Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કેનેડામાં ખાલિસ્તાનીઓએ 100-100 ડોલર આપીને ભાડેથી ભીડ ભેગી કરી:મંદિરની બહાર હિન્દુ-ભારત વિરોધી નારા લગાવ્યા; બોલ્યા- હરિયાણા-દિલ્હી, બીકાનેર અમારા

    8 hours ago

    કેનેડાના બ્રેમ્પટન શહેરમાં ખાલિસ્તાનીઓએ ત્રિવેણી મંદિરની બહાર ભારત વિરુદ્ધ નારા લગાવ્યા. ખાલિસ્તાનીઓના એકઠા થવાથી શહેરમાં 2 કલાક સુધી તણાવપૂર્ણ માહોલ રહ્યો. હિંસક ઘટનાને રોકવા માટે કેનેડા પોલીસનો મોટો કાફલો તહેનાત રહ્યો. ખાલિસ્તાનીઓએ નારા લગાવતા હરિયાણા-દિલ્હી અને બીકાનેર પર પોતાનો હક ગણાવ્યો. તેમજ, સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ખાલિસ્તાન સમર્થકોને પ્રદર્શન માટે ભાડે લાવવામાં આવ્યા હતા. એક્સ પર એક યુઝર દર્શન મહારાજાએ લખ્યું કે ખાલિસ્તાની આતંકવાદીઓએ લોકોને એકઠા કરવા માટે 100-100 ડોલરની લાલચ આપી. જેના કારણે લગભગ 40 થી 50 લોકોને નારા લગાવવા માટે ઉશ્કેરવામાં આવ્યા. સરેમાં પ્રદર્શન કરવા દેવામાં આવ્યું નહીં 5 માર્ચની બપોરે જ્યારે મંદિરમાં શ્રદ્ધાળુઓ પૂજા-અર્ચના માટે એકઠા થઈ રહ્યા હતા, ત્યારે બપોરે લગભગ 12 વાગ્યાથી 2 વાગ્યાની વચ્ચે મંદિરની સામેના રસ્તા પર ખાલિસ્તાન સમર્થકો એકઠા થવા લાગ્યા. પ્રતિબંધિત સંગઠન શીખ ફોર જસ્ટિસ (SFJ) એ હિન્દુ મંદિરોની બહાર વિરોધ નોંધાવ્યો. આ જ પ્રકારનું એક પ્રદર્શન બ્રિટિશ કોલંબિયાના સરે સ્થિત લક્ષ્મી નારાયણ મંદિરની બહાર પણ કરવાનું હતું, પરંતુ ત્યાં ખાલિસ્તાનીઓને પ્રદર્શન કરવા દેવામાં આવ્યું ન હતું. નજરેજોનારે જણાવ્યું કે પ્રદર્શનમાં લગભગ 40 લોકો હાજર હતા. આ લોકો રસ્તા કિનારે લગાવેલા મેટલ બેરિકેડ્સ પાછળ ઊભા રહીને પીળા ખાલિસ્તાની ઝંડા લહેરાવી રહ્યા હતા. પ્રદર્શનકારીઓના હાથમાં કેટલાક વિવાદાસ્પદ પોસ્ટર પણ હતા, જેના પર વોન્ટેડ લખેલું હતું અને કેટલાક વ્યક્તિઓની તસવીરો પણ હતી. દાવો- પ્રદર્શનમાં ભીડ ભેગી કરવા માટે 100 ડોલર આપવાની લાલચ આપવામાં આવી હતી આ સમગ્ર ઘટનાક્રમમાં સૌથી ચોંકાવનારો વળાંક ત્યારે આવ્યો જ્યારે ઘટનાસ્થળે હાજર વિશ્લેષક અને ફ્રીલાન્સ પત્રકાર દર્શન મહારાજાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ખુલાસો કર્યો. મહારાજાએ જણાવ્યું કે ત્યાં હાજર એક વ્યક્તિએ ઓફ-કેમેરા તેમને માહિતી આપી કે આ પ્રદર્શનમાં સામેલ થવા માટે દરેક વ્યક્તિને 100 કેનેડિયન ડોલર આપવામાં આવી રહ્યા છે. આ દાવો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો, જેના કારણે આ પ્રદર્શનો પર ગંભીર સવાલો ઉભા થયા છે. ટીકાકારોનું કહેવું છે કે કેનેડામાં ખાલિસ્તાની આંદોલનને જીવંત બતાવવા માટે હવે ભાડેથી ભીડનો સહારો લેવામાં આવી રહ્યો છે. દર્શન મહારાજાએ કેનેડિયન રાજનીતિ પર કટાક્ષ કરતા કહ્યું કે છેલ્લા 50 વર્ષમાં વોટ અને ડોનેશનના લોભમાં અહીંના નેતાઓએ આવા તત્વોને સંરક્ષણ આપ્યું છે. તેનું જ પરિણામ છે કે આજે આ લોકો બેલગામ બની ગયા છે. ઘર્ષણ રોકવા માટે સ્થળ પર કડક સુરક્ષા હતી પ્રદર્શનની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને પીલ રિજનલ પોલીસ સતર્ક રહી. મંદિરની આસપાસના રસ્તાઓ પર પોલીસની સફેદ SUV સતત પેટ્રોલિંગ કરી રહી હતી. કોઈપણ સંભવિત ઘર્ષણને રોકવા માટે 100 મીટરનો સેફ્ટી ઝોન બનાવવામાં આવ્યો હતો. પોલીસની સતર્કતાને કારણે કોઈ હિંસા કે ઘોંઘાટ થયો ન હતો. પ્રદર્શનમાં એક અન્ય રસપ્રદ પાસું એ રહ્યું કે આટલા સંવેદનશીલ મુદ્દા હોવા છતાં કેનેડિયન મીડિયાએ ખાલિસ્તાનીઓને કવરેજ આપ્યું ન હતું. સ્થાનિક હિન્દુ સમુદાયનો આરોપ છે કે કેનેડિયન મીડિયા આવા કિસ્સાઓને ઘણીવાર અવગણે છે. હિન્દુ સમુદાયે પોતાની આકરી પ્રતિક્રિયા આપી હિન્દુ કેનેડિયન ફાઉન્ડેશન (HCF) અને ત્રિવેણી મંદિર પ્રશાસને આ પ્રદર્શનની નિંદા કરી છે. સમુદાયના નેતાઓનું કહેવું છે કે પૂજા સ્થળોની બહાર આવા રાજકીય પ્રદર્શનોનો એકમાત્ર હેતુ ભક્તોને ડરાવવા અને શાંતિ ડહોંળવાનો છે. HCFએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે અમે અમારા પૂજા કરવાના અધિકારનું રક્ષણ કરીશું. કોઈપણ પ્રકારની ધમકી કે ઉશ્કેરણીજનક કાર્યવાહી અમને અમારા વિશ્વાસથી પાછળ ધકેલી શકતી નથી. મંદિરે જતા શ્રદ્ધાળુઓએ પણ આ વાત પર નારાજગી વ્યક્ત કરી હતી કે તેમને પોતાના જ પૂજા સ્થળે જવા માટે પોલીસ બેરિકેડ્સ અને વિરોધ પ્રદર્શનોનો સામનો કરવો પડી રહ્યો છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ વોર ભારતીય અને હિન્દુ યુઝર્સે તેને ISI પ્રાયોજિત ડ્રામા ગણાવ્યો અને 100 ડોલરના દાવા પર કટાક્ષ કરતા કહ્યું કે હવે આ આંદોલનની હકીકત સામે આવી ગઈ છે. શીખ સમુદાયના એક મોટા વર્ગે પણ આ પ્રદર્શનકારીઓથી પોતાને અલગ કરતા કહ્યું કે 20-25 લોકો આખી કોમ્યુનિટીનું પ્રતિનિધિત્વ કરતા નથી અને તેઓ મંદિરનું સંપૂર્ણ સન્માન કરે છે. જ્યારે, બીજી તરફ કેટલાક પ્રદર્શનકારીઓએ પૈસા મળવાની વાતને સંપૂર્ણપણે નકારી કાઢીને તેને પોતાનો વૈચારિક સંઘર્ષ ગણાવ્યો.
    Click here to Read More
    Previous Article
    The savory side of summer: 6 mango dishes you need to try
    Next Article
    મેં રાઘવ ચઢ્ઢાના મોં પર ચિઠ્ઠી ફાડીને ફેંકી:AAP Vs રાઘવના ઝઘડામાં કોંગ્રેસ સાંસદની એન્ટ્રી, ડો. ગાંધીએ કહ્યું- મેં ચઢ્ઢાને ગેટઆઉટ કહી પંજાબ ભવનમાંથી બહાર કાઢ્યા

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment