Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બેડી ચોકડી પાસે ટ્રક પાછળ કાર ઘુસી જતાં પ્રૌઢનું મોત:આગળ જતાં વાહને પશુના કારણે અચાનક બ્રેક મારતા અકસ્માત, સારવાર દરમિયાન દમ તોડ્યો

    8 hours ago

    રાજકોટમાં સર્જાયેલા એક ગમખ્વાર અકસ્માતમાં દેવભૂમિ દ્વારકાના ખેડૂતનું કરુણ મોત નિપજ્યું હતું. જામકલ્યાણપુર તાલુકાના માદેવિયા ગામના નારણભાઈ કરંગીયા (58) તેમના વેવાઈ પક્ષના સગા રામશીભાઈ સાથે કારમાં આણંદ ફરવા જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. રોડની સાઈડમાં કાર ઉતારવાના પ્રયાસમાં ટ્રકમાં ઘૂસી ગઈકાલે વહેલી સવારે 5.30 વાગ્યાની આસપાસ જ્યારે તેમની કાર રાજકોટ બેડી ચોકડીથી સોખડા ચોકડી વચ્ચે આવેલા એચપી પેટ્રોલ પંપ પાસે પહોંચી, ત્યારે અચાનક એક પશુ આડું ઉતરતા આગળ જઈ રહેલા વાહને બ્રેક મારી હતી. તે વાહન સાથેની ટક્કર બચાવવા ચાલક રામશીભાઈએ કાર રોડની સાઈડમાં લીધી હતી, પરંતુ કમનસીબે કાર ત્યાં ઉભેલા એક ટ્રકની પાછળ ધડાકાભેર ઘુસી ગઈ હતી. સારવાર સમયે નારણભાઈનું મોત થયું આ અકસ્માતમાં કારની ડ્રાઈવર સીટની બાજુમાં બેઠેલા નારણભાઈને માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જ્યારે ચાલકનો આબાદ બચાવ થયો હતો. ઈજાગ્રસ્ત નારણભાઈને તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ટૂંકી સારવાર બાદ તેમનું નિધન થયું હતું. કુવાડવા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૃતક ખેતીકામ કરતા હતા અને સંતાનમાં એક દીકરો તથા એક દીકરી છે. બે દિવસ પહેલા જ મહેમાન બનીને આવેલા રામશીભાઈ સાથે ફરવા નીકળેલા પ્રૌઢનું અકસ્માતમાં મોત થતા પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે.
    Click here to Read More
    Previous Article
    મનપાએ 5 વર્ષમાં વૃક્ષો રોપવા રૂ. 22 કરોડનો ખર્ચ કર્યો:17.50 લાખ કરતા વધુ વૃક્ષો વાવ્યાનો દાવો, તંત્રના આંકડા મુજબ તો શહેરમાં ઓક્સિજન પાર્ક જેવી સ્થિતિ હોવી જોઈએ!
    Next Article
    બેફામ કારની ટક્કરે ત્રણનાં મોત, CCTV:રોડ ક્રોસ કરી રહેલી બાઈકને હવામાં ફંગોળી; બાઈક પર સવાર ત્રણેય મિત્રના ઘટનાસ્થળે જ મોત, ગોધરા-દાહોદ હાઈવે લોહીલુહાણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment