Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કલરવ સેવા ટ્રસ્ટ દ્વારા સુરેન્દ્રનગરમાં મધર્સ ડે ઉજવાયો:આદર્શ પુત્રવધૂ અને સાસુનું વિશેષ સન્માન કરાયું

    7 hours ago

    કલરવ સેવા ટ્રસ્ટ સુરેન્દ્રનગર દ્વારા 9 મે, 2026, શનિવારના રોજ રોટરી હોલ ખાતે મધર્સ ડે સ્પેશિયલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આદર્શ પુત્રવધૂ અને સાસુઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. સંયુક્ત કુટુંબના પાયા સમાન સાસુ-વહુના સન્માન પ્રસંગે ભાવવાહી દ્રશ્યો સર્જાયા હતા. 25 જેટલા સાસુ અને વહુનું એકસાથે સન્માન કરવામાં આવ્યું, જે સમાજ સુધારણા માટે પ્રેરણાદાયક બન્યું. સન્માન સમારોહ બાદ ડાન્સ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 8 વર્ષથી લઈને 82 વર્ષ સુધીના સ્પર્ધકોએ ભાગ લીધો હતો. વિવિધ ડાન્સ પર્ફોર્મન્સથી પ્રેક્ષકો અભિભૂત થયા હતા. ડાન્સ કોમ્પિટિશનમાં એકતા ગ્રુપ, સી.એસ. ગ્રુપ, મુસ્કાન ગ્રુપ, Mother-Daughter Group અને KRB Group જેવા વિવિધ ગ્રુપોએ ભાગ લીધો હતો. તેમાંથી Mother-Daughter Group પ્રથમ, સી.એસ. ગ્રુપ દ્વિતીય અને KRB Group તૃતીય સ્થાને રહ્યા હતા. કાર્યક્રમમાં મહેમાનો તરીકે સંગીતાબેન પલ્સીકર (SKP બેરિંગ, GIDC વઢવાણ), ચંદ્રિકાબેન એચ. ત્રિવેદી (AIBF પૂર્વ પ્રમુખ, મહિલા વિંગ) અને રૂપાબેન શુક્લ (બ્રહ્મમહિલા અગ્રણી) ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત હેમાંગીની જાનીના સ્વરમાં પ્રાર્થનાથી થઈ હતી, જ્યારે જાણીતા ગાયકો સલીમ જામ અને અંકિત બારોટે મા વિશે ભાવવાહી ગીતો રજૂ કર્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કલરવ સેવા ટ્રસ્ટના પ્રમુખ દેવયાનીબેન રાવલ, ડો. નરેન્દ્ર રાવલ, હેમાબેન ત્રિવેદી, હરેશભાઈ દવે, ભાવનાબેન શાહ, હરેશભાઈ પરમાર, ગીતાબા રાણા, મેધાવિનીબેન રાવલ અને જયદીપ પંચોલીએ જહેમત ઉઠાવી હતી.
    Click here to Read More
    Previous Article
    A first-time MLA, BJP’s tribal face rewarded for Junglemahal sweep
    Next Article
    સુરેન્દ્રનગર ફાયર વિભાગે હોસ્પિટલ કર્મચારીઓને તાલીમ આપી:શ્રીમદ્દ રાજચંદ્ર હોસ્પિટલના 30 સ્ટાફને આગ સામે સુરક્ષા શીખવાડાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment