Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'માતા પર દુષ્કર્મની ધમકી આપી, ભાઈ માથે રિવોલ્વર મૂકી':વિદેશમાં બંધક બનેલા ગુજરાતના પરિવારની દીકરીની વેદના, એજન્ટ પ્રિતેશ જોશીએ દર્શન મિસ્ત્રી સાથે સંપર્ક કરાવ્યો હતો

    10 hours ago

    વિદેશ જવાની લાલચમાં અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં રહેતો પરિવાર વિદેશમાં ફસાઈ ગયો છે. બે પુત્રો સાથે પતિ-પત્ની 20 એપ્રિલના રોજ અમદાવાદથી દિલ્હી ગયા હતા અને ત્યાંથી સીધી લંડનની ફ્લાઈટમાં જવાના હતા પરંતુ એજન્ટે શ્રીલંકા અને દુબઈ થઈને મોકલ્યા હતા. દુબઈ બાદ પરિવાર ગાયબ થતાં તેમની પુત્રી ચિંતિત બની છે. અને માંગ કરી છે કે તેમના ભાઈઓ અને માતા-પિતાને પોલીસ સહી સલામત ભારત પરત લાવી દે. 'પ્રતિ વ્યક્તિ 30 લાખ નક્કી કર્યાં હતા' વિદેશમાં અપહરણ કરાયેલા ગોમતીપુરના દંપત્તિની પુત્રીએ જણાવ્યું હતું કે, લંડન જવા માટે સોશિયલ મીડિયા મારફતે ઓનલાઈન એજન્ટનો સંપર્ક કર્યો હતો. ચાંદખેડા મોટેરા સ્ટેડિયમ રહેતા એજન્ટ પ્રિતેશ જોશીની ઓફિસે ગયા હતા અને ત્યાં બધી વાતચીત કરવામાં આવી હતી. પ્રિતેશ જોશીએ વલસાડના દર્શન મિસ્ત્રી સાથે સંપર્ક કરાવ્યો હતો. છેલ્લા બે મહિનાથી વિદેશ જવાની વાત ચાલી રહી હતી. બાદમાં એજન્ટ દ્વારા વ્યક્તિ દીઠ રૂ. 30 લાખ આપવાનું નક્કી કરવામાં આવ્યું. વીડિયો કોલમાં દીકરીને શું બતાવ્યું હતું? દંપત્તિની પુત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ગત રવિવારે બપોરે છેલ્લી દુબઈમાં પરિવાર હતો ત્યારે મારી સાથે ટેલિફોનિક વાત થઈ હતી. દુબઈ ખાતે પહોંચ્યા બાદ ત્યાંના ફોટા મોકલી આપવામાં આવ્યા હતા. ત્યાં ખાવા પીવાના ફોટા પણ મોકલી આપવામાં આવ્યા હતા ને ત્યારબાદ પછી કોઈ વાતચીત થઈ નથી. બાદમાં 4 મેના રોજ બપોરે મારા મોબાઈલ ફોન ઉપર અપરણકારો દ્વારા ફોન આવ્યો હતો અને બાબાખાન બોલું છું એવી વાત કરી હતી. ફોન ઉપર ધમકી આપવામાં આવી હતી કે પરિવારને મારી નાખીશું. મારી માતા પર દુષ્કર્મ કરવાની વાત કરી હતી. જ્યારે મારા નાના ભાઈના માથા ઉપર રિવોલ્વર મૂકી દેવામાં આવી હતી. મારી માતા બે હાથ જોડતી હતી અને મારા પિતાનો અવાજ બંધ કરી દીધો હતો. આ રીતે વીડિયો કોલમાં મને બતાવવામાં આવ્યું હતું. એ સાથે જ એક કરોડને 20 લાખની ખંડણી માંગવામાં આવી હતી. 'પરિવારને એજંટોએ વેચી દીધા' અપહરણ કરનાર દ્વારા દંપતીની પુત્રીને ધમકી આપવામાં આવી હતી કે તમારા અને આગળના એજન્ટોએ તારા પરિવારને અમને વેચી દીધા છે. અમે તેને અફઘાનિસ્તાન મોકલી દઈશું. કિડની વેચવાની, બાળી નાખવાની અને લટકાવીને મરચા નાખવાની ધમકી આપી હતી. બાદમાં તેઓ ગોમતીપુર પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા જ્યાં પીઆઇ રાણા દ્વારા માત્ર અરજી લેવામાં આવી હતી અને બહુ ગંભીરતાથી લેવામાં આવી નહોતી. ત્યારબાદ બાપુનગરના ભાજપના ધારાસભ્ય દિનેશ કુશવાહ પાસે ગયા હતા. ધારાસભ્ય દ્વારા આ બાબતે જાણ કરવામાં આવી ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવી હતી અને હાલમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ઝડપથી પરિવારને ઘરે પરત લાવવા અપીલ પોલીસ એજંટ પ્રિતેશ જોષી તાબામાં લેવામાં આવ્યો છે. વલસાડવાળા એજંટને પણ પકડી લેવામાં આવ્યો છે. મારી એટલી જ માંગ છે મારા પરિવારને સહીસલામત ઘરે પરત લાવો. ઝડપથી ઈમિગ્રેશન અને ઈન્ટરનેશનલ જે તપાસ થઈ શકે એ કરો. જે પણ મોટા અધિકારીઓ છે એમને વિનંતી છે કે મારી હેલ્પ કરે. સરકાર પરિવારને મદદ કરવા તૈયાર:MLA દિનેશ કુશવાહ આ સમગ્ર મુદ્દે દિનેશ કુશવાહે જણાવ્યું હતું કે, એક દીકરી મારી ઓફિસે તેના પરિવારને વિદેશમાં બંધક બનાવવામાં આવ્યો હોવા અંગેની રજૂઆત લઈને આવી હતી. બે દિવસથી પોલીસ ફરિયાદ નથી લેતી તેવી મને રજૂઆત કરી હતી. દીકરી સાચી હોવાથી મેં ગોમતીપુર પીઆઇને જાણ કરી હતી. દીકરી દ્વારા પોલીસ સાંભળતું નથી તેવી માહિતી આપી અને મે પોલીસને ફરી જાણ કરતા ફરિયાદ નોંધી છે. પોલીસે પહેલા વાત ના સાંભળી પરંતુ બાદમાં તપાસ કરી કાર્યવાહી કરી છે. સરકારમાં રજૂઆત કરી છે કે ગરીબ પરિવાર પાસે પૈસા નથી. ક્યાં કારણસર એજન્ટ આ પ્રકારે તેમને મોકલ્યા તે અંગે તપાસ થવી જોઈએ અને સરકાર પરિવારને મદદ કરવા તૈયાર છે.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં PMના સત્કાર માટે તૈયારીઓ પૂર્ણ:SPG અને બોમ્બ સ્ક્વોડના નિરીક્ષણ હેઠળ શહેર અભેદ્ય કિલ્લામાં ફેરવાયું; લોકોમાં અનેરો ઉમંગ
    Next Article
    અમદાવાદથી 39 કલાકમાં તિરુપતિ બાલાજી પહોંચાશે:ઓખા-તિરુપતિ વચ્ચે 11 મેથી નવી સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment