Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામીન અરજી કોર્ટે ફગાવી:વડનગરના 2.11 કરોડના રોકાણ કૌભાંડમાં મુખ્ય આરોપીના જામીન કોર્ટે ફગાવ્યા

    12 hours ago

    વડનગરની ‘ચેહર એન્ટરપ્રાઇઝ’ પેઢીના નામે રોકાણકારો સાથે અંદાજે 2.11 કરોડની છેતરપિંડી આચરવાના કેસમાં મહેસાણા સેશન્સ કોર્ટે મુખ્ય આરોપીની જામીન અરજી નામંજૂર કરી છે. સરકારી વકીલની ધારદાર દલીલો અને ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી સેશન્સ જજ એ.એલ. વ્યાસ સાહેબે આરોપીને જામીન પર મુક્ત કરવાનો ઇન્કાર કર્યો હતો. રોકાણકારોને માસિક વ્યાજની લાલચ આપી વિશ્વાસમાં લેવામાં આવ્યા આ કેસની વિગત મુજબ વડનગરમાં ‘ચેહર એન્ટરપ્રાઇઝ’ નામની સંસ્થા ખોલીને આરોપી સોની જિતેન્દ્ર અને તેના સાથીદારોએ લોકો પાસેથી કરોડો રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું. રોકાણકારોને માસિક આકર્ષક વ્યાજ આપવાની લાલચ આપી વિશ્વાસમાં લેવામાં આવ્યા હતા. જોકે નિર્ધારિત સમય મર્યાદા બાદ પણ રોકાણકારોને ન તો વ્યાજ મળ્યું કે ન તો તેમની મુદ્દલ રકમ પરત કરવામાં આવી. આ અંગે વડનગર પોલીસ મથકે છેતરપિંડીની ફરિયાદ નોંધાતા પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી તેને જેલ હવાલે કર્યો હતો. કરોડોની સંડોવણી અને ગુનાની ગંભીરતા જોતા આરોપીને જામીન આપી શકાય નહીં જેલવાસ દરમિયાન આરોપી દ્વારા જામીન મેળવવા માટે કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. આ સુનાવણી દરમિયાન સરકારી વકીલ ભરતકુમાર જી. પટેલે સખત વિરોધ નોંધાવતા દલીલ કરી હતી કે, આરોપીએ નિર્દોષ રોકાણકારોના લાખો રૂપિયા પચાવી પાડ્યા છે અને આ એક ગંભીર આર્થિક ગુનો છે. જો આવા કિસ્સામાં જામીન આપવામાં આવે તો તપાસ પર અસર પડી શકે તેમ છે. અદાલતે સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખી હતી. કોર્ટે નોંધ્યું હતું કે, કરોડો રૂપિયાની સંડોવણી અને ગુનાની ગંભીરતા જોતા આરોપીને જામીન આપી શકાય નહીં. આ ચુકાદાના પગલે આર્થિક છેતરપિંડી આચરનારા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
    Click here to Read More
    Previous Article
    'રાહુલ ગાંધી ક્યારેય વડાપ્રધાન નહીં બને':પાટણમાં ભાજપના કાર્યકર્તા સંમેલનમાં પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ કોંગ્રેસના વંશવાદ પર પ્રહાર કર્યા
    Next Article
    સિનિયર સિટીઝન માતાને દીકરીએ માનસિક ત્રાસ આપ્યો:વડોદરામાં દીકરીએ ઘર અને 25 લાખ રૂપિયાની માંગણી કરીને ધમકી આપતા માતાએ અભયમની મદદ માંગી, અભયમ ટીમે કાઉન્સેલિંગ કરી સમાધાન કરાવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment