Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'તું મારી સાથે લગ્ન નહીં કરે તો મર્ડર કરી નાખીશ':લગ્નનો ઇનકાર કરતા વડોદરામાં યુવકે યુવતીને જાહેરમાં ફટકારી, પીડિતાના ભાઈએ કહ્યું- તે મારી બહેન સાથે 'લવ જેહાદ' કરવા માંગે છે

    6 hours ago

    સંસ્કારી નગરી વડોદરાના ગોત્રી વિસ્તારમાં એક સાર્વજનિક બગીચામાં યુવતીની છેડતી અને મારામારીની ઘટનાને પગલે ભારે ચકચાર મચી ગઈ છે. લધુમતી ધર્મના યુવકે યુવતીને મુલાકાત માટે બોલાવી લગ્ન કરવા દબાણ કર્યું હતું અને ઇનકાર મળતા જાહેરમાં હુમલો કર્યો હતો. આ ઘટનાને પગલે હિન્દુ સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને ગોત્રી પોલીસે આ મામલે કાયદેસરની તપાસ શરૂ કરી છે. લગ્ન માટે દબાણ અને પરિવારને જાનથી મારવાની ધમકી મળતી વિગતો અનુસાર, આરોપી સહીમ સમીમખાન પઠાણે યુવતીને ફોસલાવીને ગોત્રીના એક ગાર્ડનમાં મળવા બોલાવી હતી. ત્યાં પહોંચ્યા બાદ સહીમ યુવતી પર લગ્ન કરવા માટે દબાણ કરવા લાગ્યો હતો. તેણે ધમકી આપી હતી કે, જો યુવતી લગ્ન નહીં કરે તો તે તેના માતા અને ભાઈને જાનથી મારી નાખશે. જ્યારે યુવતીએ લગ્નનો સ્પષ્ટ ઇનકાર કર્યો ત્યારે ઉશ્કેરાયેલા સહીમે જાહેરમાં જ યુવતી સાથે ઝઘડો કરી તેને માર મારવાનું શરૂ કર્યું હતું. સ્થાનિકોએ યુવકને ઝડપી પાડી 'મેથીપાક' ચખાડ્યો ગાર્ડનમાં અચાનક થયેલી આ મારામારીને પગલે યુવતીએ બૂમાબૂમ કરી મૂકી હતી. યુવતીની મદદે ગાર્ડનમાં હાજર અન્ય લોકો દોડી આવ્યા હતા અને આરોપી સહીમ પઠાણને રંગેહાથ ઝડપી લીધો હતો. રોષે ભરાયેલા લોકોના ટોળાએ આરોપીને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો, જેમાં તે ઇજાગ્રસ્ત થયો હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાની જાણ થતા જ ગોત્રી પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પરિસ્થિતિ પર કાબૂ મેળવી આરોપીને કસ્ટડીમાં લીધો હતો. પીડિતાના ભાઈનો ગંભીર આક્ષેપ પીડિતાના ભાઈએ આ ઘટનાને 'લવ જેહાદ'નો પ્રયાસ ગણાવતા જણાવ્યું હતું કે, "શમીમખાન છેલ્લા ઘણા સમયથી મારી બહેનને હેરાન કરતો હતો અને તેના પર ખરાબ નજર રાખતો હતો. તે વારંવાર ધમકી આપતો હતો કે, જો લગ્ન નહીં કરે તો તે મર્ડર કરી નાખશે અથવા પોતે આત્મહત્યા કરી લેશે. આજે તેણે બહેનને પટાવીને પાર્કમાં બોલાવી હુમલો કર્યો હતો. અમે ન્યાય માટે પોલીસ પાસે આવ્યા છીએ." બીજી તરફ આરોપીએ પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે તેણે યુવતીના ફોટા ડિલીટ કરી દીધા છે અને હવે તે ક્યારેય તેની પાછળ નહીં જાય. હિન્દુ સંગઠનોનો વિરોધ અને સુરક્ષાની માંગ આ ઘટનાની જાણ થતા જ હિન્દુ જાગરણ મંચ અને બજરંગ દળના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે એકત્રિત થયા હતા. સંગઠનોએ શહેરમાં વધતી જતી આવી ઘટનાઓ સામે કડક કાર્યવાહી કરવાની અને જાહેર બગીચાઓમાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરવાની ઉગ્ર માંગ કરી છે. જાહેર સ્થળે બનેલી આ ઘટનાએ ગાર્ડનની સુરક્ષા વ્યવસ્થા સામે પણ અનેક સવાલો ઉભા કર્યા છે. હાલ પોલીસ યુવતીના નિવેદન અને પુરાવાઓના આધારે વધુ તપાસ ચલાવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ઘરમાં રસોઈના ધુમાડા બાબતે પ્રેમિકાનું ઢીમ ઢાળી દીધું:7 વર્ષથી સાથે રહેતા પ્રેમીએ જ ગળાના ભાગે કાતર મારી યુવતીની હત્યા કરી
    Next Article
    "Tareekh Pe Tareekh": Why Allahabad High Court Invoked Sunny Deol's Movie Dialogue

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment