Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં સહકારી મંડળીઓ પ્રાકૃતિક ખેતીના ઇનપુટ વિતરણ કરશે:રાસાયણિક ખાતર ઘટાડવા ગામડાંઓમાં ઘનજીવામૃત, દસપર્ણી અર્ક ઉપલબ્ધ થશે

    6 hours ago

    સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અને રાસાયણિક ખાતરોનો ઉપયોગ ઘટાડવા માટે એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે. 'આત્મા' પ્રોજેક્ટના ઉપક્રમે જિલ્લાની 33થી વધુ સહકારી મંડળીઓ પ્રાકૃતિક ખેતીના ઇનપુટ, જેમ કે ઘનજીવામૃત અને દસપર્ણી અર્ક, ગામડાંઓમાં જ ઉપલબ્ધ કરાવવા સજ્જ બની છે. આ માટે ખેડૂત તાલીમ કેન્દ્ર, સુરેન્દ્રનગર ખાતે એક સંયુક્ત બેઠકનું આયોજન કરાયું હતું. 'આત્મા' પ્રોજેક્ટના ડાયરેક્ટર ભરત એ. પટેલે બેઠકના અધ્યક્ષસ્થાનેથી જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગર જિલ્લો કપાસના વાવેતરમાં રાજ્યમાં અગ્રિમ સ્થાન ધરાવે છે. તેમણે ઉમેર્યું કે, જો ખેડૂતોને સ્થાનિક સ્તરે જ ઘનજીવામૃત અને દસપર્ણી અર્ક જેવા ઘટકો સરળતાથી મળે, તો યુરિયા, ડીએપી જેવા રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનો વપરાશ નોંધપાત્ર રીતે ઘટાડી શકાય છે. આ બેઠકમાં 20થી વધુ 'બાયો ઇનપુટ રિસોર્સ સેન્ટર' (BRC) ધરાવતા ખેડૂતો હાજર રહ્યા હતા. તેમણે આગામી ખરીફ ઋતુમાં સહકારી મંડળીઓ દ્વારા અન્ય ખેડૂતોને ઘનજીવામૃત પૂરું પાડવાની ખાતરી આપી છે. જિલ્લા રજિસ્ટ્રાર મતી કોમલબેન ચૌધરીએ આ પહેલને આવકારી હતી. તેમણે જણાવ્યું કે, સહકારી મંડળીઓનું માળખું છેવાડાના ગામડાંઓ સુધી વિસ્તરેલું છે. આ મંડળીઓ માત્ર પ્રાકૃતિક ઇનપુટનું વિતરણ જ નહીં, પરંતુ ભવિષ્યમાં દસપર્ણી અર્ક માટે જરૂરી વનસ્પતિઓના રોપાઓનું વાવેતર કરીને ખેડૂતોને સ્થાનિક સ્તરે જ વિકલ્પ પૂરો પાડવા ઉત્સુક છે. 'ગ્રીન કમાન્ડો' સંગઠનના ફાઉન્ડર વિષ્ણુભાઈએ માહિતી આપતા જણાવ્યું કે, તેમનું સંગઠન રાજ્યના 18જિલ્લાઓમાં દસપર્ણી અર્કનું વિતરણ કરે છે. ગત વર્ષે સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી વધુ વિતરણ થયું હતું. તેમણે ઉમેર્યું કે, જિલ્લા રજિસ્ટ્રાર કચેરી અને 'આત્મા' પ્રોજેક્ટના સંકલનથી આજે જિલ્લાની 33થી વધુ સહકારી મંડળીઓ આ પ્રાકૃતિક ઉત્પાદનોના વિતરણ માટે તૈયાર થઈ છે, જે રાજ્ય માટે પ્રેરણાદાયી પહેલ છે. આ ભગીરથ કાર્યમાં સદભાવના વૃદ્ધાશ્રમ પણ સહભાગી બન્યું છે. સંસ્થાના પ્રતિનિધિ દિનેશભાઈ પટેલે જણાવ્યું કે, પ્રાકૃતિક ખેતીના ઇનપુટ બનાવવા માટે જરૂરી ઔષધીય વનસ્પતિઓના રોપા વૃદ્ધાશ્રમ દ્વારા તૈયાર કરીને આપવામાં આવશે. તેમણે આ કાર્યને 'ઈશ્વરીય કાર્ય' ગણાવી 'ગ્રીન કમાન્ડો' અને સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને સંપૂર્ણ સહયોગ આપવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    સિંહની પજવણી કરી વીડિયો વાયરલ કરવાનો મામલો:ખાંભા વનવિભાગે બે શખ્સોને ઝડપી પાડ્યાં, બે દિવસના રિમાન્ડ પર; વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ કાર્યવાહી
    Next Article
    Scuba diving in Bengaluru? Rs 224-crore aquarium, immersive experience centres coming up at Bannerghatta, Mysuru zoos

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment