Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વરઘોડામાં હંગામો:વિજપુરના માઢી ગામે અનુસૂચિત જાતિના યુવકના વરઘોડામાં બે શખ્સોનો હંગામો, એક યુવક પર હુમલો કરતા ફરિયાદ નોંધાઈ

    6 hours ago

    મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના માઢી ગામે અનુસૂચિત જાતિના યુવકના લગ્ન પ્રસંગે કાઢવામાં આવેલા વરઘોડાને અટકાવી જ્ઞાતિ વિષયક અપશબ્દો બોલી મારપીટ કરવાની ઘટના સામે આવી છે. આ મામલે ભોગ બનનાર યુવકના ભાઈએ લાડોલ પોલીસ મથકે બે શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. સાડા આઠ વાગ્યે ઘરેથી ઘોડા પર વરઘોડો કાઢવામાં આવ્યો વિજાપુર તાલુકાના માઢી ગામના સેનમાવાસમાં રહેતા ભાવિક રમેશભાઈ રાવતે નોંધાવેલી ફરિયાદ મુજબ ગત તા 10 મે, 2026ના રોજ તેમના નાના ભાઈ મયંકના લગ્ન હોવાથી સવારે સાડા આઠ વાગ્યે ઘરેથી ઘોડા પર વરઘોડો કાઢવામાં આવ્યો હતો. આ વરઘોડો જ્યારે ગામના ચોકમાં ડેરી પાસે પહોંચ્યો ત્યારે ગામના જ બે શખ્સો, યુવરાજસિંહ મંગાજી ચૌહાણ અને નિકુલસિંહ કલાજી ચૌહાણ ત્યાં ધસી આવ્યા હતા. આરોપીઓએ ચાલુ વરઘોડામાં આવી બૂમો પાડી હતી કે, "આ વરઘોડો બંધ કરો, તમારે વરઘોડો શાનો કાઢવાનો હોય? વરઘોડો તો અમે દરબારો જ કાઢી શકીએ." આટલું કહી આરોપીઓએ વરરાજાના ભાઈઓ સાથે ઝપાઝપી શરૂ કરી હતી. જ્યારે ભાવિકભાઈ વચ્ચે પડ્યા ત્યારે તેમને લાફો મારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી હતી.આરોપીઓએ જાતિ વિષયક અત્યંત અપમાનજનક શબ્દોનો પ્રયોગ કરી ભયનું વાતાવરણ ઊભું કર્યું હતું. ધાક-ધમકી આપવા બદલ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી આ ઘટનાને પગલે પરિવાર ડરી ગયો હતો અને અઘટિત ઘટના ન બને તે હેતુથી વરઘોડો ત્યાં જ બંધ કરી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ પરિવાર લગ્ન પ્રસંગ પૂર્ણ કરવા માટે અમદાવાદ જવા રવાના થયો હતો. લગ્ન વિધિ પતાવી પરત ફર્યા બાદ, ભોગ બનનાર પરિવારે લાડોલ પોલીસ સ્ટેશન પહોંચી બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા ફરિયાદ આપી છે. લાડોલ પોલીસે ભાવિક રાવતની ફરિયાદના આધારે યુવરાજસિંહ ચૌહાણ અને નિકુલસિંહ ચૌહાણ વિરુદ્ધ એટ્રોસીટી એક્ટ અને ધાક-ધમકી આપવા બદલ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં પીપળીયા ચાર રસ્તા પાસે યુવકની હત્યા:મેસેજ બાબતે સમાધાન માટે બોલાવી તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંક્યા, જૂથ અથડામણમાં 4 લોકો ઘાયલ
    Next Article
    ભાવનગર પોલીસનું મેગા રેન્ડમ ચેકિંગ, અસામાજિક તત્વોમાં ફફડાટ:અસામાજિક તત્વોના વિસ્તારો લોકેટ કરી ડિમોલિશનની કાર્યવાહી પણ હાથ ધરાશે: સિટી DySP

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment