Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'દુનિયાની કોઈપણ શક્તિ ભારતને દબાવી શકે નહીં':સોમનાથમાં મોદી: સોમરસથી આધ્યાત્મિકતા, પરમાણુથી લઈ ભારતની શક્તિ સુધીની વાતો ને અંતે હરહર મહાદેવનો નાદ

    14 hours ago

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બે દિવસીય ગુજરાત પ્રવાસનો આજે બીજો અને મહત્વપૂર્ણ દિવસ છે. જામનગરની જનસભા બાદ વડાપ્રધાન આજે પ્રથમ જ્યોતિર્લિંગ એવા ભગવાન સોમનાથના શરણે પહોંચ્યા છે, જ્યાં સોમનાથ મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત 'સોમનાથ અમૃતપર્વ-2026'માં સહભાગી થયા. આ પવિત્ર દિવસે પીએમ મોદીના હસ્તે મંદિરના શિખર પર 11 પવિત્ર તીર્થોના જળથી ઐતિહાસિક કુંભાભિષેક અને ધ્વજારોહણ કર્યું. સોમનાથમાં ભવ્ય રોડ-શો અને વાયુસેનાના સૂર્યકિરણ એર-શો બાદ વડાપ્રધાન વડોદરા ખાતે 'સરદારધામ-3'નું લોકાર્પણ કરી ત્યાં પણ ભવ્ય જનમેદનીને સંબોધી. પશ્ચિમ બંગાળમાં મેળવેલી જીત બાદ પીએમ મોદી પ્રથમવાર ગુજરાત આવી રહ્યા હોવાથી વડોદરામાં પણ 'બંગાળ થીમ' પર તેમના ભવ્ય સ્વાગતની તૈયારીઓ કરવામાં આવી છે. ગુજરાતમાં સોમનાથ મંદિરના જીર્ણોદ્ધારના 75 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, આજનો દિવસ બીજા એક કારણસર પણ ખાસ છે. આજના દિવસે 11 મે, 1998ના રોજ દેશે પોખરણમાં પરમાણુ પરીક્ષણો કર્યા હતા. મોદીએ કહ્યું કે, જ્યારે ભારતે પરમાણુ પરીક્ષણો કર્યા, ત્યારે વૈશ્વિક શક્તિઓ દેશને ઘેરવા માટે એકત્ર થઈ ગઈ. ભારત માટે દરેક માર્ગ બંધ હતો. છતાં, અમે ડગમગ્યા નહીં અને અડગ રહ્યા. 13 મેના રોજ જ્યારે વધુ બે પરમાણુ પરીક્ષણ કરવામાં આવ્યા, ત્યારે દુનિયાને સમજાયું કે, આપણો રાજકીય સંકલ્પ ખરેખર કેટલો અડગ છે. હવે જુઓ સોમનાથમાં ભક્તિ અને શક્તિના સંગમની આ તસવીરો… આ પણ વાંચો, સરકારી ખજાનામાંથી સોમનાથ મંદિર બનાવવાની વિરૂદ્ધ હતા ગાંધી આ પણ વાંચો, જામનગરમાં હાલારી પાઘડી પહેરી પીએમ મોદીએ સંબોધન કર્યું આ પણ વાંચો, PM મોદી બોલ્યા, 'પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ ઓછો કરો':ભારતમાં તેલના કૂવા નથી
    Click here to Read More
    Previous Article
    રાતે 11 વાગ્યા પછી હાર્દિક ઇન્સ્ટાગ્રામ પર રઘવાયો થયો!:સૂર્યા-તિલક અને મુંબઈના પેજને 'અનફોલો' કરી દીધું? હાર ન પચતાં ક્રિકેટરે છેડો ફાડ્યો હોવાની ચર્ચા
    Next Article
    Maharashtra Woman, Lover Tie Wire To Her Husband In Attempt To Electrocute Him

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment