Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડાપ્રધાનના આગમન પૂર્વે રોશનીના અજવાળે ઝગમગ્યું સોમનાથ:ભક્તિ અને ભવ્યતાનો સંગમ, શંખ સર્કલ-ભવ્ય પ્રવેશદ્વાર આકર્ષણનું કેન્દ્ર, દિવાળી જેવો માહોલ

    3 days ago

    પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથ મહાદેવના નૂતન મંદિરની પ્રાણપ્રતિષ્ઠાના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે ‘સોમનાથ અમૃત મહોત્સવ’ની ભવ્ય ઉજવણી થઈ રહી છે. સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને સમગ્ર પ્રભાસ ક્ષેત્રમાં અનેરો ઉત્સાહ અને ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાનના સ્વાગત માટે સમગ્ર સોમનાથ તીર્થક્ષેત્રને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે. રોશનીના અજવાળે ઝગમગ્યું સોમનાથ સાંજ પડતાની સાથે જ સોમનાથ મંદિર પરિસર અને આસપાસનો વિસ્તાર રંગબેરંગી લાઈટોના પ્રકાશમાં ન્હાઈ ઉઠે છે. મંદિર તરફ જતા મુખ્ય માર્ગો, ચોક અને ગલીઓમાં કરવામાં આવેલી વિશેષ આલોક સજ્જાને કારણે જાણે દેવભૂમિમાં પુનઃ દિવાળી આવી હોય તેવા દૃશ્યો સર્જાયા છે. યાત્રિકો અને સ્થાનિકો આ દિવ્યતા જોઈને મંત્રમુગ્ધ થઈ રહ્યા છે. શંખ સર્કલ અને ભવ્ય પ્રવેશદ્વાર બન્યું આકર્ષણનું કેન્દ્ર વડાપ્રધાનના નિર્ધારિત રોડ-શો રૂટ પર અનેકવિધ સજાવટ કરવામાં આવી છે. ખાસ કરીને શંખ સર્કલ પાસે બનાવવામાં આવેલું ભવ્ય પ્રવેશદ્વાર આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યું છે. આધ્યાત્મિક થીમ પર આધારિત આ પ્રવેશદ્વાર અને તેની આસપાસની લાઈટિંગ શ્રદ્ધાળુઓ માટે સેલ્ફી પોઈન્ટ સમાન બની ગઈ છે. ઠેર-ઠેર ‘જય સોમનાથ’ અને ‘વેલકમ પીએમ’ના બેનરો તેમજ એલઈડી ડેકોરેશનથી આધુનિકતા અને આધ્યાત્મિકતાનો અનોખો સંગમ જોવા મળી રહ્યો છે. રોડ-શો અને સુરક્ષા વ્યવસ્થા વડાપ્રધાનના સ્વાગત માટે તંત્ર દ્વારા રોડ-શો રૂટને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. રોડ-શોના માર્ગ પર સ્વચ્છતા અને સુરક્ષાનું ચુસ્ત પાલન કરવામાં આવી રહ્યું છે. સ્થાનિક પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે જેથી કાર્યક્રમ નિર્વિઘ્ન સંપન્ન થઈ શકે. સ્થાનિકોમાં ભારે ઉત્સાહ સોમનાથ અમૃત મહોત્સવને લઈને માત્ર શ્રદ્ધાળુઓ જ નહીં, પરંતુ સ્થાનિક વેપારીઓ, હોટેલ સંચાલકો અને પ્રભાસ પાટણના રહીશોમાં પણ ભારે હરખ જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર સોમનાથની રોશનીના વીડિયો અને ફોટા વાયરલ થઈ રહ્યા છે, જે સમગ્ર વિશ્વમાં સોમનાથની ભવ્યતાના દર્શન કરાવી રહ્યા છે. આગામી કાર્યક્રમોની હારમાળા ઉલ્લેખનીય છે કે, આ અમૃત મહોત્સવ અંતર્ગત આગામી દિવસોમાં સોમનાથ ખાતે વિવિધ ધાર્મિક વિધિઓ, સાંસ્કૃતિક કાર્યક્રમો અને વૈદિક સંમેલનોની વણઝાર યોજાવાની છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે અનેક વિકાસલક્ષી કાર્યો અને ધાર્મિક પ્રકલ્પોનું લોકાર્પણ/શિલાન્યાસ થવાની પણ શક્યતા છે, જેને લઈને સમગ્ર ગુજરાતની નજર અત્યારે સોમનાથ પર ટકી છે. ----- આપ પણ વાંચો 11મેએ સોમનાથમાં PMનો ભવ્ય સત્કાર દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના પવિત્ર ધામમાં 11 મેના રોજ એક ભવ્ય કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. પ્રધાનમંત્રી અને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્ર મોદી સોમનાથ ખાતે વિશાળ જાહેર સભાને સંબોધશે. આ કાર્યક્રમને લઈને સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં ઉત્સાહનો માહોલ છે. સોમનાથના સદભાવના ગ્રાઉન્ડ ખાતે યોજાનારી આ સભા માટે 60,000 થી વધુ લોકો સમાઈ શકે તેવું મેદાન તૈયાર કરાઈ રહ્યું છે. ખાસ કરીને 25,000 લોકોની બેઠક ક્ષમતા ધરાવતા ત્રણ મહાકાય ડોમ ઉભા કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ગરમીને ધ્યાનમાં રાખીને પંડાલ, બેઠક વ્યવસ્થા, પીવાના પાણી, પાર્કિંગ અને ટ્રાફિક વ્યવસ્થાનું વિશેષ આયોજન કરાયું છે. સંપૂર્ણ અહેવાલ વાંચો…
    Click here to Read More
    Previous Article
    Tamil Nadu Vijay Oath Ceremony Live Updates: Vijay’s oath-taking ceremony begins
    Next Article
    શંખેશ્વરના રાતનપુર પાસે કાળમુખો અકસ્માત, બેનાં મોત:KTM બાઇક-રિક્ષા ધડાકાભેર અથડાઈ, વાહનોનો કુરચો બોલી ગયો, રસ્તા પર લોહીલુહાણ મૃતદેહો ને મોતની ચીસિયારીઓ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment