામાં આવ્યા હતા. સામાન્ય સભા અને અન્ય મહત્વની સમિતિઓની બેઠકમાં પારદર્શિતા જળવાય અને હાજરીની ચોકસાઈ રહે તે હેતુથી તમામ 106 સભ્યોના ફિંગર પ્રિન્ટ અને આઈરિસ સ્કેનિંગ (આંખની કીકીનું સ્કેનિંગ) કરવામાં આવ્યું હતું. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે આગામી બોર્ડ મીટિંગોમાં કોર્પોરેટરો ડિજિટલ માધ્યમથી પોતાની હાજરી નોંધાવી શકશે, જે કાગળમુક્ત વહીવટ તરફનું એક મોટું પગલું માનવામાં આવે છે. નવા કોર્પોરેટરો માટે ઓરિએન્ટેશન સેમિનાર ચૂંટણી જીતવી એ એક પાસું છે, પરંતુ પાલિકાના જટિલ વહીવટી માળખાને સમજવું એ નવા ચૂંટાયેલા સભ્યો માટે એક પડકાર હોય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને, સેક્રેટરી વિભાગ દ્વારા તમામ કોર્પોરેટરો માટે એક વિસ્તૃત માર્ગદર્શન સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સત્રમાં મુખ્યત્વે પાલિકામાં વોટર કમિટી, પબ્લિક વર્ક્સ કમિટી, હોસ્પિટલ કમિટી જેવી અનેક ખાસ સમિતિઓ હોય છે. આ સમિતિઓના સત્તાધિકાર અને તેમની મર્યાદાઓ વિશે કોર્પોરેટરોને ઊંડાણપૂર્વક સમજાવવામાં આવ્યું હતું. પાલિકાની સૌથી મહત્વની ગણાતી સ્ટેન્ડિંગ કમિટી (સ્થાયી સમિતિ)ના સભ્યોની પસંદગી, ઠરાવો પસાર કરવાની પ્રક્રિયા અને નાણાકીય મંજૂરીઓના નિયમો વિશે માહિતી આપવામાં આવી હતી. મહાનગરપાલિકાની માસિક સાધારણ સભામાં પ્રશ્નોત્તરી કેવી રીતે કરવી, પોઈન્ટ ઓફ ઓર્ડર કેવી રીતે ઉઠાવવો અને સભાની ગરિમા જાળવીને લોકપ્રશ્નોની રજૂઆત કેવી રીતે કરવી તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મેયર, ડેપ્યુટી મેયર જેવા મહત્વના હોદ્દાઓ પર નામોની જાહેરાત સત્તાવાર રીતે કોર્પોરેટરનો દરજ્જો મળ્યા બાદ હવે સૌની નજર સુરત પાલિકાની પ્રથમ બોર્ડ મીટિંગ પર છે. મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજ દ્વારા આગામી બે-ત્રણ દિવસમાં તમામ 120 કોર્પોરેટરોને સત્તાવાર એજન્ડા સાથે આમંત્રણ પાઠવવામાં આવશે. આ પ્રથમ બેઠક અનેક રીતે મહત્વની સાબિત થશે પ્રથમ બેઠકમાં શહેરના પ્રથમ નાગરિક એવા મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જેવા મહત્વના હોદ્દાઓ પર નામોની જાહેરાત કરવામાં આવશે. સુરતના બાકી રહેલા પ્રોજેક્ટ્સ, નવા બ્રિજ, મેટ્રો રેલની કામગીરીમાં પાલિકાનો સહયોગ અને ઉનાળાની સિઝનમાં પીવાના પાણીની વ્યવસ્થા જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે.
    Click here to Read More
    Previous Article
    પંજાબે દિલ્હીને 211 રનનો ટાર્ગેટ આપ્યો:દિલ્હીની ચોથી વિકેટ પડી, કૂપર કોનોલીના ડાયરેક્ટ હિટથી સ્ટબ્સ રનઆઉટ
    Next Article
    US-Iran War News LIVE Updates: Trump Says Iran Ceasefire On "Massive Life Support"

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment