Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોઢેરા પાસે યુવક-યુવતીનો આપઘાત:માત્રાસણની કેનાલમાંથી કમરે દુપટ્ટો બાંધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યા, રામદેવપીરના પાઠમાં જવાનું કહીને ઘરેથી નીકળ્યો હતો યુવક

    7 hours ago

    મહેસાણા જિલ્લાના મોઢેરા પાસે માત્રાસણ ગામની કેનાલમાંથી આજે એક યુવક-યુવતીના મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. વિરમગામની યુવતી અને ચાણસ્માના યુવકે અગમ્ય કારણોસર કેનાલમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું હોવાનું સામે આવ્યું છે. બંનેના મૃતદેહ કમરે દુપટ્ટો બાંધેલી હાલતમાં મળી આવતા ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. મૃતક યુવક ચાણસ્માનો અને યુવતી વિરમગામની મૃતક યુવકના સંબંધી રાવળ બળદેવભાઈએ ભાસ્કરને જણાવ્યું કે મૃતક 22 વર્ષીય અજિત રાવળ (રહે. ઇસ્લામપુર, તા. ચાણસ્મા) અને 21 વર્ષીય શિવાની રાવળ (રહે. વણી, તા. વિરમગામ) તરીકે ઓળખ થઈ છે. અજિત રાવળ વ્યવસાયે ડ્રાઈવિંગ અને ગેરેજકામ કરતો હતો. તે ગત સાંજે મહેસાણા ખાતે રામદેવપીરના પાઠમાં જવાનું કહીને ઘરેથી નીકળ્યો હતો પરંતુ ત્યારબાદ તે ગુમ થયો હતો. કમરે દુપટ્ટો બાંધેલી હાલતમાં મૃતદેહ બહાર કાઢ્યા આજે સવારે 9 વાગ્યાની આસપાસ મહેસાણા મહાનગરપાલિકાના ફાયર વિભાગને માત્રાસણ ગામની કેનાલમાં ડેડબોડી હોવાનો કોલ મળ્યો હતો. ફાયર ફાઈટરોએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ભારે શોધખોળ બાદ બપોરે 2:23 વાગ્યે બંનેના મૃતદેહ બહાર કાઢ્યા હતા. પ્રાથમિક દ્રષ્ટિએ બંનેએ એકબીજાની કમરે દુપટ્ટો બાંધીને કેનાલમાં પડતું મૂક્યું હોવાનું જણાય છે. આપઘાતનું કારણ અકબંધ ઘટનાની જાણ થતા જ આસપાસના લોકોના ટોળેટોળા કેનાલ પર ઉમટી પડ્યા હતા. ફાયર વિભાગે બંને મૃતદેહોને મોઢેરા પોલીસને સોંપ્યા છે. પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી યુવક-યુવતીએ કયા કારણોસર આ અંતિમ પગલું ભર્યું તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. પરિવારના સભ્યોના જણાવ્યા મુજબ યુવાનના અકાળે અવસાનથી રાવળ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
    Click here to Read More
    Previous Article
    નવસારીમાં મહારાષ્ટ્ર નાભિક સમાજ ભવનનું લોકાર્પણ:સી.આર. પાટીલે ₹15 લાખની ગ્રાન્ટ આપી, મધ્યમ વર્ગને સુવિધા મળશે
    Next Article
    Mumbai to double water supply by 2030 with new Rs 4,210-crore treatment plants at Bhandup and Panjrapur

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment