Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લીમખેડા રેલવે સ્ટેશન પર ચાલું ટ્રેનમાં ચઢતા યુવાન પટકાયો:માથાના ભાગે ગંભીર ઈજા અને પગમાં ફ્રેક્ચર થતા અમદાવાદ ખસેડાયો

    6 hours ago

    લીમખેડા રેલવે સ્ટેશન પર ચાલુ ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ કરતા એક 35 વર્ષીય યુવાન પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચે પટકાયો હતો. આ અકસ્માતમાં તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેના પગલે તેમને તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. મૂળ અમદાવાદનો રહેવાસી જાવેદ એજાજ શેખ પોતાના પરિવાર સાથે બામણિયાથી છોટા ઉદેપુર જઈ રહ્યો હતો. લીમખેડા રેલવે સ્ટેશન પર મેમુ ટ્રેન ઊભી રહેતા જાવેદ પાણી લેવા પ્લેટફોર્મ પર ઉતર્યો હતો. પાણી લઈને પરત ફરતી વખતે ટ્રેને ગતિ પકડી લીધી હતી. ચાલુ ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ કરતી વખતે જાવેદનું સંતુલન બગડ્યું અને તે પ્લેટફોર્મ પર નીચે પટકાયો હતો. આ અકસ્માતમાં જાવેદને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી અને પગમાં ફ્રેક્ચર થયું હતું. સ્થાનિક લોકો અને રેલવે પોલીસની મદદથી તેને ગોધરા સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો. ગોધરાના તબીબોએ પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેને વધુ સારવાર માટે અમદાવાદ રિફર કર્યો છે. રેલવે પોલીસે આ મામલે પ્રાથમિક નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરમાં પ્રથમ ચેમ્પિયન લીગ ફૂટબોલ ટુર્નામેન્ટ:ગુજરાતભરની ટીમોએ ભાગ લીધો, બ્રિજ લાઇન ટીમ વિજેતા બની
    Next Article
    Bhagwant Mann's Cousin Joins BJP In Major Setback To AAP In Punjab

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment