Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    GPSCના ઇતિહાસનો આજે ‘સુપર સન્ડે’:454 જગ્યાઓ માટે આજે એક સાથે 64 કેડરની પરીક્ષા લેવાશે

    15 hours ago

    GPSCએ રવિવારે એકસાથે 64 કેડર માટેની પ્રારંભિક પરીક્ષાઓનું આયોજન કર્યું છે. એકસાથે આટલી મોટી સંખ્યામાં વિવિધ સંવર્ગની પરીક્ષા લેવાતી હોય તેવી જીપીએસસીના ઇતિહાસમાં કદાચ આ પ્રથમ ઘટના છે. આજની ‘મેગા ઈવેન્ટ’માં કુલ 454 જેટલી ખાલી જગ્યા માટે હજારો ઉમેદવારો મેદાનમાં છે, જેમાં સૌથી વધુ શિક્ષણ વિભાગની 128 જગ્યા અને ગુજરાત હાઉસિંગ બોર્ડની 51 જગ્યાનો સમાવેશ થાય છે. ઉપરાંત મહાનગરપાલિકાઓમાં એન્જિનિયરિંગ અને ટેકનિકલ કેડરની 100થી વધુ જગ્યા માટે પણ પરીક્ષા લેવાશે. માત્ર એન્જિનિયરિંગ જ નહીં પરંતુ શિક્ષણ સેવા, ઉદ્યોગ વિભાગ, માહિતી ખાતું અને તબીબી સેવાઓ જેવી 64 કેડરની પરીક્ષા એકસાથે લેવી એ વહીવટી તંત્ર માટે પણ પડકાર છે. આજના દિવસે આચાર્યથી માંડીને ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર સુધીનાં પદો માટે ઉમેદવારો કસોટી આપશે. સિવિલ અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરો માટે આજનો દિવસ વર્ષની સૌથી મોટી તક સમાન છે. કારણ કે વૉટર સપ્લાય અને મ્યુનિ. કોર્પોરેશનમાં આસિસ્ટન્ટ એન્જિનિયરની અનેક જગ્યાઓની પરીક્ષા લેવાશે. આયોગે આ તમામ પરીક્ષાઓ માટે ચુસ્ત સુરક્ષા અને પારદર્શિતા સાથે વ્યવસ્થા ગોઠવી છે જેથી નિષ્પક્ષ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી શકાય. આજની મુખ્ય કેડરમાં ગુજરાત શિક્ષણ સેવા વર્ગ-૨ની 128, સામાન્ય રાજ્ય સેવાની 20 અને માહિતી વિભાગની 13 જગ્યાની પણ પરીક્ષા લેવાશે.
    Click here to Read More
    Previous Article
    બેડી ચોકડી પાસે ટ્રક પાછળ કાર ઘુસી જતાં પ્રૌઢનું મોત:આગળ જતાં વાહને અચાનક બ્રેક મારતા અકસ્માત સર્જાતા ડ્રાઈવર સીટની બાજુમાં બેઠેલા પ્રૌઢને ગંભીર ઈજાઓ થતા સારવાર દરમિયાન દમ તોડ્યો
    Next Article
    "We Just Hit Somebody": Pilots' Audio Surfaces After Person Killed On Runway

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment