Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શંખેશ્વર પાસે બાઇક-રિક્ષા અકસ્માત: બેનાં મોત:ટક્કર એટલી જોરદાર હતી કે, બંને વાહનનો કુરચો બોલી ગયો, સામાન રસ્તા પર વિખેરાયો, લોહીલુહાણ ઇજાગ્રસ્તો સારવાર માટે ખસેડાયા

    7 hours ago

    શંખેશ્વર તાલુકાના રાતનપુર ગામ પાસે મોડી રાત્રે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. પુરપાટ ઝડપે જતી KTM બાઇક અને રિક્ષા વચ્ચે સામસામે થયેલી જોરદાર ટક્કરમાં બે વ્યક્તિના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યાં છે, જ્યારે અન્ય મુસાફરો ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ધડાકાભેર ટક્કર અને મોતની ચીસિયારીઓ મળતી માહિતી મુજબ, રાતનપુર પાસેના હાઈવે પર મોડી રાત્રે વાહનોની ગતિ તેજ હોવાને કારણે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. KTM બાઇક અને રિક્ષા વચ્ચેની ટક્કર એટલી પ્રચંડ હતી કે, તેનો અવાજ દૂર-દૂર સુધી સંભળાયો હતો. અકસ્માત થતા જ રિક્ષામાં સવાર મુસાફરોની ચીસિયારીઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. અકસ્માત એટલો જોરદાર હતો કે, બંને વાહનનો કુરચો બોલી ગયો હતો. વાહનોના લોખંડી ભાગો અને રિક્ષાનો સામાન રસ્તા પર વિખેરાઈ ગયો હતો. આ દુર્ઘટનામાં બે વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચતા તેમણે ઘટનાસ્થળે જ અંતિમ શ્વાસ લીધા હતા. અકસ્માતનો અવાજ સાંભળીને આસપાસના ગ્રામજનો અને માર્ગ પરથી પસાર થતા ચાલકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને વાહનોમાંથી બહાર કાઢ્યા હતા. તંત્રની કામગીરી ઘટનાની જાણ થતા જ 108 એમ્બ્યુલન્સની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે નજીકની હોસ્પિટલમાં રિફર કર્યા હતા. બીજી તરફ, શંખેશ્વર પોલીસનો કાફલો પણ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે અકસ્માતને કારણે ખોરવાયેલા ટ્રાફિકને પૂર્વવત કરાવ્યો હતો અને મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. હાલ પોલીસ દ્વારા મૃતકોની ઓળખ વિધિ અને અકસ્માત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં વાહનોની અતિશય ઝડપ અકસ્માતનું મુખ્ય કારણ હોવાનું મનાઈ રહ્યું છે. પોલીસે વાહનચાલકોને રાત્રિના સમયે સાવચેતીપૂર્વક વાહન ચલાવવા અપીલ કરી છે.
    Click here to Read More
    Previous Article
    ગુજરાતમાં ગરમીનો પારો 44°Cને પાર, સાત દિવસ હીટવેવ રહેશે:અમદાવાદમાં છ દિવસ માટે ઓરેન્જ એલર્ટ જારી; આજે 12 જિલ્લામાં અગનગોળા વરસશે
    Next Article
    Why Many Indian Cooks Swear By Adding Besan To Tadka

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment