Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચમાં મધર્સ ડે પર પિંક રન યોજાઈ:બ્રેસ્ટ કેન્સર જાગૃતિ માટે મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો

    9 hours ago

    ભરૂચ શહેરમાં મધર્સ ડે નિમિત્તે 'મોમ્સ ઓફ ભરૂચ' દ્વારા મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સર અંગે જાગૃતિ લાવવા માટે પ્રથમવાર 'પિંક રન'નું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના માતરિયા તળાવ લેક ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. 'મોમ્સ ઓફ ભરૂચ'ના સ્થાપક સેજલ કાપડિયાના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય હેતુ મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સર પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો હતો. કાર્યક્રમની શરૂઆતમાં જયાબેન મોદી હોસ્પિટલના સિનિયર ડોક્ટર ભૂમિકા પંચાલે ઉપસ્થિત મહિલાઓને બ્રેસ્ટ કેન્સરના લક્ષણો, બચાવ અને સમયસર નિદાન અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે મહિલાઓના પ્રશ્નોના જવાબ આપી આરોગ્ય જાગૃતિનો સંદેશ આપ્યો હતો. ત્યારબાદ ડો. હર્ષિત દ્વારા મહિલાઓને એચ.પી.વી. (HPV) અંગે માહિતી આપવામાં આવી હતી અને આરોગ્ય પ્રત્યે સજાગ રહેવા અનુરોધ કરવામાં આવ્યો હતો. જાગૃતિ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ માતરિયા લેક ખાતે મહેમાનો અને આયોજકોના હસ્તે ફ્લેગ ઓફ આપી 'પિંક રન'નો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. મહિલાઓએ લેકનો ચક્કર પૂર્ણ કર્યો હતો. દોડ પૂર્ણ કર્યા બાદ તમામ ભાગ લેનાર મોમ્સનું પિંક ગુલાબ આપી સન્માન અને ઉત્સાહવર્ધન કરવામાં આવ્યું હતું. મધર્સ ડેના દિવસે આરોગ્ય જાગૃતિ સાથે સમાજને સકારાત્મક સંદેશ આપતું આ આયોજન શહેરમાં ચર્ચાનો વિષય બન્યું હતું.
    Click here to Read More
    Previous Article
    વિઠ્ઠલવાડીમાં વેપારી પર છરીથી જીવલેણ હુમલો:કારમાંથી હોર્ન વગાડતા ઉશ્કેરાયેલા મોપેડ ચાલકે છરીના ઘા ઝીંકી દીધા, 'જે થાય તે કરી લેજે'ની ધમકી પણ આપી
    Next Article
    શહેરની સુંદરતા પાછળ મ્યુનિ. 100 કરોડ ખર્ચશે:ત્રણ બ્રિજ પર કાયમી લાઈટ સ્ટ્રક્ચર માટે મ્યુનિ. 100 કરોડનો ધુમાડો કરશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment