Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સપનાનું ઘર બન્યું મોતનો માંચડો:કિરણ ક્લાસિક ટાવરના રહીશો બિલ્ડરની દાદાગીરી અને જોખમી બાંધકામ વચ્ચે પીસાતા હોવાના આક્ષેપ

    6 hours ago

    સુરતના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં 'કિરણ' ગ્રુપનું નામ મોટું છે પરંતુ, કતારગામના વેડરોડ વિસ્તારમાં આવેલ 'કિરણ ક્લાસિક ટાવર 2' ની હકીકત કંઈક અલગ જ વાર્તા કહી રહી છે. મધ્યમ વર્ગના પરિવારોએ પોતાના જીવનની આજીવન મૂડી ખર્ચીને જ્યાં સુખ અને શાંતિની આશા રાખી હતી ત્યાં આજે ડર, ધમકી અને હાલાકીનું સામનો કરવો પડી રહ્યો હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે બિલ્ડિંગની લિફ્ટ એ મોતનું સાધન બની ગઈ સોસાયટીના B-વિંગમાં રહેતા રહીશ અજયભાઈ કણકોટીયાએ પોતાની વ્યથા ઠાલવતા જે વિગતો આપી છે, તે કંપારી છૂટી જાય એવી છે. તેમના જણાવ્યા મુજબ બિલ્ડિંગની લિફ્ટ એ મોતનું સાધન બની ગઈ છે. ચાલુ હાલતમાં લિફ્ટ અચાનક ઉપરથી નીચે પછડાય છે. લિફ્ટમાં વૃદ્ધો અને બાળકો સવાર હોય ત્યારે જો આવી ઘટના બને, તો તેની જવાબદારી કોની? બિલ્ડર આ ટેકનિકલ ખામી સુધારવાને બદલે માત્ર વાયદાઓ કરી રહ્યો છે. છેલ્લા બે વર્ષમાં સોસાયટીમાં એવી 4થી 5 ઘટનાઓ બની છે, જેમાં બારીના આખેઆખા કાચ ઉપરથી નીચે પડ્યા છે. વેડરોડ જેવા ગીચ વિસ્તારમાં અને સોસાયટીના કમ્પાઉન્ડમાં જ્યાં બાળકો રમતા હોય, ત્યાં ઉપરથી કાચ પડવો એ સીધી જાનહાનિની નોબત છે. જો તમે મેસેજ કરશો તો અમે તમને 'બદનામ' કરી દઈશું સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા પૂરતું પાણી આપવામાં આવે છે, પરંતુ બિલ્ડરે બનાવેલી આંતરિક પ્લમ્બિંગ અને ટાંકીની સિસ્ટમ એટલી ખામીયુક્ત છે કે, સવારે 8 વાગ્યા પછી લોકોના ઘરમાં પાણી આવતું બંધ થઈ જાય છે. જ્યારે રહીશો પોતાની સમસ્યાઓ લઈને બિલ્ડર પાસે જાય છે ત્યારે તેમને ન્યાયને બદલે ધમકીઓ મળે છે. અજયભાઈએ જણાવ્યું કે, “અમે જ્યારે વારંવાર ફોન કરીએ છીએ, ત્યારે બિલ્ડર તરફથી કહેવામાં આવે છે કે, હવે અમને ફોન નહીં કરવાનો. હદ તો ત્યારે થઈ જ્યારે અમે બિલ્ડરના PA ને સમસ્યાના મેસેજ કર્યા, તો વળતા જવાબમાં એવી ધમકી આપવામાં આવી કે જો તમે મેસેજ કરશો તો અમે તમને 'બદનામ' કરી દઈશું.” રહીશોનો આક્ષેપ એ છે કે, જ્યારે ફ્લેટ વેચવાના હતા ત્યારે બિલ્ડરે એવી ખાતરી આપી હતી કે, "તમે ફર્નિચરનું કામ શરૂ કરો એ પહેલા બધું ચેક કરી લો, કાંઈ પણ પ્રોબ્લેમ હશે તો અમે ઓન ધ સ્પોટ સોલ્વ કરી આપીશું." પરંતુ રહીશોએ જ્યારે ફર્નિચર પાછળ લાખોનો ખર્ચ કરી નાખ્યો ત્યારે હવે બિલ્ડર હાથ ઉંચા કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે, “તમારાથી થાય તે કરી લો, હવે કાંઈ કરી આપવામાં આવશે નહીં.” આજ સુધી અમને પાર્કિંગ સોંપેલ નથી ધર્મેશકુમાર વણઝારાએ જણાવ્યું હતું કે, હું કિરણ કલાસીસ-3માં રહું છું. અમે આ પઝેશન લગભગ 2 વર્ષથી લીધેલું છે પણ તેમછતાં આજ સુધી અમને પાર્કિંગ સોંપેલ નથી કારણકે અમે એ લોકો પાસે પાર્કિંગ માંગીએ છીએ તો પાર્કિંગના નાના-નાના પાર્કિંગ બનાવીને એમ કહે છે કે, આ તમારું પાર્કિંગ જેમાં ગાડી પણ પાર્કિંગ થઈ શકતી નથી. તેથી અમે પાર્કિંગ લીધું નથી. એ લોકોએ અમારી પાસેથી મેન્ટેનન્સના એડવાન્સ ₹40,000 લઈ લીધા છતાં પણ એ લાઈટ બિલ મેન્ટેનન્સનું ભરતા નથી અને કાલે ટોરેન્ટ પાવરવાળા કાપવા આવેલા પણ કોઈ કારણોસર એમને તાત્કાલિક બિલ ભર્યું અને પછી કાપી ન શક્યા. અમારા ફ્લેટમાં ખૂબ જ ભેજ આવેલો છે. કલરકામના પોપડા એટલા બધા ઉખડી ગયા છે કે, જાણે પ્લાસ્ટર છે જ નહિ એવું લાગે છે. પાર્કિંગમાં પાણી ફૂલ ભરાય જાણે વરસાદ આવે ત્યારે એવું લાગે કે નદી વહે છે. પાર્કિંગ એટલું બધું ખરાબ છે કે એમાં નદી જેમ પાણી જાય છે. ગાડી પાર્કિંગ કરવી હોય તો ઘણા બધા બૈરાઓ અને અમે ઘણા બધા પડ્યા છીએ અને હાથપગ પણ ભાંગ્યા છે અમારા.
    Click here to Read More
    Previous Article
    પદ્મશ્રી જગદીશ ત્રિવેદીએ મુની સેવા આશ્રમને 4 કરોડનું દાન આપ્યું:સુરેન્દ્રનગરના જાણીતા હાસ્યકલાકારે અમેરિકાના 7 કાર્યક્રમો દ્વારા ભંડોળ એકત્ર કરાયું
    Next Article
    ‘It was a big lull’: Kiara Advani says success of Dhoni biopic didn’t end her struggle in Bollywood

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment