Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'ઓફિસોમાં વર્ક ફ્રોમ હોમ કરો, સ્કૂલમાં ઓનલાઈન ક્લાસ ચલાવો':વડોદરામાં દેશવાસીઓને PM મોદીની અપીલ, કહ્યું- 'પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ ઓછો કરો, સોનાની ખરીદી ટાળો'

    20 hours ago

    PM મોદીએ આજે વડોદરાના પ્રવાસ દરમિયાન વધુ એકવાર દેશવાસીઓને પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ ઓછો કરવા અપીલ કરી છે. સરદારધામ-3નું લોકાર્પણ બાદ પ્રધાનમંત્રીએ સંબોધન દરમિયાન કહ્યું હતું કે, પહેલા કોરોનાનું સંકટ, પછી વૈશ્વિક આર્થિક પડકારો અને હવે પશ્ચિમ એશિયામાં વધતો તણાવની અસર દુનિયા પર પડી છે. તેમાંથી ભારત પણ બાકાત નથી. કોરોના મહામારી આ સદીનું સૌથી મોટુ સંકટ હતું. તો પશ્ચિમ એશિયામાં સર્જાયેલી યુદ્ધની સ્થિતિ આ દશકની સૌથી મોટા સંકટમાંની એક છે. જ્યારે આપણે મળીને કોરોનાનો સામનો કરી લીધો તો આ સંકટને પણ પાર પાડી દઈશું. આ તમામ વિપરિત પરિસ્થિતિની સામાન્ય લોકો પર ઓછામાં ઓછી અસર થાય તે માટે સરકાર પ્રયાસ કરી રહી છે. અત્યારે દેશને જનભાગીદારીની શક્તિની જરુર છે. આપણે ભારતના નાગરિક તરીકે આપણા કર્તવ્યને પ્રાથમિકતા આપવી પડશે. ભૂતકાળમાં જ્યારે જ્યારે પણ દેશ યુદ્ધની કે અન્ય સંકટમાંથી પસાર થયો છે ત્યારે સરકારની અપીલ પર દરેક નાગરિકે પોતાની જવાબદારી નિભાવી છે. આજે પણ જરુર છે કે આપણે સૌ સાથે મળીને આપણી જવાબદારી નિભાવીએ.દેશના સંશાધનો પર પડી રહેલા બોજને ઓછો કરીએ. ઓફિસમાં વર્કફ્રોમ હોમ અને શાળામાં ઓનલાઈન ક્લાસ કરવા અપીલ વિદેશથી આવતી વસ્તુઓની કિંમત આસમાને પહોંચી છે. સપ્લાય ચેઈન ખોરવાઈ છે. એટલા માટે દેશ પર સંકટ છે. જેમ બુંદબુંદથી ઘડો ભરાય છે એમ આપણે દરેક નાના પ્રયાસોથી આપણે એવા ઉત્પાદનનો ઉપયોગ ઓછો કરવાનો છે જે વિદેશથી આવે છે. એવા કામથી પણ બચવાનું છે કે જેમાં વિદેશી મુદ્રાનો ઉપયોગ થાય છે. ભારતના ઈમ્પોર્ટનો મોટો હિસ્સો ક્રુડ ઓઈલ છે. જે વિસ્તારમાંથી દુનિયાને ક્રુડ મળે છે તે જ ક્ષેત્રમાં આજે યુદ્ધની સ્થિતિ છે. એટલે જ્યાં સુધી સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી આપણે તમામે મળીને નાના નાના સંકલ્પો કરવા પડશે. મારા દેશના દરેક નાગરિકને અપીલ છે કે, જ્યાં સંભવ હોય ત્યાં પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ ઓછો કરે. મેટ્રો, ઈવી બસ, પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરે. જેની પાસે કાર છે તેઓ અન્ય લોકોને સાથે લઈ ચાલે. જરુરી છે કે, સરકારી અને પ્રાઈવેટ ઓફિસમાં વર્ચ્યુઅલ મીટીંગ અને વર્કફ્રોમ હોમને પ્રાથમિકતા આપવામાં આવે. હું શાળાને પણ આગ્રહ કરું છું કે, થોડા સમય માટે ઓનલાઈન ક્લાસીસ માટે વ્યવસ્થા કરે. સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી સોનાની ખરીદી ટાળવા અપીલ પીએમ મોદીએ કહ્યું કે,સોનાની આયાત પર દેશના પૈસા વિદેશ જાય છે. જ્યાં સુધી સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી સોનાની ખરીદીની ટાળીએ. ગોલ્ડની જરુરિયાત નથી. આજે સમયની માગ છે કે, આપણે વોકલ ફોર લોકલને જનઆંદોલન બનાવીએ. વિદેશીની જગ્યાએ લોકલ ઉત્પાદનને અપનાવીએ. ખેડૂતોને કેમિકલ ફર્ટિલાઈઝર છોડી નેચર ફાર્મિગ કરવા અપીલ મહત્વનું છે કે , ભારતમાં મોટા પ્રમાણમાં વિદેશથી ખાતરની આયાત કરવી પડી રહી છે. ત્યારે પીએમ મોદીએ ખેડૂતોને કેમિકલ ફર્ટિલાઈઝરનો ઉપયોગ બંધ કરીને નેચરલ ફાર્મિગને પ્રોત્સાહન આપવા અપીલ કરી છે. ડીઝલ પંપની જગ્યાએ સોલાર પંપ અપનાવવા અપીલ કરી છે. 'વિદેશમાં ડેસ્ટિનેશન વેડીંગના બદલે દેશમાં જ લગ્ન કરો' વિદેશી મુદ્રા બચાવવા પીએમ મોદીએ વધુ એક અપીલ કરતા કહ્યું કે, આજકાલ વિદેશમાં લગ્ન કરવાની અને વિદેશ પ્રવાસની ફેશન ચાલી રહી છે. જેમાં મોટી વિદેશી મુદ્રાનો ખર્ચ થાય છે. ભારતમાં અનેક સ્થળો એવા છે કે જ્યાં તમે તમારા બાળકોને વેકેશનમાં લઈ જઈ શકો અને લગ્ન પ્રસંગ પણ કરી શકો. પાટીદારોએ તો સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં જઈને લગ્ન કરવા જોઈએ. સરદાર સાહેબ આશીર્વાદ આપવા મોજૂદ રહેશે. વડોદરામાં સરદારધામ-3ના લોકાર્પણ કાર્યક્રમમાં પીએમ મોદીનું પાટીદાર સંસ્થાઓ દ્વારા સરદાર ગૌરવ રત્ન એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું. અગાઉ આજે સવારે સોમનાથ મંદિરમાં પ્રાણ-પ્રતિષ્ઠાના 75 વર્ષ પૂર્ણ થવાના કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાજરી આપી હતી. તેમણે કહ્યું હતું કે આજનો દિવસ બીજા કારણોસર પણ ખાસ છે. આ દિવસે, 11 મે 1998ના રોજ, દેશે પોખરણમાં પરમાણુ પરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ વિશ્વભરની શક્તિઓ ભારતને દબાવવા માટે આગળ આવી હતી. પીએમએ કહ્યું કે ભારત માટે બધા રસ્તા બંધ થઈ ગયા હતા, પરંતુ આપણે ડર્યા નહીં, આપણે અડગ રહ્યા. ભારતે પોખરણ પરમાણુ પરીક્ષણને ઓપરેશન શક્તિ નામ આપ્યું હતું. કારણ કે શિવની સાથે શક્તિની પૂજા કરવી આપણી પરંપરા રહી છે. હું ભગવાન સોમનાથના ચરણોમાં નમન કરું છું અને ઓપરેશન શક્તિને અભિનંદન આપું છું. આ પણ વાંચો: 150 કરોડના ખર્ચે સરદારધામ-3 વડોદરામાં તૈયાર, દીકરી હોસ્ટેલ બહાર જશે તો સીધો માતા-પિતાને જશે મેસેજ આ પણ વાંચો: સોમનાથમાં મોદી; આધ્યાત્મિકતા, પરમાણુથી લઈ ભારતની શક્તિ સુધીની વાતો ને અંતે હરહર મહાદેવનો નાદ
    Click here to Read More
    Previous Article
    પંજાબે દિલ્હીને 211 રનનો ટાર્ગેટ આપ્યો:શ્રેયસ-પ્રિયાંશની ફિફ્ટી, સ્ટાર્ક-માધવે 2-2 વિકેટ ઝડપી
    Next Article
    વાપીમાં કાકાએ ભત્રીજી સાથે અડપલાં કર્યા:વીડિયો વાયરલ થતા પોલીસે આરોપીની ધરપકડ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment