Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બેડી ચોકડી પાસે ટ્રક પાછળ કાર ઘુસી જતાં પ્રૌઢનું મોત:આગળ જતાં વાહને અચાનક બ્રેક મારતા અકસ્માત સર્જાતા ડ્રાઈવર સીટની બાજુમાં બેઠેલા પ્રૌઢને ગંભીર ઈજાઓ થતા સારવાર દરમિયાન દમ તોડ્યો

    8 hours ago

    રાજકોટમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં રાજકોટ બેડી ચોકડીથી સોખડા ચોકડી વચ્ચે ગઈકાલે વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામકલ્યાણપુર તાલુકાના માદેવિયા ગામના ખેડૂત પ્રૌઢનું ગંભીર ઈજાઓ થવાના કારણે સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. બનાવ અંગે જાણ થતા પોલીસે મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામકલ્યાણપુરના માદેવિયા ગામે રહેતા નારણભાઈ સાજણભાઈ કરંગીયા (ઉં.વ.58) તેમના વેવાઈ પક્ષના સગા રામશીભાઈ સાથે કારમાં આણંદ ફરવા માટે જઈ રહ્યા હતા દરમિયાન ગઈકાલે વહેલી સવારે 5.30 વાગ્યા આસપાસ સોખડા ચોકડી નજીક એચપી પેટ્રોલ પંપ પાસે પહોંચતા તેમની કારની આગળ જઈ રહેલા વાહને અચાનક પશુ આડું ઉતરતા બ્રેક મારી હતી અને તે વાહન સાથે ટક્કર ટાળવા માટે ચાલક રામશીભાઈએ કાર રોડની સાઈડમાં લીધી હતી પરંતુ સાઈડમાં પાર્ક કરેલા એક ટ્રકની પાછળ કાર ધડાકાભેર ઘુસી ગઈ હતી જેમાં કારની ડ્રાઈવર સીટની બાજુમાં બેઠેલા નારણભાઈને માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી જ્યારે ચાલક રામશીભાઈનો આબાદ બચાવ થયો હતો. ઈજાગ્રસ્ત નારણભાઈને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. બનાવ અંગેની જાણ સિવિલ ચોકીના સ્ટાફ દ્વારા કુવાડવા પોલીસને કરવામાં આવતા પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક નારણભાઈ ખેતીકામ કરતા હોવાનું તેમજ તેમને સંતાનમાં એક દીકરો અને એક દીકરી હોવાનું સામે આવ્યું છે. બે દિવસ પહેલા જ રામશીભાઈ માદેવિયા ગામે મહેમાનગતિએ આવ્યા હતા અને પરત જતી વખતે નારણભાઈને આણંદ ફરવા સાથે લઈ જતા હતા દરમિયાન અકસ્માત સર્જાતા તેમનું આકસ્મિક મોત નિપજતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો છે.
    Click here to Read More
    Previous Article
    PM મોદીના આગમન પૂર્વે ઝળહળ્યું વડોદરા:મોદી અને સરદાર પટેલની લાઇટિંગ સ્ટેચ્યુએ આકર્ષણનું કેન્દ્ર,સરદારધામમાં વિશાળ ડોમ તૈયાર; રોડ શો રૂટ પર થ્રી લેયરમાં બેરિકેડિંગ
    Next Article
    GPSCના ઇતિહાસનો આજે ‘સુપર સન્ડે’:454 જગ્યાઓ માટે આજે એક સાથે 64 કેડરની પરીક્ષા લેવાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment