Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉજ્જૈનથી પરત ફરતા કાર અકસ્માત: બે યુવકના મોત:બે ગંભીર રીતે ઘાયલ; રતલામની હોસ્પિટલમાં દાખલ

    7 hours ago

    સુરેન્દ્રનગર જિલ્લાના જોરાવરનગર અને મૂળી વિસ્તારમાં બે યુવકના મોતથી શોક છવાયો છે. ઉજ્જૈન મહાકાલેશ્વરના દર્શને ગયેલા મિત્રોની કારને અકસ્માત નડ્યો હતો. આ ઘટનામાં બે યુવકના મોત થયાં છે, જ્યારે અન્ય બે મિત્રો ગંભીર રીતે ઘાયલ થયા છે. પ્રાથમિક માહિતી અનુસાર, જોરાવરનગર અને મૂળીના કેટલાક મિત્રો ઉજ્જૈન મહાકાલેશ્વરના દર્શન કરવા ગયા હતા. પરત ફરતી વખતે ઉજ્જૈન નજીક તેમની કારને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં જોરાવરનગરના એક ક્ષત્રિય યુવકનું ઘટનાસ્થળે જ્યારે બીજા યુવકનું સારવાર દરમિયાન મોત થયું હતું. અકસ્માતમાં જોરાવરનગરના એક કંસારા યુવક અને મૂળીના એક ક્ષત્રિય યુવકને ગંભીર ઇજાઓ થઈ છે. બંને ઇજાગ્રસ્તોને તાત્કાલિક રતલામની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. જોરાવરનગરના યુવકના મોતથી તેના પરિવારમાં શોકનો માહોલ છે. મૃતદેહનો કબજો મેળવવા અને કાયદેસરની કાર્યવાહી માટે પરિવારજનો અને સંબંધીઓ રતલામ જવા રવાના થયા છે. અકસ્માત કયા સંજોગોમાં થયો અને તેનું ચોક્કસ કારણ શું હતું, તે જાણવા માટે સ્થાનિક પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    રોડ-શો કરી વડાપ્રધાન મંદિર પરિસર પહોંચ્યા:પવિત્ર કુંભાભિષેક વિધિમાં સહભાગી થશે; મહાદેવની વિશેષ પૂજા-વૈદિક મંત્રોચારમાં હાજરી આપશે
    Next Article
    અમરેલીમાં સિંહ પરિવાર રોડ ક્રોસ કરતો દેખાયો:વાઘણીયા-નાના લીલીયા માર્ગ પર પાણીની શોધમાં લટારનો વીડિયો વાયરલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment