Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શંખેશ્વરના રાતનપુર પાસે કાળમુખો અકસ્માત, બેનાં મોત:KTM બાઇક-રિક્ષા ધડાકાભેર અથડાઈ, વાહનોનો કુરચો બોલી ગયો, રસ્તા પર લોહીલુહાણ મૃતદેહો ને મોતની ચીસિયારીઓ

    7 hours ago

    શંખેશ્વર તાલુકાના રાતનપુર ગામ પાસે મોડી રાત્રે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. પુરપાટ ઝડપે જતી KTM બાઇક અને રિક્ષા વચ્ચે સામસામે થયેલી જોરદાર ટક્કરમાં બે વ્યક્તિના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યાં છે, જ્યારે અન્ય મુસાફરો ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ધડાકાભેર ટક્કર અને મોતની ચીસિયારીઓ મળતી માહિતી મુજબ, રાતનપુર પાસેના હાઈવે પર મોડી રાત્રે વાહનોની ગતિ તેજ હોવાને કારણે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. KTM બાઇક અને રિક્ષા વચ્ચેની ટક્કર એટલી પ્રચંડ હતી કે, તેનો અવાજ દૂર-દૂર સુધી સંભળાયો હતો. અકસ્માત થતા જ રિક્ષામાં સવાર મુસાફરોની ચીસિયારીઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. બંને વાહનનો કુરચો બોલી ગયો અકસ્માત એટલો જોરદાર હતો કે, બંને વાહનનો કુરચો બોલી ગયો હતો. વાહનોના લોખંડી ભાગો અને રિક્ષાનો સામાન રસ્તા પર વિખેરાઈ ગયો હતો. આ દુર્ઘટનામાં બે વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચતા તેમણે ઘટનાસ્થળે જ અંતિમ શ્વાસ લીધા હતા. અકસ્માતનો અવાજ સાંભળીને આસપાસના ગ્રામજનો અને માર્ગ પરથી પસાર થતા ચાલકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને વાહનોમાંથી બહાર કાઢ્યા હતા. તંત્રની કામગીરી ઘટનાની જાણ થતા જ 108 એમ્બ્યુલન્સની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે નજીકની હોસ્પિટલમાં રિફર કર્યા હતા. બીજી તરફ, શંખેશ્વર પોલીસનો કાફલો પણ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. અતિશય ઝડપને કારણે અકસ્માતનું થયો હોવાનું અનુમાન પોલીસે અકસ્માતને કારણે ખોરવાયેલા ટ્રાફિકને પૂર્વવત કરાવ્યો હતો અને મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. હાલ પોલીસ દ્વારા મૃતકોની ઓળખ વિધિ અને અકસ્માત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં વાહનોની અતિશય ઝડપ અકસ્માતનું મુખ્ય કારણ હોવાનું મનાઈ રહ્યું છે. પોલીસે વાહનચાલકોને રાત્રિના સમયે સાવચેતીપૂર્વક વાહન ચલાવવા અપીલ કરી છે. ----- આ પણ વાંચો સ્કોર્પિયોએ ડિવાઈડર કૂદી આ રીતે ઈક્કોને ઉડાવી હતી; CCTV રાજકોટ શહેરના ગોંડલ રોડ પર ગત 4 મેના રોજ સર્જાયેલા ગમખ્વાર અકસ્માતના વધુ એક સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. પૂરપાટ ઝડપે આવતી સ્કોર્પિયો કારે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા તે ડિવાઈડર કૂદીને સામેથી આવતી ઇકો કાર સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં ઘટનાસ્થળે જ બે સગા ભાઈના મોત થયા બાદ, 5 દિવસની સારવાર બાદ વૃદ્ધાએ પણ હોસ્પિટલમાં દમ તોડ્યો છે. સંપૂર્ણ અહેવાલ વાંચો… મુંબઈ-દિલ્હી હાઈવે પર અકસ્માત, પંડ્યા પરિવારના ત્રણનાં મોત પંચમહાલના કાલોલ નજીક ભાટપુરા પાસે મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ હાઈવે પર 5/5/2026ના રોજ એક માર્ગ અકસ્માત સર્જાયો હતો. અજાણ્યા વાહને કારને ટક્કર મારી હતી. જેથી અકસ્માત થતાં મહીસાગર જિલ્લાના મુડાવડેખ ગામના પંડ્યા પરિવારના પતિ, પત્ની અને પુત્રનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. જ્યારે પરિવારની 8 વર્ષીય પુત્રી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. સંપૂર્ણ અહેવાલ વાંચો…
    Click here to Read More
    Previous Article
    વડાપ્રધાનના આગમન પૂર્વે રોશનીના અજવાળે ઝગમગ્યું સોમનાથ:ભક્તિ અને ભવ્યતાનો સંગમ, શંખ સર્કલ-ભવ્ય પ્રવેશદ્વાર આકર્ષણનું કેન્દ્ર, દિવાળી જેવો માહોલ
    Next Article
    Vijay Oath Ceremony LIVE Updates: Vijay Takes Oath With 9 TVK Leaders, Actor Trisha, Rahul Gandhi Present

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment