Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતમાં ગરમીનો પારો 44°Cને પાર, સાત દિવસ હીટવેવ રહેશે:અમદાવાદમાં છ દિવસ માટે ઓરેન્જ એલર્ટ જારી; આજે 12 જિલ્લામાં અગનગોળા વરસશે

    3 days ago

    રાજ્યના પાંચ જિલ્લામાં ગરમીનો પારો 43°Cને પાર પહોંચી ગયો છે. કંડલા એરપોર્ટ પર સૌથી વધુ 44.3°C તાપમાન નોંધાયું હતું. છેલ્લા 24 કલાકમાં ગરમીમાં એકથી બે ડિગ્રીનો વધારો નોંધાયો છે. લોકો અંગ દઝાડતી ગરમીથી બચલા રસ્તા પર છત્રી અને દુપટ્ટાનો સહારો લઈ રહ્યા છે. બપોરના સમયે લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં માત્ર દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડ્યો છે, જ્યારે બાકીના ગુજરાતમાં વાતાવરણ સૂકું રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા હજુ ગરમીનો કહેર વધવાની આગાહી કરવામાં આવી છે. આગામી સાત દિવસ માટે વિવિધ જિલ્લામાં હીટવેવની સાથે યલો એલર્ટ જાહેર કર્યું છે. અમદાવાદમાં આજથી છ દિવસ માટે ઓરેન્જ એલર્ટ અપાયું છે. આગામી 7 દિવસ સુધી સમગ્ર ગુજરાત, દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં હવામાન સૂકું રહેવાની શક્યતા છે. નોર્થ ઈસ્ટ રાજસ્થાન વિસ્તારમાં સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સક્રિય બનતા આગામી 3 દિવસમાં મહત્તમ તાપમાનમાં 2-3°Cનો વધારો થઈ શકે છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં તાપમાન 41°Cથી 44°Cની વચ્ચે રહેવાની સંભાવના છે. અમદાવાદ શહેરની સ્થિતિ અમદાવાદમાં આજથી 6 દિવસ માટે કાળઝાળ ગરમીની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે. અમદાવાદનું મહત્તમ તાપમાન 43.4°C નોંધાયું છે, જે સામાન્ય કરતા +1.9°C છે અને લઘુત્તમ તાપમાન 28°C નોંધાયું છે. આજે આકાશ મુખ્યત્વે સાફ રહેશે અને મહત્તમ તાપમાન 43°Cની આસપાસ રહેવાની શક્યતા છે. આગામી દિવસોની યલો એલર્ટ સાથે હીટવેવની ચેતવણી
    Click here to Read More
    Previous Article
    વિજય થોડીવારમાં તમિલનાડુના CM પદના શપથ લેશે:9 ધારાસભ્યો પણ મંત્રી બનશે; અભિનેત્રી તૃષા અને રાહુલ ગાંધી પણ પહોંચ્યા
    Next Article
    શંખેશ્વર પાસે બાઇક-રિક્ષા અકસ્માત: બેનાં મોત:ટક્કર એટલી જોરદાર હતી કે, બંને વાહનનો કુરચો બોલી ગયો, સામાન રસ્તા પર વિખેરાયો, લોહીલુહાણ ઇજાગ્રસ્તો સારવાર માટે ખસેડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment