Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આપઘાતનો મામલો આવ્યો સામે:છૂટાછેડા આપવા પતિએ ફોન પર દબાણ કરતાં પત્નીએ ફાંસો ખાધો

    11 hours ago

    લગ્નના 2 માસ બાદ દહેજ, પૈસા, ઘરકામ અને નોકરી માટે હેરાન કરતા પતિ અને સાસુના ત્રાસથી કંટાળેલી પરિણીતા પિયર જતી રહી હતી. પતિએ 4 મિનિટ વાત કરી છૂટાછેડા માટે દબાણ કરતાં કંટાળેલી પત્નીએ પિયરમાં જ આપઘાત કરી લીધો હતો. વેજલપુરની ન્યૂ વાસણાના સ્વામિનારાયણ પાર્કમાં રહેતા શ્રેયાંક ઠાકોર સાથે પ્રેમસંબંધ હોવાથી 2 માર્ચ 2025એ બંનેએ લગ્ન કર્યાં હતાં. લગ્નના 2 માસ બાદ ઉર્વીને શ્રેયાંક અને સાસુ રેખાબહેન વચ્ચે ઘરકામ, નોકરી, દહેજ અને પૈસા માટે માથાકૂટ થતી હતી. રોજેરોજનો કંકાસ છૂટાછેડા સુધી પહોંચ્યો હતો પણ પરિવારે મધ્યસ્થી બની વિકલ્પ કાઢ્યો કે બંનેને બહારગામ ફરવા મોકલીએ તો મનદુ:ખ દૂર થશે અને મનમેળ થશે. જોકે બંને ફરીને આવ્યા બાદ પણ સુધારો ન આવતાં 20મીએ ઉર્વી પિયર જતી રહી હતી. શ્રેયાંકે છૂટાછેડાના પેપર તૈયાર કરાવ્યા હતા જ્યારે 24મીએ દીકરાની આંખનું ઓપરેશન હોવાથી ઉર્વીનાં માતા-પિતા હૉસ્પિટલ ગયા ત્યારે ઉર્વી ઘરે હતી. પાછા આવીને દરવાજો ખખડાવ્યો પણ ઉર્વીએ ન ખોલ્યો. કૉલ કર્યો તો ન ઉપાડ્યો. આથી ફ્લેટ નીચેના દેરાસરના ધાબા પરથી ગેલેરીમાં પહોંચી ઘરમાં જઇ જોયું તો ઉર્વીએ પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ અંગે ઉર્વીના પિતાએ જમાઈ અને વેવાણ સામે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
    Click here to Read More
    Previous Article
    વ્યારા ITIનો રાજ્યમાં ડંકો:ગુજરાતની શ્રેષ્ઠ ITI રેન્કિંગમાં સરકારી ITI વ્યારા દ્વિતીય ક્રમે
    Next Article
    બેઠકની ફાળવણી:ગુજરાત કૉલેજમાં BSc ઇન ઇલેક્ટ્રો સાયન્સ કોર્સ માટે 30 બેઠક ફાળવાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment