Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વ્યારા ITIનો રાજ્યમાં ડંકો:ગુજરાતની શ્રેષ્ઠ ITI રેન્કિંગમાં સરકારી ITI વ્યારા દ્વિતીય ક્રમે

    10 hours ago

    તાપી જિલ્લાને વધુ એક ગૌરવપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. રાજ્યની સરકારી આઈટીઆઈ સંસ્થાઓના વર્ષ 2024-25ના શ્રેષ્ઠતા રેન્કિંગમાં સરકારી ITI વ્યારાએ સમગ્ર ગુજરાતમાં દ્વિતીય ક્રમ મેળવી જિલ્લાનું નામ રાજ્યભરમાં રોશન કર્યું છે. શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા જાહેર કરાયેલા આ રેન્કિંગમાં વ્યારા ITIની ઉત્કૃષ્ટ તાલીમી અને વહીવટી કામગીરીને માન્યતા મળતાં જિલ્લામાં ખુશીની લાગણી વ્યાપી ગઈ છે. ગાંધીનગર સ્થિત સ્વર્ણિમ સંકુલ-1 ખાતે યોજાયેલા રાજ્યસ્તરીય સમારોહમાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાની ઉપસ્થિતિમાં રાજ્ય કક્ષાના મંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે સંસ્થાને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સંસ્થાના આચાર્ય વર્ગ-1 એમ. એસ. પટેલ તથા આચાર્ય વર્ગ-2 એસ. એ. ચૌધરીએ સન્માનપત્ર સ્વીકાર્યું હતું. કાર્યક્રમમાં સચિવ લોચન સહેરા, નિયામક નિતિન સાંગવાન અને કે. જે. રાઠોડ સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.સરકારી ITI વ્યારા લાંબા સમયથી જિલ્લામાં યુવાનોને રોજગારલક્ષી અને ઉદ્યોગ આધારિત તાલીમ આપતી અગ્રણી સંસ્થા તરીકે ઓળખાય છે. વિવિધ ટ્રેડમાં આપવામાં આવતી પ્રેક્ટિકલ તાલીમ, આધુનિક સાધનો અને અનુભવી ટ્રેનર્સના માર્ગદર્શનથી અનેક યુવાનો પ્રતિષ્ઠિત કંપનીઓમાં રોજગાર મેળવી રહ્યા છે. તાલીમ પૂર્ણ કર્યા બાદ યુવાનો આત્મનિર્ભર બને તે દિશામાં સંસ્થા સતત કાર્યરત રહી છે. સંસ્થાની આ સિદ્ધિને જિલ્લા માટે ગૌરવરૂપ માનવામાં આવી રહી છે. જિલ્લા સ્તરે પણ ITI વ્યારાને અભિનંદન પાઠવાયા છે.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર એનાલિસિસ:મહિલાઓ સામે ગુનાની ચાર્જશીટ દાખલ કરવામાં અમદાવાદ 89.7% સાથે દિલ્હી, મુંબઈથી આગળ
    Next Article
    આપઘાતનો મામલો આવ્યો સામે:છૂટાછેડા આપવા પતિએ ફોન પર દબાણ કરતાં પત્નીએ ફાંસો ખાધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment