Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાપીમાં કાકાએ ભત્રીજી સાથે અડપલાં કર્યા:વીડિયો વાયરલ થતા પોલીસે આરોપીની ધરપકડ કરી

    6 hours ago

    વાપીના ડુંગરા વિસ્તારમાં એક સગીર ભત્રીજી સાથે તેના કાકા દ્વારા છેડતીનો કિસ્સો સામે આવ્યો છે. બોડી મસાજના બહાને કાકાએ ભત્રીજી સાથે અડપલાં કર્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ ડુંગરા પોલીસે આરોપી કાકાની ધરપકડ કરી છે. પ્રાપ્ત માહિતી મુજબ, ડુંગરામાં રહેતી સગીરાને તેના કાકાએ બોડી મસાજ કરવા માટે બોલાવી હતી. મસાજ દરમિયાન કાકાએ સગીરા સાથે અશ્લીલ હરકતો કરી હતી. આ કૃત્યનો વીડિયો કોઈ અજાણી વ્યક્તિ દ્વારા રેકોર્ડ કરવામાં આવ્યો હતો, જે બાદમાં સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાઈ ગયો. વીડિયો વાયરલ થયા બાદ સ્થાનિક લોકોમાં ચર્ચા જાગી હતી. આ મામલાની ગંભીરતા જોતા સગીરાના પરિવારજનોએ તાત્કાલિક ડુંગરા પોલીસ મથકમાં આરોપી કાકા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે, ડુંગરા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી કાકાની ધરપકડ કરી છે. પોલીસે આરોપીની પૂછપરછ શરૂ કરી છે અને વાયરલ વીડિયોને પણ તપાસમાં પુરાવા તરીકે સામેલ કર્યો છે. વધુમાં, પોલીસે સગીરા અને આરોપી કાકા બંનેનું મેડિકલ ચેકઅપ કરાવવાની કાર્યવાહી હાથ ધરી છે, જેથી કાયદેસરની કાર્યવાહી આગળ વધારી શકાય.
    Click here to Read More
    Previous Article
    'ઓફિસોમાં વર્ક ફ્રોમ હોમ કરો, સ્કૂલમાં ઓનલાઈન ક્લાસ ચલાવો':વડોદરામાં દેશવાસીઓને PM મોદીની અપીલ, કહ્યું- 'પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ ઓછો કરો, સોનાની ખરીદી ટાળો'
    Next Article
    દાહોદ કલેક્ટરે જિલ્લા સેવા સદનમાં ઓચિંતી તપાસ કરી:બેદરકારી બદલ અધિકારીઓને કડક સૂચના, રેકોર્ડ વ્યવસ્થાપન સુધારવા તાકીદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment