Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગામ ગામની વાત:શેરગઢ સીમના રસ્તા પણ આરસીસીથી મઢાયા,હવે આ ગામમાં અદ્યતન હોસ્પિટલનું નિર્માણ કરાશે

    8 hours ago

    જૂનાગઢથી 40 કિમી દૂર આવેલું અને આશરે 6500ની વસ્તી ધરાવતું શેરગઢ ગામ આજે સમગ્ર જિલ્લામાં વિકાસની નવી ગાથા લખી રહ્યું છે. 65% સાક્ષરતા દર ધરાવતું આ ગામ ક્યારેક મહિયા રાજપૂત દરબારની રાજધાની તરીકે જાણીતું હતું, જે આજે સુવિધાઓથી સભર બન્યું છે. યુવા સરપંચ મોહિતભાઈ દયાતરના નેતૃત્વમાં ગામમાં ડિજિટલ શિક્ષણ, સીસીટીવી કેમેરા અને દરેક ઘર સુધી નળ કનેક્શન જેવી પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે. ગામની વિશેષતા તેની સીમ શાળા છે, જ્યાં આસપાસના ત્રણ ગામના 300થી વધુ બાળકો અભ્યાસ માટે આવે છે. ખેતીપ્રધાન વિસ્તાર હોવા છતાં, સરપંચ દ્વારા વાડી વિસ્તારોમાં પણ સીસી રોડનું નિર્માણ કરવામાં આવ્યું છે. વર્ષો જૂનો શેરગઢ-રંગપુર રોડનો પ્રશ્ન પણ ધારાસભ્યની ખાતરી બાદ આ વર્ષે પૂર્ણ થવા જઈ રહ્યો છે. આરોગ્ય ક્ષેત્રે પણ મોટી સિદ્ધિ મળી છે, જેમાં ગાંધીનગરથી મંજૂરી મળ્યા બાદ ટૂંક સમયમાં અત્યાધુનિક સરકારી હોસ્પિટલનું નિર્માણ થશે. આ ઉપરાંત, વન કવચ અને કૃષ્ણ નગરપરામાં બાળકો માટે બગીચો તેમજ ક્રીડાંગણ જેવી સુવિધાઓ આકાર લઈ રહી છે. ઐતિહાસિક ધરોહર : શેરગઢનો દરબારગઢ સરપંચના જણાવ્યા અનુસાર, શેરગઢ ગામ સ્ટેટ તરીકે વિશેષ મહત્વ ધરાવે છે. અહીંનો દરબારગઢ ગામની શાન અને વીરતાની પ્રતીક સમાન છે. આજે પણ ગામમાં 'બારે વરણ' હળીમળીને રહે છે. આ ઐતિહાસિક વિરાસતની સાથે સાથે ગામમાં આવેલું અલૌકિક શિવ મંદિર અને નવનિર્મિત સ્વાગત ગેટ ગામની શોભામાં અભિવૃદ્ધિ કરે છે.
    Click here to Read More
    Previous Article
    મંડે પોઝિટીવ:હનુમાનગઢ અને આદિત્યાણાના બગીચાની કેરીના 2 હજાર બોક્સ કાર્ગો મારફતે મોકલવામાં આવ્યા
    Next Article
    No need to raise foreign deposits through FCNR(B)-like measures, says RBI MPC’s Ram Singh

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment