Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં બેભાન વૃદ્ધનું સારવાર દરમિયાન મોત:ગોકુલધામ સોસાયટીમાંથી મળી આવ્યા હતા, વાલીવારસની શોધખોળ

    7 hours ago

    સુરેન્દ્રનગર શહેરમાં ગોકુલધામ સોસાયટીમાંથી બેભાન અવસ્થામાં મળી આવેલા એક અજાણ્યા વૃદ્ધનું રાજકોટની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે. પોલીસે આ મામલે અમોત નોંધી મૃતકના વાલીવારસની શોધખોળ શરૂ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સી.યુ.શાહ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ સામે આવેલી ગોકુલધામ સોસાયટીમાં રાત્રિના સમયે આશરે 60 વર્ષના એક અજાણ્યા પુરુષ બેભાન હાલતમાં પડ્યા હોવાની જાણ એ-ડિવિઝન પોલીસને થઈ હતી. જાણ થતાં જ એએસઆઈ સલીમભાઈ ઘોરી અને વિપુલભાઈ સહિતનો પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે વૃદ્ધને તાત્કાલિક શહેરની ગાંધી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડ્યા હતા. ગાંધી હોસ્પિટલમાંથી તેમને વધુ સારવાર માટે રાજકોટ રિફર કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું અવસાન થયું હતું. મૃતકના જમણા હાથના કાંડા પાસે 'ઓમ' ત્રોફાવેલું હોવાનું પણ પોલીસને જાણવા મળ્યું છે. એ-ડિવિઝન પોલીસે આ ઘટના અંગે અમોત (અકસ્માત મૃત્યુ) નોંધી મૃતકની ઓળખ અને તેમના વાલીવારસને શોધી કાઢવા માટે તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    મુસાફર સેવા અને સ્વચ્છતામાં રાજકોટ રેલવે અગ્રેસર:સતત બીજા વર્ષે રેલમદદ અને કોમર્શીયલ ક્લીનલીનેસ શીલ્ડ જીતી ઇતિહાસ રચ્યો, પાવર તેમજ સિગ્નલિંગ ટેલિકોમ સહિત 4 શીલ્ડ મેળવ્યા
    Next Article
    Dwarka Honey Bee Bite | જામ ખંભાળિયામાં મધમાખીઓનો આતંક | Honey Bee Bite | Gujarati News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment