Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજસેલને બોમ્બથી ઉડાવવાની ધમકી આપનાર ઝડપાયો:આરોપી એરપોર્ટ પર ઈવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતો, સ્કૂલને ઉડાવી દેવાની ધમકી પણ આપી હતી

    6 hours ago

    અમદાવાદ એરપોર્ પર ગુજસેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર આરોપીને સાયબર ક્રાઈમે ઝડપી પાડ્યો છે. ભાવેશ પટેલ નામના યુવકે અંગત અદાવતમાં ધમકીભર્યો ઈમેઈલ કર્યો હોવાનું સામે આવ્યું છે. આરોપી પોસે કન્સ્ટ્રકશન અને એરપોર્ટ પર ઈવેન્ટ મેનેજમેન્ટના કામ સાથે સંકળાયેલો છે. 25 માર્ચે ધમકીભર્યો ઈમેઈલ મળ્યો હતો અમદાવાદ એરપોર્ટ પર આવેલા ગુજસેલને 25 માર્ચ, 2026ના રોજ ધમકીભર્યો ઈ-મેલ મળ્યો હતો.જેમાં ગુજસેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી.આ અંગે સાઇબર ક્રાઈમે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.સાઈબર ક્રાઇમે ટેકનીકલ એનાલિસિસના આધારે ધમકી ભર્યો ઇમેલ કરનાર ભાવેશ પટેલની ધરપકડ કરી છે. આરોપી પાસેથી મળેલા મોબાઇલમાંથી ઇમેલ આઇડી પણ મળી આવ્યું છે,જેમાંથી ધમકીભર્યો ઈમેલ આવ્યો હતો.ઇમેલમાં સૌરવ વિશ્વાસને છોડી દેવાની વાત કરીને ધમકી આપવામાં આવી હતી.આરોપીએ સ્કૂલને પણ ઉડાવી ધમકી આપી હતી. અંગત અદાવતમાં ધમકીભર્યો ઈમેઈલ કર્યાનું સામે આવ્યું આરોપીની પૂછપરછમાં સામે આવ્યું છે કે તે કન્સ્ટ્રક્શન કંપનીમાં કામ કરે છે. ઉપરાંત તેના મિત્ર સાથે મળીને એરપોર્ટ પર ઇવેન્ટ મેનેજમેન્ટનું પણ કામ કરે છે.આરોપીએ બીકોમ સુધીનો અભ્યાસ કર્યો છે.આરોપીએ અંગત અદાવતમાં ઇમેલ કર્યો હોવાનું જણાવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    અંતિમ પ્રવાસ, છેલ્લો વીડિયો, આવજો; કુદરતનો ગજબ સંયોગ:મનાલી નજીક કાર ખાઈમાં ખાબકતા ભાવનગરના દંપતી, દીકરી-જમાઈ અને ભાણેજ સહિત 6નાં મોત
    Next Article
    મોરબીમાં જૂની અદાવતમાં જાહેરમાં ફાયરિંગ:3 કારમાં આવેલા 5 શખ્સોએ 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું, 3 શખ્સોને ઈજા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment