Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોઈચા બ્રિજ પરથી મહીસાગર નદીમાં યુવકની છલાંગ:ફાયર વિભાગને બે કલાકની ભારે જહેમત બાદ મૃતદેહ મળ્યો, સાવલીના જવેરીપુરામાં તળાવમાં છોકરો ડૂબ્યો હોવાનો કોલ મળતા શોધખોળ

    7 hours ago

    વડોદરાના સાવલી પોઈચા બ્રિજ પરથી એક યુવકે છલાંગ લગાવી હોવાનો કોલ વડોદરા ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગને મળ્યો હતો. ગત મોડી રાત્રે કોલ મળતા વહેલી સવારે વડોદરાના બે ફાયર સ્ટેશનની બે ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. બે કલાકની ભારે જહેમત બાદ યુવકના મૃતદેહને બહાર કાઢવામાં સફળતા મળી હતી. 9મેએ રાત્રે યુવકે છલાંગ લગાવી વડોદરા જિલ્લાના સાવલીથી ડાકોર જવાના માર્ગે પસાર થતી મહીસાગર નદીના પોઈચા બ્રિજ પરથી ગઈ કાલે રાત્રે એક યુવકે છલાંગ મારી હોવાનો કોલ મળ્યો હતો. જેને પગલે પાણીગેટ ફાયર સ્ટેશનનો સ્ટાફ અને ERC ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી કામગીરી હાથ ધરી હતી. બે કલાકની ભારે જહેમતે યુવકની લાશ મળી આવી હતી. આ યુવકનું નામ વિજયભાઈ ગોહિલ ( ઉંમર વર્ષ 24) હોવાનું સામે આવ્યું છે. ફાયર વિભાગે મૃતદેહને બહાર કાઢ્યો યુવકના મૃતદેહને ફાયર વિભાગે બહાર કાઢી પોલીસને સોંપી દીધો હતો. આ યુવકે કયા કારણોસર છલાંગ લગાવી તે હજુ જાણી શકાયું નથી. આ બનાવને લઈ આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા. પોલીસે લાશનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અંગેની કાર્યવાહી હાથ ધરી છે. સાવલીના જવેરીપુરામાં છોકરો ડૂબ્યો આ કોલ બાદ ફાયર વિભાગને અન્ય એક કોલ મળ્યો હતો. જેમાં સાવલી પાસેનું જવેરીપુરા ગામના તળાવામાં એક છોકરો ડૂબ્યો હોવાની વિગતો મળી હતી, તાત્કાલિક ધોરણે ફાયરે તળાવ પર પહોંચી શોધખોળ હાથ ધરી હતી. જો કે હજુ કોઈ પણ વ્યક્તિ મળી આવ્યો નથી અને શોધખોળ ચાલી રહી છે.
    Click here to Read More
    Previous Article
    હર્ષ સંઘવીએ નવા કોર્પોરેટરોને કહ્યું- 5 વર્ષ પછી હિસાબ થશે:‘મારા જેવા અનેક લોકો પદ પર આવ્યા અને ગયા, કોર્પોરેટરનો ભાર મગજમાં રાખી નાગરિકો સાથે તોછડાઈભર્યું વર્તન ન કરતા’
    Next Article
    CSK vs LSG LIVE Score, IPL 2026: 6, 4, 4 - LSG's Rs 8.6 Crore Star Unleashes Fury vs CSK

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment