Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિંહની પજવણી કરી વીડિયો વાયરલ કરવાનો મામલો:ખાંભા વનવિભાગે બે શખ્સોને ઝડપી પાડ્યાં, બે દિવસના રિમાન્ડ પર; વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ કાર્યવાહી

    6 hours ago

    ગીરના રાજા સિંહની પજવણીના કિસ્સાઓ સમયાંતરે સામે આવતા હોય છે, ત્યારે અમરેલી જિલ્લામાં સિંહ પાછળ બાઈક દોડાવી તેની પજવણી કરવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ મામલે ખાંભા વનવિભાગે ત્વરિત કાર્યવાહી કરી બે શખ્સોની ધરપકડ કરી છે અને કોર્ટે તેમના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. શું હતો સમગ્ર મામલો? થોડા દિવસો પહેલા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર "રણજીતભાઇ વાળા નાનીધારી" નામના આઈડી પરથી એક વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ-1972 અંતર્ગત શેડ્યૂલ-1માં આવતા બે સિંહો (એક નર અને એક માદા) ની પાછળ મોટરસાઈકલ દોડાવી તેમની ગંભીર પજવણી કરવામાં આવી રહી હતી. આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને જૂનાગઢ સીએફ (CF) દ્વારા તપાસ માટે ખાસ ટીમોની રચના કરવામાં આવી હતી. વનવિભાગની તપાસ અને ધરપકડ ધારી ગીર પૂર્વ વન વિભાગના ડીસીએફ (DCF) ના માર્ગદર્શન હેઠળ એસીએફ (ACF) કપિલ ભાટિયા અને આરએફઓ (RFO) એન.પી. લકુમ સહિતની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ખાંભા તુલસીશ્યામ રેન્જના પીપળવા રાઉન્ડના સ્ટાફે ઊંડાણપૂર્વક તપાસ કરીને વીડિયોમાં દેખાતા બંને શખ્સોને શોધી કાઢ્યા હતા. ઝડપાયેલા આરોપીઓના નામ: 1. શીવરાજભાઈ દીલુભાઈ માંજરીયા - રહે. નાનીધારી, તા. ખાંભા 2. રણજીતભાઈ ધીરૂભાઈ માંજરીયા - રહે. નાનીધારી, તા. ખાંભા વનવિભાગે આ બંને વિરુદ્ધ વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ-1972ની કલમ 2(12એ) હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા વનવિભાગ દ્વારા બંને આરોપીઓને ખાંભા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. વનવિભાગે આ ગુનામાં વધુ પુરાવા એકત્ર કરવા અને વીડિયો અંગે ઊંડી પૂછપરછ કરવા માટે રિમાન્ડની માંગણી કરી હતી, જેને ગ્રાહ્ય રાખતા કોર્ટે બંને આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. વનવિભાગની સફળતા સિંહની પજવણી કરતા તત્વો સામે લાલ આંખ કરીને વનવિભાગે આ ઓપરેશન પાર પાડ્યું છે. આ કામગીરીમાં આરએફઓ એન.પી. લકુમ, ફોરેસ્ટર એચ.એ. વાળા અને રાઉન્ડ સ્ટાફના કર્મચારીઓ જોડાયા હતા. વનવિભાગે લોકોને અપીલ પણ કરી છે કે સિંહ કે અન્ય વન્યજીવોની પજવણી કરવી એ ગંભીર ગુનો છે અને તે બદલ કડક સજા થઈ શકે છે.
    Click here to Read More
    Previous Article
    PM સરદાર ધામ-3નું લોકાર્પણ કરશે:નરેન્દ્ર મોદી 'સરદાર ગૌરવ રત્ન' એવોર્ડથી સન્માનિત, રોડ શોના રૂટ પર SPGએ મોરચો સંભાળ્યો; કોંગ્રેસના કોર્પોરેટર પર પોલીસની નજર
    Next Article
    સુરેન્દ્રનગરમાં સહકારી મંડળીઓ પ્રાકૃતિક ખેતીના ઇનપુટ વિતરણ કરશે:રાસાયણિક ખાતર ઘટાડવા ગામડાંઓમાં ઘનજીવામૃત, દસપર્ણી અર્ક ઉપલબ્ધ થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment